નાના-મોટા દરેકની કબજિયાતનો એક સરળ ઈલાજ, ગમેતેવી જૂની કબજિયાતથી તરત જ છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને આપણે કબજીયાત કહીએ છીએ. શરીરને પડતી શક્તિની જરૂરિયાત પૂરી પાડવા જે રીતે ભૂખ-તરસનાં સ્વાભાવિક સંવેદનો અનુભવાય છે. તેવી જ રીતે ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે.

કબજિયાત થવાના મુખ્ય કારણમાં ખોરાકમાં રેસા અને આવશ્યક જથ્થાનું પ્રમાણ ઓછું હોય, પ્રવાહી ખોરાક-પીણાં તથા પાણીનું પ્રમાણ ઓછું હોય, એન્ટીડિપ્રેશન દવાઓ-પીડાનાશક દવાઓ જેવી દવાઓની આડઅસરથી, આંતરડામાં સંકળાશ થઇ જવી, અવરોધ થવો, કેન્સર કે અન્ય રોગથી મળનું આગળ ધકેલવાનું સરળતાથી થતું ન હોય.

કબજિયાતથી બચવા માટે મુખ્યતવે લીલા પત્તાવાળા, રેસાવાળા શાકભાજીનું પ્રમાણ વધારવું, મેથી-પાલક- સરગવાના પાન-બથવાની ભાજીનો સમાવેશ નિયમિત અંતરાલે કરવો. ઘઉં, ચોખા, દાળ ઉપરાંત ફોતરાવાળા કઠોળ કે ઉગાડેલા કઠોળ, કચુંબર, પપૈયા-ચીકુ-કેળા જેવા ફળોનો સમાવેશ કરવો. બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો. ખોરાકમાં દાળ, સૂપ, કઢી જેવા પ્રવાહી ખોરાક ઉમેરવા. પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવી.

રાત્રે સુતા પહેલા નવશેકુ પાણી પીવું. નિયમીત નવશેકું પાણી પીવાથી સવારે પેટ સાફ થાય છે અને કબજીયાત મટે છે. ત્રિફળા ચૂર્ણ અથવા હરડેનું ચૂર્ણ લેવાનું રાખવું. સવાર સાંજ બંને ટાઈમ એક ચમચી જેટલું આ ચૂર્ણ હલકા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત દુર થાય.

સવારે ઉઠીને વાસી મોઢે નવશેકું પાણી પીવું અથવા જેટલું પી શકાય એટલું પાણી પી ને થોડો સમય ચાલવાની કસરત કરવી. પાણી પીધા પછી ચાલવાથી આંતરડાને કસરત મળે છે જે કબજીયાત દુર કરવામાં મદદરૂપ થાય છે.

જે લોકોને કાયમના માટે કબજીયાત રહેતી હોય તેમણે અઠવાડિયામાં એકાદ વાર એરંડિયું લેવાનુ રાખવું જોઈએ. એક બે ચમચી જેટલું એરંડિયું દૂઘ કે ચા સાથે મીશ્ર કરીને પી જવું. એરંડિયું લેવાથી આંતરડાની સફાઈ થાય છે. દરરોજ સવારે હળવી કસરતો કરવી જોઈએ, કસરત કરવાથી આંતરડામાં મૂવમેન્ટ થાય છે જે કબજિયાતને દૂર કરે છે.

ગરમાળાના ઝાડ ઉપર સરગવાની શીંગો જેવી શીંગો આવે છે. સુકાય ગયેલી આ શીંગોમાં ગર હોય છે જેને ગરમાળાનો ગોળ અથવા ગરમાળાનો ગર કહે છે. આ ગરમાળાનો ગોળ પલાળીને તે પિવાથી કબજીયાતની સમસ્યા મટે છે. ઓછી માત્રામાં લેવાથી પણ ખૂબ સારુ પરિણામ આવે છે.

બે નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી એટલી જ સાકરશ્રી મેળવી જળ સાથે લેતા દસ્‍ત સાફ આવે છે. કેવળ સાકર અને ઈસબગોલ મેળવી પલાળ્યા વિના પણ લઈ શકાય છે. નાની હરડે અને કાળું મીઠું સમાન માત્રા માં મેળવી પીસી લો. દરરોજ રાત્રે આની બે નાની ચમચી ગરમ પાણી સાથે લેતા કબજિયાત મટે છે.

રાત્રે સુતા સમયે એક કપ ગરમ દૂધમાં બે ચમચી ઘી મેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ વા અને પિતને સંતુલન કરે છે. ડેરી ઉત્પાદનો કેટલાક લોકો માટે કબજિયાતનું કારણ બની શકે છે.પરંતુ આ મિશ્રણ પાચન પ્રક્રિયામાં સુધારો કરીને મળ ત્યાગને ખૂબ જ સરળ બનાવે છે.

રોજ સવારે ખાલી પેટે એક વાટકો ભરીને પપૈયુ ખાવાથી કુદરતી રેચક બને છે એટલે કે આંતરડા ની અંદર ભળી જાય છે અને અને તેમાં ફસાયેલા મળને બહાર કાઢે છે.

એવું પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તાંબાના વાસણમાં પાણી પીવાથી આરોગ્ય અને ખૂબ જ ફાયદો થાય છે. જો તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી રાત્રે સુવાના 2 કે 3 કલાક પહેલા પીવો સમસ્યામાંથી છુટકારો મળે છે. એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પાચનક્રિયાને સારી બનાવે છે અને તેને સુધારે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top