ગેરેન્ટી વર્ષો જૂનું ડાયાબિટીસ માત્ર અઠવાડિયામાં મટી જશે, દવાની પણ નહીં પડે જરૂર, ડાયાબિટીસના દર્દીઓ ખાસ વાંચે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ ડાયાબિટીસના કેસ ખૂબ જ વધુ રહ્યા છીએ લગભગ ઘરે-ઘરે ડાયાબિટીસના દર્દીઓ થઈ ગયા છે. પરંતુ જો તેની શરૂઆતથી જ યોગ્ય કાળજી રાખવામાં આવે તો જીવનભર તેનાથી છુટકારો મેળવી શકાય છે. જી,હા મિત્રો ડાયાબિટીસથી પણ કાયમી છુટકારો મેળવી શકાય છે પરંતુ જો આયુર્વેદિક ઇલજને નિયમિત રીતે કરવામાં આવે તો જ.

ડાયાબિટીસના દર્દીએ આયુર્વેદિક ઈલાજ કરતી વખતે સૌપ્રથમ તો ગળી વસ્તુનું સેવન બંધ કરવું જોઈએ એટલે કે ગોળ, ખાંડ, સાકર અને મધનું સેવન કરવું નહીં. ફાળો, શાકભાજીઓં કે જેમા ફાઈબર નું પ્રમાણ વધારે અને ફેટ નું પ્રમાણ ઓછું હોય છે તેવો ખોરાક વધારે લેવો. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે. જેની મદદથી ડાયાબિટીસના દર્દીઓ તેમની શુગરને કંટ્રોલ કરી શકો છે. સાથે અનેક ઘરેલુ આદત થી તમે ડાયાબિટીસને કાબુમાં લાવી શકો છો.

સૌપ્રથમ મેથી દાણા- 100 ગ્રામ, તમાલપત્ર -100 ગ્રામ, જાંબુના ઠળિયા-150 ગ્રામ, બીલીપત્ર ના પાન- 250 ગ્રામ લઈ બધાને અલગ અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધા પાઉડર ને બરાબર મિક્ષ કરવા.

પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો?

આ પાઉડર ને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.સવારે પેટ સાફ કર્યા પછી લેવો.

આ સિવાય હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.

લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા પગમાં મોજા પહેરવા જોઈએ. પગમાં અને હાથમાં પંજાના ભાગ ઉપર સંવેદના ઓછી હોવાના લીધે નાની મોટી ઇજા થાય તેની ખબર દર્દીને રહેતી નથી. ઈજા થવાથી રૂઝ ઝડપથી આવતી નથી, તેથી હાથ પગમાં મોજા પહેરવા ડાયાબિટીસમાં ખૂબ જ જરૂરી છે.

કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.

લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે. રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.

ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત ત્રીસ ચાલીસ મિનિટ સુધી કસરત કરવી જોઈએ. સવારે વહેલા ચાલવાની કસરત અને સ્ટ્રેચિંગની કસરતો કરવી જોઈએ. બહારગામ જતી વખતે કે એકલા કામ કરતા હોય ત્યારે શરીરમાં સુગર ઘટી થઈ જાય અને તાત્કાલિક એનર્જીની જરૂરિયાત માટે સાથે ચોકલેટ અથવા ગળી વસ્તુ રાખવી જોઈએ. તેનાથી ચક્કર આવવા કે બેભાન થવા જેવી સમસ્યા માં તુરંત લઈ શકાય.

ડાયાબિટીસના દર્દીઓએ ચામડીની સંભાળ લેવી જોઈએ. ચામડી સૂકી અને ખરબચડી ન થાય તે માટે મોઈશ્ચરાઈઝર ક્રીમ અને લોશનનો ઉપયોગ કરવો જોઈએ. ચામડીમાં ઇન્ફેક્શન લાગુ પડે તો તેને રૂઝાવામાં સમય લાગે છે.

નિયમીત ચેક અપ કરાવવું જોઈએ, ડાયાબિટીસને લીધે શરીરમાં અન્ય કોમ્પ્લિકેશન જેવા કે ડાયાબિટીસ રેટિનોપથી, ડાયાબિટીસ નેફ્રોપથી વગેરે જેવા રોગો થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સમતોલ આહાર લેવો જોઈએ, વજન વધે તેવા આહારથી દૂર રહેવું જોઈએ. વજન ઉતારવા ભૂખ્યા રહેવું નહીં, વજન ઉતારવા ઓછી કેલરી વાળો ખોરાક લેવો જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ વધારે તણાવવાળી નોકરી કે કામ કરવું જોઈએ નહીં, ચિંતા ના લીધે ડાયાબિટીસ વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ જરૂરિયાત પૂરતી ઊંઘ લેવી જોઈએ.

Scroll to Top