આપણું જીવન સમય સાથે ખુબજ જડપથી બદલાઈ રહ્યું છે. અને આ જડપી બદલાવને કારણે લોકોમાં રોગોનું પ્રમાણ પણ જડપી વધી રહ્યું છે.અત્યાર નાં સમયમા તો નાના-મોટાં દરેકને પગ નાં પ્રોબલમ થઈ રહ્યા છે. તેમાં પણ મોટાં ભાગના લોકોને ગોઠણ નાં દુખાવાની સમસ્યા હોઈ છે. ઘણા મિત્રો અમને જણાવી રહ્યા છે કે દુખાવાની દવા શરીરને આડઅસર કરી રહી છે તેથી કોઈ સારી આયુર્વેદિક દવા જણાવો. એટલા માટે જ આજે અમે લઈને આવ્યા છીએ ગોઠણનાં દુખાવાને માત્ર આયુર્વેદિક રીતે દૂર કરવાની બેસ્ટ દવા.
આજે અમે જણાવેલ આ આયુર્વેદિક દવાથી નાના-મોટા દરેકનો સાંધા અને ગોઠણનો દુખાવો કયાં માટે મટી જશે અને કોઈપણ પ્રકારની મોંઘી દવા લેવાની જરૂર પણ નહીં પડે. પરંતુ આ ઈલાજ આયુર્વેદિક હોવાથી તમારે તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને સમયસર લેવું પણ પડશે કેમકે આયુર્વેદિક દવાને અસર કરતાં થોડો સમય લાગે છે. ઘણા મિત્રો જણાવે છે કે આ દવા કામ નથી કરતી પરંતુ આયુર્વેદની એવી કોઈ ઔષધિ નથી જે શરીરને અસરના કરે માત્ર તેને લેવાની રીત સાચી હોવી જોઈએ અને થોડો સમય નિયમિત લેવી જોઈએ તો જ તે અસર કરશે.
આયુર્વેદ અનુસાર 80 પ્રકારના વાયુના રોગો થાય છે. આયુર્વેદનો એક સ્પષ્ટ સિદ્ધાંત છે કે જ્યાં દુખાવો થાય છે ત્યાં ત્યાં વાયુનો પ્રકોપ સમજવો અથાત વાયુ વગર દુખાવો થતા નથી. રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. જે રીતે બારી-બારણામાં મિજાગરા કામ કરે છે, લગભગ તેવું જ કામ ઘૂંટણનો સાંધો પણ કરે છે.
ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજનની આડઅસર ઘટાડવા શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે. નગોડ વનસ્પતિ માંથી બનતી નગોડનું સેવન કરવાથી ગોઠણ ના દુખાવા ના રોગ, સાયટિકા , આર્થરાઇટિસ વગેરેમાં ખૂબ જ લાભ થશે અને ધીરે ધીરે આ તમામ રોગો મટવા લાગે છે. તેના માટે નગોડનું સેવન ખૂબ જ જરૂરી છે. 1 અખરોટ રોજ ખાલી પેટ ખાવાથી તમને ગોઠણ માં તકલીફ નહી થાય.
આજે અમે એક ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સમયસર સેવન કરવાથી 100% પરિણામ મળે જ છે. આ ચૂર્ણ બનાવવા માટે હળદર, મેથી, સૂંઠ, અશ્વગંધા, મીઠા સુરંજાન, અજમા, જીરું આ દરેક વસ્તુ 100-100 ગ્રામ લઈ તેને બરાબર ખાંડીને પાવડર બનાવી તેમાં 1 ચમચી હિંગ નાખવી. આ તૈયાર થયેલું ચૂર્ણ સવારે નારના કોઠે 1 ચમચી લઈ એક કલાક પછી જમવું. આ ચૂરને નિયમિત સેવન કરવાથી પરિણામ મળશે જ.
આ ઉપરાંત, સાદી હરડે તથા એરંડભ્રષ્ટ હરદેના સેવનથી પણ આમદોષ શાંત થાય છે. તેથી દુખાવામાં રાહત થવા લાગે છે. મિત્રો હરડેનું સેવન વાત પિત્ત અને કફ ત્રીદોષ નાશક છે તેથી જે વ્યક્તિ નિરોગી રહેવું હોય આ પ્રકારના દુઃખાવામાંથી મુક્તિ થતી હોય તેવા લોકોએ હળદરનું સેવન કરવું હિતાવહ છે.
ગળો,અશ્વગંધા, સાટોડી, હળદર જેવી વનસ્પતિ નું સેવન કરવાથી પણ આ પ્રકારના રોગોમાં ખૂબ જ લાભ થાય છે. વધતી ઉંમરે હાડકાં નબળા ન પડે તે માટે ગાયનું દૂધ, ખજૂર, લીલા શાકભાજી નો પ્રયોગ કરવો. માત્ર વિટામીન કેલ્શિયમ ની દવા ઉપર મિત્રો આધાર રાખવો નહીં. તો આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું તો હાડકાના દુખાવામાં ખૂબ જ આપણે લાભ અને ધીરે ધીરે આપણને મુક્તિ મળશે.