દમના રોગનો એકમાત્ર આયુર્વેદિક ઉપચાર છે આ ઔષધિ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કદાચ આપણામાંના ઘણાએ હોળીમાં ઠંડાઈ તરીકે, ગાંજા તરીકે, કેનાબીસ બર્ફી તરીકે, નશો કરવા માટે ભાંગનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે તમે દવા તરીકે ઉપયોગ કરેલ ભાંગ ઔધીય ગુણધર્મોથી ભરપુર છે. તેમાં કેનાબીનોઇડ્સ નામનું તત્વ હોય છે, જે કફ અને પિત્ત જેવી સમસ્યાઓનો નાશ કરે છે.

ભાંગ લીલા રંગની હોય છે. તેનો સ્વાદ થોડો કડવો અને ફિક્કો હોય છે. તેના પાંદડા લીમડાના પાંદડા જેવા લાંબા હોય છે. ભાંગ ગરમ હોય છે. ભાંગના સેવનને લીધે પાચન શક્તિ સારી બને છે અને ઉંધ સારી આવે છે. તે ગળાનો અવાજ સારો કરવામાં પણ મદદ કરે છે.

તો ચાલો આજે આપણે જાણીએ ભાંગ વિશે અને તેના ફાયદા શું છે. ભાંગનો ઉપયોગ કેન્સરની દવાઓના ઉત્પાદનમાં થાય છે. આની સાથે તેનો ઉપયોગ એચ.આય.વી (એઇડ્સ)ની દવાઓના ઉત્પાદનમાં પણ થાય છે. ભાંગનો ઉપયોગ કેન્સરના કોષોને નાશ કરવા માટે થાય છે.

125 મીલીગ્રામ શેકેલી ભાંગને 2 ગ્રામ કાળા મરી અને 2 ગ્રામ સાકરમાં ભેળવીને સેવન કરવાથી દમનો રોગ ઓછો થઇ જાય છે. ભાંગનો ધુમાડો કરવાથી દમના રોગીને ફાયદો મળે છે. ગ્લુકોમાને કાળો મોતિયો કહેવામાં આવે છે. ભાંગના સેવનથી ગ્લુકોમાના લક્ષણો દૂર થાય છે.

ભાંગ મગજને થતા નુકસાનથી બચાવે છે. ભાંગના પાનને સૂકવી લો અને તેને પીસી લો. તેના પાવડરને સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. ભાંગના પાન પીસીને પાવડર બનાવો. દરરોજ 2 વખત વરિયાળીના 4 ટીપાંના રસ સાથે ભાંગનો 124 મિલિગ્રામ પાવડર લેવાથી મરડો મટે છે.

ભાંગના 100 મિલિગ્રામ પાવડર સાથે 50 મિલિગ્રામ ખસખસ નાખીને સવાર-સાંજ લેવાથી અતિસારની સમસ્યા દૂર થાય છે. આ સિવાય દિવસમાં 2 વખત મધ સાથે પલાળેલી ભાંગનો 125 મિલિગ્રામ પાવડર લેવાથી અતિસાર અને મરડો મટે છે.

પાચન વધારવા માટે પણ ભાંગ ફાયદાકારક છે. જ્યારે કોઈ પણ પ્રકારનો ઘા આવે છે, ત્યારે ભાંગના પાંદડાઓની પેસ્ટ કરો અને તે ઘા પર લગાવો. આમ કરવાથી ઘા ટૂંક સમયમાં ભરાઈ જશે.  ભાંગના 8-10 રસના ટીપાને કાનમાં નાખવાથી જીવાત મરે છે અને કાનનો  દુઃખાવો દુર થઇ જાય છે.

