માત્ર પાંચ જ દિવસ માં રોકેટ જેવું તેજ મગજ બનાવવા કરો આનું સેવન, ત્રણગણી થઇ જશે યાદશક્તિ, બાળકો ને માત્ર એક જ વાર ખવરાવો જીંદગી ભર ક્યારેય નહિ ભૂલે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજની વ્યસ્ત અને ઉતાવળી જિંદગીમાં અને પૈસાની બળતરામાં લોકો બાળકો પર ધ્યાન આપી શકતા નથી. અને તેની યાદશક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. આયુર્વેદમાં એક એવી ઔષધી છે જે નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મગજને ખૂબ જ પાવરફૂલ કરે છે. બુદ્ધિ સુધારવામાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે.

બુદ્ધિ વધારવા માટે આયુર્વેદમાં માલકાંગણી નો ઉપયોગ ખૂબ જ કર્યો છે. માલકાંગણીના મોટા વેલા થાય છે. તે ખૂબ જ સુગંધવાળા હોય છે. માલકાંગણી ની વાવણી અષાઢ શ્રાવણ મહિનામાં પાકે છે. અને તેમાંથી કેસરી કલરના બીજ નીકળે છે.

ભગવદગોમંડળમા માલકાંકણીનું ઔષધીય મહત્ત્વ જણાવ્યું છે કે તેના છોડમાંથી બનતા તેલ કે ચૂર્ણને અજીર્ણ, સંધિ-વા, પક્ષઘાત, વાયુના રોગ તેમજ મગજના રોગ માટે વપરાય છે જે બાળકોની યાદશક્તિ નબળી હોય તેને માલકાંકણી અદ્્ભુત યાદશક્તિ આપે છે.

આજની આધુનિક સ્ત્રીને માસિક સ્ત્રાવની તકલીફ રહે છે તેને માટે માલકાંકણી રામબાણ ઔષધ છે. તેલનો સ્વાભાવિક ગુણ ગરમ છે તેથી સંધિવા- પેરેલીસીસમાં શરીરે ચોળવા માટે ખાસ વપરાય છે. જીભનો લકવો થાય અને સ્પષ્ટ બોલી શકતા હોય, તેમણે વૈદ્યની સલાહ પછી માલકાંકણીનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદ પ્રમાણે જોઈએ તો માલકાંગણીનાં બીજ સ્વાદમાં તીખાં અને કડવાં, ગરમ, કફ અને વાયુનાશક, ભૂખ લગાડનાર, બુદ્ધિ અને સ્મૃતિવર્ધક, પુષ્ટિદાયક અને બળપ્રદ તથા શરીર અને ચહેરાના લકવાને મટાડનાર છે. તેનું તેલ પણ તીખું અને કડવું, ગરમ, તીક્ષ્મ, બુદ્ધિ-સ્મૃતિવર્ધક, વાયુનાશક અને પિત્તને વધારનાર તથા મગજના રોગોને મટાડનાર છે.

માલકાંગણી ચેતાતંતુઓને બળ આપે છે. યાદશક્તિ અને બુદ્ધિ વધારવા માટે બાળકોને માલકાંગણીના તેલનાં ૧થી ૨ ટીપાં રોજ રાત્રે પતાસાં પર પાડી અથવા દૂધમાં મેળવીને આપવાં. બે મહિના સળંગ આ પ્રમાણે ઉપચાર કરવાથી બુદ્ધિ સતેજ બને છે. માલકાંગણી મગજને શાંત કરનાર પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વભાવનાં બાળકોને પણ આ ઉપચારથી લાભ થાય છે.
બુદ્ધિ વધારવા માટે માલકાંગણીનો બીજો એક ઉપચાર આ પ્રમાણે કરી શકાય. માલકાંગણીનું એક બીજ પ્રથમ દિવસે રાત્રે દૂધ સાથે લેવું. બીજા દિવસે રાત્રે બે બીજ લેવાં. એમ રોજ એક-એક બીજ વધારતાં જવું. સાતમા દિવસે સાત બીજ લઈ પછી રોજ એક-એક બીજ ઘટાડતાં જવું. આ રીતે તેરમા દિવસે ઉપચાર પૂરો કરવો. આ ઉત્તમ બુદ્ધિવર્ધક ઉપચાર છે. વાઈ-એપિલેપ્સી, અવસાદ-ડિપ્રેશન, મગજની નબળાઈ જેવા વાયુના રોગોમાં પણ ફાયદાકારક છે.
સ્ત્રીઓને માસિક અનિયમિત આવતું હોય કે સમય પહેલાં બંધ થઈ ગયું હોય તેમજ કબજિયાત રહેતી હોય તેમાટે માલકાંગણીનું તેલ આશીર્વાદ સમાન છે. આવી તકલીફમાં માલકાંગણીના તેલનાં ૩થી ૪ ટીપાં બે ચમચી દિવેલ મેળવેલા દૂધ સાથે રોજ રાત્રે લેવાં. આ ઉપચારથી કબજિયાત અને વાયુનો પ્રકોપ દૂર થઈ માસિક નિયમિત થાય છે. માલકાંગણી ખૂબ જ ગરમ અન રેચક ઔષધ છે તેમજ પિત્ત પ્રકૃતિવાળા માટે તેનું સેવન હિતકારી નથી.
માલકાંગણીનાં બીજ, સૂંઠ અને અજમો સમભાગે લઈ, ચૂર્ણ કરી, તેમાં બમણો ગોળ મેળવી તેની મગના દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. શરીર-ચહેરાનો લકવો, સંધિવા, કમરનો દુખાવો, સાયટિકા વગેરે સર્વ પ્રકારના વાયુ-દુખાવામાં રોજ રાત્રે આ એક ગોળી ઘી સાથે લેવાથી ઉત્તમ ફાયદો થાય છે. વાયુના આ રોગોમાં બહારથી માલકાંગણીના તેલની માલીશ કરવાથી પણ ખૂબ જ રાહત થાય છે.
Scroll to Top