ગમેતેવા તાવ-કફ અને ઉધરસ તેમજ નાકથી થતાં સંક્રમણનો 100% અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતી ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઔષધો તરીકે ભાંગરો ઉપયોગી છે. તે ભમરા જેવો દેખાતો હોવાથી તેને ભૂંગરાજ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વાદમાં તીખો, ગરમ, વાયુ તથા કફ ને હરનારો છે. તે વાળ માટે ગુણકારી રસાયન અને બળ આપનાર છે. ભાંગરો શ્વાસ, ઉધરસ, કૃમી, પાંડુ, ઉંદરી, ખોડો તથા પિત્તને નાશ કરનાર તથા ત્વચા, દાંત અને કેશ માટે ખુબજ ઉત્તમ ઔષધિ છે.

ભાંગરાના બીજ, ફૂલ, પાંદડા અને મૂળનો ઉપયોગ થાય છે. ભાંગરો ખાસ તો મોટાભાગે વાળ અને લીવરની બીમારીમાં ખુબ જ ઉપયોગી છે તે સિવાય તે અનેક બીમારીઓમાં પણ ઉપયોગી છે. તો ચાલો આપણે જાણીએ ભાંગરાના ફાયદાઓ. સામાન્ય રીતે ભાંગરો કફ અને વાયુની તકલીફ દૂર કરે છે.

ભાંગરો ત્વચા માટે ફાયદાકારક છે. ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સાથે મિક્સ કરવું. આ પાણીથી નાહવાથી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવાથી નિખાર તો આવે જ છે અને સાથે ખીલના ડાઘ કે કથ્થઈ રંગના ડાઘ પણ દૂર થાય છે.

તાવમાં ભાંગરાનો રસ 250 ગ્રામ, તલનું તેલ 250 ગ્રામ, સિંધવ મીઠું 10 ગ્રામ આ દ્રાવણ બરાબર માત્રામાં ભેળવીને ધીમા તાપમાં પકાવીને આ તેલના 10 ટીપા નાકના બંને નસકોરામાં નાખવાથી કફ તથા કૃમિ બહાર નીકળી જાય છે જેના લીધે તાવ પણ ઠીક થઈ જાય છે. ભાંગરાના અડધો ગ્રામ રસ, 200 ગ્રામ દુધમાં ભેળવી 15 દિવસ સુધી પીવાથી કફ મટે છે.

ગર્ભાશયમાં ગર્ભ રહ્યા બાદ તેના રક્ષણ માટે પણ ભાંગરો ખુબ જ ઉપયોગી છે. 4 ગ્રામ ભાંગરાના પાનનો રસ અને ગાયનું દૂધ સરખી માત્રામાં લઈને ગર્ભપાત થવાની સમસ્યા દૂર થાય છે. અંડકોષમાં સોજો આવવાની સમસ્યામાં ભાંગરાના આખા છોડના દરેક અંગને વાટીને અંડકોષ પર બાંધવાથી સોજો ઉતરે છે.

ભાંગરાનો રસર મધમાં ભેળવીને ચાટવાથી કફ દુર થાય છે. ભાંગરાના પાંદડાનો રસ અને તે જ પ્રમાણમાં તલનું તેલ લઈને ગરમ કરીને એક ચમચી જેટલું દિવસમાં બે વખત સેવન કરવાથી શરદી, ઉધરસ મટે છે. ભાંગરામાં જીવાણું વિરોધી ગુણ હોય છે જે નાકમાં ફેલાતા અન્ય રોગના સંક્રમણને પણ અટકાવે છે.

ભાંગરો પથરીની બીમારી અને મૂત્ર સંબંધી સમસ્યા દૂર કરે છે. મૂત્રાશયના બીજા ઘણા રોગોનો પણ તે નાશ કરે છે જે બેક્ટેરિયાને દુર કરે છે. ભાંગરાના પાંદડાના રસમાં થોડુક પાણી નાખીને અને તેને ગાળીને તેના રસનું દિવસમાં બે વખત સેવન કરવાથી મૂત્રસંબંધી સમસ્યા દુર થાય છે.

ભાંગરાના પાંદડાને છાયામાં સુકાવા દીધા બાદ વાટીને તેમાંથી થોડુક ભાંગરાનું ચૂર્ણ લઈને તેમાં લગભગ ૩ ગ્રામ મધ તથા ૩ ગરમ ગાયનું ઘી ભેળવીને નિયમિત દિવસમાં સુતા પહેલા રાત્રે 40 દિવસ સુધી સેવન કરવાથી આંખો તેજ બને છે અને આંખ સંબંધી અન્ય સમસ્યા દૂર થાય છે. ભાંગરાના પાંદડામાં કેરોટીન હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ એન્ટી ઓક્સીડેન્ટ છે. કેરોટીન આંખમાં ફરતા મુક્ત કણોને દુર કરે છે. જેનાથી મોતિયો જેવી સમસ્યા દૂર થાય છે.

ભાંગરો શરીરની રોગ પ્રતિકારક વધારે છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારનારી કોશિકાઓ શ્વેતકણો નું પ્રમાણ વધારે છે અને તેનો વિકાસ કરે છે. જેનથી આપણા શરીરમાં આવતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ થાય છે. જેથી ભાંગરો રોગપ્રતિકારક શક્તિ મજબુત કરે છે. દાંતના રોગમાં દાઢ દુખતી હોય અને અને દાંત કળતા હોય તો કાનની અંદર ભાંગરાના રસના 2 થી 4 ટીપા ટીપા નાખવાથી દુખાવો તરત જ દુર થાય છે.

ભાંગરાને અજમાં સાથે લેવાથી શરીરમાં રહેલા પિતનો નાશ થાય છે. દાંત સંબંધી કોઈપણ તકલીફ માં ભાંગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ દૂર થાય છે. ભાંગરાના પાન માં સૂંઠ, મરી, પીપર, તલ, એલચી જાયફળ, વાવડિંગ, ગંઠોડા, તલ, લવિંગ વગેરે નું ચૂર્ણ બનાવી ભાંગરાના રસ સાથે લેવાથી પેટના તમામ દર્દો દૂર થાય છે.

ભાંગરાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી કમળો, બરોડ, લીવર, હરસ અને ઉદરના રોગોમાં ફાયદો થાય છે. અડધી ચમચી ભાંગરા ના ચૂર્ણ ને ઘી માં મિશ્ર કરી ચાટવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે. ભાંગરાનું તેલ બનાવવા માટે અઢી લીટર રસમાં મેંદીના પાન 300 ગ્રામ ગળી ના પાન 300 ગ્રામ, અમલા 300 ગ્રામ, જેઠીમધ 150 ગ્રામ તથા બ્રાહ્મી માં 1 લિટર તલનું તેલ નાખીને તેને ગરમ કરવુ પછી ઠંડુ પડે એટલે માથામાં લગાવવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top