વર્તમાન સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ શરીરની કાળજી લેવાનું પણ ભૂલી જાય છે. જેના કારણે શરીર રોગનું ઘર બની જાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં એક નાનકડી વસ્તુનો સમાવેશ કરીને, તમે આ જોખમોથી બચી શકો છો. આ વસ્તુ જેટલી નાની છે એટલી જ વધુ અસરકારક સાબિત થાય છે.
મિત્રો આજે અમે અળસી વિષે જણાવવા જઈ રાય છીએ. જે જોયામાં તો સાવ નાની છે પરંતુ તેના ફાયદા ખૂબ જ મોટા છે જે આધુનિક દવા કરતાં પણ વધારે અસરકારક છે. અળસીના બીજમાં રહેલી તાકાત હાઇ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ, બ્લડ સર્કુલેશન અને હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
અળસીમાં અનેક અસરકારક ગુણો છે પણ બહુ ઓછા લોકોને આ વિષેની જાણકારી હશે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા 3 આપણા શરીરની અંદર નથી બનતું માટે ભોજન દ્વારા જ તે ગ્રહણ કરી શકાય છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલી માંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.
ઘુટણ ના દુખાવામાં કે ગઠીયા વા માં અળસી જડીબુટ્ટી નું કામ કરે છે. અળસી ના તેલ ની માલીશ થી ફાયદો થાય છે. અળસી ના બીજ ને ઇસબગુલ સાથે પીસી ને લેપ જેવું બનાવી ને ઘુટણ પર લગાવાવથી થી ફાયદો થાય છે.
અળસીમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ નામનો પદાર્થ મગજના કોષોને શક્તિ આપે છે અને તરોતાજા રાખે છે આધુનિક જીવનશૈલીમાં મગજના જ્ઞાનતંતુઓ પર એની ક્ષમતા કરતાં વધુ બોજ પડે છે પરિણામે તનાવ ડિપ્રેશન એ અળસી દૂર રાખવા પ્રભાવકારક અસર જાળવી રાખે છે.
અળસીમાં રહેલ આ ફાઈટો ઇસ્ટ્રોજન નામના કુદરતી હર્મોનન કારણે સ્ત્રીઓમાં પીએમએસ ટેન્શન પ્રીમેન્સ્ટઅસ ટેન્શન અને મનોપોજ આવતા પહેલા અને પછી તકલીફો જેવી કે અનિંદ્રા ચીડિયો સ્વભાવ હતાશા વગેરે બિલકુલ રહેતા નથી.
લોહીનું વહન કરનારી નળીઓમાં આર્ટ્રીજ ચરબીના ગઠા જમા થવાથી તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયને નુકશાન કરે છે અને હાર્ટએટેકની સમસ્યા થાય છે આ દરેક સમસ્યાથી અળસી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.
અળસી ખરતા વાળ માટે ખૂબ ફાયદાકારક છે, તે આપણા વાળને ખરતા અટકાવે છે. તંદુરસ્ત અને સ્વસ્થ વાળ માટે વિટામિન અને ખનિજોનું સેવન કરવુ જરૂરી છે, તેવામાં અળસી સૌથી અસરકારક થઈ શકે છે. અળસીના તેલમાં વિટામિન અને ખનિજોની સાથે ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે જે વાળને વધુ સારી પોષણ આપી શકે છે.
ઘણીવાર લોકો વજન ઘટાડવા અંગે ખૂબ ચિંતિત હોય છે, ઘણી કોશિશ કર્યા પછી પણ વજન ઘટાડવાનો યોગ્ય ઉપાય મળતો નથી, આવી સ્થિતિમાં, અળસીનું તેલ તમારા માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. અળસીમાં વજન ઘટાડવા માટે ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે, જે ચરબી ઓગળે છે. પેટની ચરબી ઘટાડવા માટે અળસીનું તેલ પણ ફાયદાકારક છે.
એક ભાગ અળસી અને ચાર ભાગ પાણી લઇ ને આ પાણીને સરખી રીતે મિક્ષ કરો. જ્યાં સુધી મિશ્રણ હાથ પગ પર લગાવવા જેવું ઘાટું ના થઇ જાય ત્યાં સુધી ઉકાળો. પછી આ પેસ્ટ ને જ્યાં દર્દ હોય, સોજા આવી ગયા હોય એ ભાગ પર લગાવી લો. તરત જ રાહત થશે.