આગામી 1 જાન્યુઆરી 2021 થી વિવિધ સ્તર પર અનેક નિયમો અને વ્યવસ્થામાં ફેરફાર થવાનો છે. ચેક પેમેન્ટ, એલપીજી સિલિન્ડર ના ભાવ, જીએસટી તે લઈને ઉપીઆઈ પેમેન્ટ સહિત ઘણા ફેરફાર થવાના છે. આ નિયમો દરેક વ્યક્તિના જીવનને અસર કરતા હોવાથી તેના વિશે જાણવું જરૂરી છે.
ચેક પેમેન્ટ:
બેન્કિંગ ફ્રોડ અટકાવવા માટે રિઝર્વ બેન્કે ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તમારે ૫૦ હજારથી વધુ રૂપિયાની ચૂકવણી માટે કેટલીક વિગતો ફરીથી રજૂ કરવાની રહેશે.આ પોઝિટિવ પે સિસ્ટમ નો નિયમ પહેલી જાન્યુઆરીથી લાગુ પડશે.અકાઉન્ટ ફોલ્ડર તેમની પસંદગીની ફેસીલીટી ઉપલબ્ધ કરાવી શકે છે.
કોન્ટેક લેસ કાર્ડ ટ્રાન્ઝેક્શન લીમીટ:
આરબીઆઇએ કાર્ડ તથા યુપીઆઈ થી નિયમિત રીતે થતા ટ્રાન્ઝેક્શન માટે કોન્ટેક્ટ લેન્સ કાર્ડ ટ્રાન્ઝેકશન માટે રકમની મર્યાદા બે હજારથી વધારીને પાંચ હજાર કરી દીધી છે.ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપવા આ પગલું લેવાયું છે. તેનાથી સલામત અને સુરક્ષિત રીતે નાણાંની ચુકવણી શક્ય બનશે.
ફોરવીલ કાર ના ભાવ:
મારુતિ સુઝુકી ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતની કાર કંપનીઓ પહેલી જાન્યુઆરીથી તેમના વાહનો ના ભાવમાં વધારો કરશે.સ્ટીલ સહિતના રો મટીરીયલ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોવાથી કંપનીઓ વધારો કરી રહી છે.
પસંદગીના ફોન પર વોટ્સએપ કામ કરતું બંધ થશે:
જાણીતી મેસેજિંગ સર્વિસ એટલે કે વોટ્સએપ કેટલાક પ્લેટફોર્મ પરથી પહેલી જાન્યુઆરીથી સપોર્ટ પાછો ખેંચી રહી છે.
જેમાં એન્ડ્રોઇડ રનીંગ OS 4.0.3 અને આઈફોન માં આઇઓએસ ૯ તેમજ જીઓ ફોન નો પણ સમાવેશ થાય છે.
લેન્ડલાઈન થી મોબાઈલ ફોન કોલ:
હવે તમે તમારા મોબાઇલ ફોન માંથી કોઈપણ લેન્ડલાઈન નંબર માં કોલ કરો તો નંબરની આગળ ઝીરો લગાવવો ફરજિયાત બની જશે.ટેલિકોમ વિભાગે તમામ કંપનીને આ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે કહી દીધેલ છે.આવું કરવાથી ટેલિકોમ સર્વિસ માં ઘણા નવા નંબરો માટેની જગ્યા ઊભી થશે.
ફોરવીલ માટે ફાસ્ટ ટેગ:
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયએ પહેલી જાન્યુઆરીથી તમામ ફોર વ્હીલ વાહનો માટે ફાસ્ટ ફરજિયાત બનાવી દીધું છે. ૧લી ડિસેમ્બર 2017 પહેલા વેચાયેલા એમ અને એન ક્લાસ ફોરવીલ માટે ફાસ્ટ ફરજિયાત બનાવી દીધેલું છે.
યુપીઆઈ:
પહેલી જાન્યુઆરીથી એમેઝોન પેય, ગૂગલ પેય અને ફોન પેપરથી ટ્રાન્જેક્શન કરતી વખતે યુઝરે વધારાના ચાર્જ ચૂકવવાના રહેશે.નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા થર્ડ પાર્ટી દ્વારા ચલાવાતી યુપીએ પેમેન્ટ પર વિશેષ પર વધારાના ચાર્જ લાગુ પડશે.થર્ડ પાર્ટી એપ પર ૩૦ ટકાની મર્યાદા લાગુ કરી છે. પેટીએમ એ પણ આ ચાર્જ ચુકવવાનો રહેશે.
ગૂગલ પેય વેબ એપ:
ગૂગલ પેય બે યુઝર પેમેન્ટ ફેસીલીટી તેની વેબ એપ પર ખતમ કરવા જઈ રહી છે.અત્યાર સુધી ગ્રાહકો પે ડોટ ગુગલ ડોટ કોમ પર મોબાઈલ એપ પર થી પેમેન્ટ કરી શકતા હતા અને નાણા મોકલી શકતા હતા. પરંતુ ગૂગલ ના નવા નોટિફિકેશન મુજબ વેબસાઈટ પહેલી જાન્યુઆરીથી કામ કરતી બંધ થશે.
એલપીજીના ભાવ:
સરકારી કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી અર્થાત રાંધણગેસના ભાવની સમીક્ષા કરે છે. ગયા મહિને સો રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યા પછી હવે જાન્યુઆરીમાં શું થાય તે જોવાનું રહેશે.
જીએસટી રજીસ્ટર સ્મોલ બિઝનેસ:
પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોએ પહેલી જાન્યુઆરીથી માત્ર ચાર જીએસટી રિટર્ન ભરવા ના રહેશે, અત્યાર સુધી તેમણે બાર રિટર્ન ભરવા પડતા હતા.તેનાથી 94 લાખ કરદાતાઓને રાહત મળશે જે કુલ કરદાતાઓના 92 ટકા થાય છે.