ભાંગને વાટીને મીઠા તેલમાં સારી રીતે પકાવી લો. પછી તેને ગાળીને કાનમાં નાખવાથી કોઈપણ પ્રકારનો દુઃખાવો દુર થઈ જાય છે. ભાંગના પાંદડાના રસમાં રૂ પલાળીને તે રૂ ને કાનમાં દબાવીને લગાવવાથી કાનનો દુઃખાવો સારો થઇ જાય છે. જો ચામડી ખૂબ રફ અને ખરબચડી છે, તો ભાંગના પાંદડાઓનો ઉપયોગ ત્વચાને સારી બનાવવા માટે મદદ કરે છે.

ભાંગના પાંદડાને વાટીને લેપ તૈયાર કરો અને તેને ચામડી પર લગાવો. ઓછી માત્રામાં ભાંગના સેવનથી તમારા ઇન્દ્રિયો અને સંવેદનાઓની તીવ્રતા વધે છે. 100 ગ્રામ ભાંગ, 200 ગ્રામ સુઠ અને ૪૦૦ ગ્રામ જીરુંને સારી રીતે એક સાથે વાટી ને ગાળી લઈને રાખો.

આ ચૂર્ણ ભોજનના અડધા કલાક પહેલા 1-2 ચમચી દહીંમાં ભેળવીને ચાટી લો. આ પ્રયોગ 40 દિવસ સુધી સવાર સાંજ કરવાથી જુનામાં જૂની સંગ્રહણી દુર થઇ જાય છે. જે લોકો ને ઝાડા ઉલ્ટી ની સમસ્યા હોય એમને ભાંગનાં પાનનો રસ પીવાથી રાહત મળે છે. ભાંગમાં અમુક તત્વો એવા હોય છે કે જેનાથી કેન્સર જેવા રોગોની ગાંઠો પણ રોકાઈ જાય છે.

૧૦ ગ્રામ ભાંગનાં પાન અને ૩૦ ગ્રામ અળસીનો ભૂકો કરીને ખાવાથી હરસ મસાનાં દર્દીને રાહત મળે છે. પાણીમાં ભાંગને થોડી વાર સુધી પલાળીને રાખવામાં આવે છે, પછી તે પાણીથી અંડકોષને ધોવાથી અંડકોષનો સોજો મટી જાય છે.

ભાંગના લીલા પાંદડાની પોટલી બનાવીને અંડકોષના સોજા ઉપર બાંધવી જોઈએ અને સુકી ભાંગને પાણીમાં ઉકાળીને તેનો શેક આપવાથી અંડકોષનો સોજો દુર થાય છે. ભાંગના ફાયદાઓની સાથે તેના ઘણા નુકશાન છે તે હવે જાણીએ.- સગર્ભા સ્ત્રીઓ માટે ભાંગનું સેવન ખૂબ નુકસાનકારક છે.

આ કસુવાવડની સમસ્યાનું કારણ બને છે. તેથી સગર્ભા સ્ત્રીઓએ ભાંગનું સેવન કરવું જોઈએ નહીં. તેના સેવનથી ભૂખ ઓછી થવી, કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા, નિંદ્રાપણું, વજન ઓછું થવું, ચીડિયાપણું અને ગુસ્સો થવાની સમસ્યાઓ થાય છે. ભાંગ નું વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં નશો ચડે છે. જેના કારણે શરીરમાં નબળાઈ આવે છે, તે પુરુષોને નપુંસક, ચરિત્રહીન અને વિચારહીન બનાવે છે.

વ્યક્તિ ભાંગના સેવનથી શરીર ઇન્દ્રિયોનું નિયંત્રણ ગુમાવે છે. ભાંગના નશાની અસરમાં સમયનું ભાન બિલકુલ જતું રહે છે. સમય પસાર થઈ રહ્યાનું ભાન રેતું નથી. ટૂકા-ગાળાની યાદશક્તિ ઘટી જાય છે – વાકય પૂરું બોલાઇ રહે ત્યાં સુધીમાં વાકયની શરૂઆત ભૂલી જવાય છે. એકાગ્રતા ઘટી જાય છે. વાહન ચલાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top