એકવાર માત્ર આ ઔષધિના શરબતથી ગેસ, કબજિયાત, હદયરોગ, ગરમીના દરેક રોગ જીવો ત્યાં સુધી નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો માટે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે. બીલી એક ચમત્કારીક વૃક્ષ છે, કારણ કે વૃક્ષના દરેક ભાગ જેવા કે ફળો, પાંદડા, ફૂલ, બીજ, છાલ વગેરેમાં ફાયદાકારક પોષકતત્વો તથા બાયોએક્ટિવ સંયોજનો રહેલા છે. બીલી પોષકતત્વોથી ભરપૂર છે.
બીલીનું ઉદ્દભવસ્થાન એશિયા છે, જેમાં મુખ્યત્વે ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયાનો સમાવેશ થાય છે.

ભારતમાં ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં બીલીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ વૃક્ષ બાગ બગીચાઓ, મંદિરના બગીચા, રસ્તાની બાજુ પર અને ઘરના વાડામાં ઉગાડવામાં આવે છે.

બીલાના ફળનુ શરબત બને છે. તેમજ એ ઘણું ટેસ્ટી પણ હોઈ છે. અને તેનાંથી શરીર માં ખુબ જ ઠંડક મળે છે. પાકેલા બીલાને તમે સૂંઘો તો એમાંથી મદહોશ કરે એવી સુગંધ આવે છે. બીલાનું શરબત પીવાથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે.

આ શરબત પીવાથી કબજિયાતથી રાહત મળે છે અને દસ્તની તકલીફને નિયંત્રિત કરે છે. શરીરમાં લોહી વધારે છે અને પેટના દુખાવામાં આરામ આપે છે. આ શરબત પેચિશ થવા પર તેને પણ કંટ્રોલ કરે છે.આ શરબત પેટની ગરમી દૂર કરીને ઠંડક પ્રદાન કરે છે, આ શરબત પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. તેમજ આ શરબત ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે.

બીલાનું શરબત શરીરમાંથી વિષાક્ત પદાર્થો દૂર કરીને તેને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ફળ જલ્દી ખરાબ નથી થતું. તેનો અનેક દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. જે લોકો બીલાનું શરબત પસંદ નથી કરતા, તેઓ તેના પાવડરનું પણ સેવન કરી શકે છે. જે શરીર માટે શરબત કરતાં વધુ ફાયદાકારક છે. એટલું જ નહી તેને સ્કાલ્પ માં લગાવવાથી ખંજવાળ તથા ખોડા થી રાહત મળે છે તથા વાળને પોષણ પણ મળે છે.

ડાયાબિટીસના દર્દીએ બીલીના શરબતનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે, તેમણે ડોક્ટરની સલાહ અનુસાર શરબતનું સેવન કરવું જોઈએ. જે લોકો કાર્ડિયાક પેશન્ટ છે, તેમણે આ શરબતનું સેવન ન કરવું જોઈએ.

જો તમે બીલીના રસમા ૨-૩ બુંદ ઘી મિક્સ કરી, આ પીણાને નિયમિત એક ચોક્કસ માત્રામા લો. તેના નિયમિત સેવનથી હૃદય સાથે સંકળાયેલ બીમારી સામે રક્ષણ મળી શકે છે. તે બી.પી. ની સમસ્યાને નિયંત્રિત કરવામા સહાયરૂપ સાબિત થાય છે.

જો તમે નિયમિત બીલીના રસનુ સેવન કરો છો તો ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યામા રાહત મળે છે.બીલીના રસનુ નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમા રહે છે. આયુર્વેદમા બિલ્લા ના રસને દસ્ત અને ડાયેરિયાની સમસ્યાના નિદાન માટે ખુબ જ લાભદાયી માનવામા આવ્યુ છે. જો તમે ઈચ્છો તો ગોળ અથવા ખાંડ તેની સાથે મેળવીને પણ પી શકો છો.

બિલ્લાના રસને મધ સાથે ભેળવીને તેનુ સેવન કરો તો એસીડીટીની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય જો તમારા મોઢામા ચાંદાની સમસ્યાથી પીડાતા હોવ તો બીલીના ઉપયોગથી તમને તેમા પણ રાહત મળશે. નિયમિત રૂપથી બિલ્લાના રસનુ સેવન કરવાનુ શરુ કરી દો તો છાતીનુ કેન્સર થવાની આશંકા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.બીલીના રસમા અમુક માત્રામા હળવુ ગરમ પાણી મેળવી દો. ત્યારબાદ તેમા થોડી માત્રામા મધ ઉમેરી દો. આ પીણુ નિયમિત રૂપથી પીવાથી લોહી સાફ અને શુદ્ધ થઈ જાય છે.

બીલાનું શરબત બનાવવું ખૂબ જ સરળ છે. તેનામાટે મીડિયમ સાઈઝનું બીલી લઈ લો. તેમાંથી બીજ દૂર કરી દો અને તેના પલ્પને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં ખાંડ ઓગાળી લો. ખાંડવાળા પાણીમાં એક ગ્લાસ શરબત માટે બે ચમચી બીલીનું મિશ્રણ ભેળવો. તેમાં થોડું સંચળ અને લીંબુ મિક્સ કરી આ મિશ્રણને મિક્સરમાં મિક્સ કરો, બીલીનું શરબત તૈયાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top