શેરડીનો રસ પીતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખી લ્યો, નહીંતો ગ્લુકોજ અને લોહીનો ખજાનો કરશે ઊંધી અસર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળામાં ગરમીને ભગાડવા માટે  કુદરતી ઠંડા પીણા માં મોખરે આવે છે શેરડી. એક ગ્લાસ શેરડીનો રસ ફક્ત આપણી તરસ જ નથી છીપાવતો પણ આપણા શરીર ને ગરમી સામે રક્ષણ આપી જરૂરી ઉર્જા પણ પૂરી પાડે છે.

શેરડી ના રસની તાસીર ઠંડી હોય છે. માટે તેને ઉનાળામાં પીવાની સલાહ ડોકટોરો અને આયુર્વેદાચાર્ય પણ આપે છે. શેરડી માં ફેટ નું પ્રમાણ બિલકુલ નથી હોતું. તેમાં ૩૦ ગ્રામ જેટલી કુદરતી ખાંડ મળે છે, એક ગ્લાસ શેરડી ના રસમાં ૧૩ ગ્રામ જેટલું ફાઈબર હોય છે.

કસરત કર્યા પછી શેરડી ના રસ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. પેશાબ માં થતી બળતરા, દર્દ, વગેરે જેવી મુત્રરોગ સબંધી સમસ્યાઓમાં શેરડીના રસનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

શેરડીનો રસ પીતાં પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખો નહીં તો ફાયદાને બદલે કરશે નુકશાન:

રસ પીવાના ગ્લાસ ચોખ્ખા પાણીમાં ધોયેલો હોવો જોઈએ. જે લારી પાસે માખીઓ બણબણતી હોય ત્યાં રસ ન પીવો.
રસ પીલવા માટેનો સંચો ચોખ્ખોચણક હોય એ જરૃરી છે. રોલર તરીકે ઓળખાતી સંચાની સાઈડની ગોળાકાર પટ્ટીઓ લોખંડની કરતા સ્ટીલની હોય તો વધુ સારું કેમ કે સ્ટીલની પટ્ટીમાં કાટ લાગવાનો ભય રહેતો નથી.

જે શેરડીનો રસ કાઢવાનો હોય એને શુદ્ધ પાણીથી ધોવો જોઈએ. રસના મશીનને દરેક પીલાણ પછી પાણીથી સાફ કરવો જોઈએ. રસ ગાળવાનું કપડું વારંવાર ઠંડા પાણીમાં બોળીને નીચોવી નાખવું જોઈએ. રસમાં ઉમેરવામાં આવતો બરફ ચોખ્ખા પાણીમાંથી બનેલો હોવો જોઈએ. અને તેનો ઉપયોગ કરતા પહેલાં તેના પરથી લાકડાનું ભૂસું બરાબર ધોઈ નાખવું જોઈએ.

શેરડીનો રસ પીવાથી થતાં ફાયદા:

આયુર્વેદ અનુસાર શેરડી નો રસ લીવરને મજબૂત કરે છે તેથી કમળાના દર્દીને શેરડી ખાવાનું કે તેનો રસ પીવાનું કહેવામાં આવે છે.  કમળા વખતે શેરડીનો રસ શરીરમાં જરૂરી પોષણ અને પ્રોટીનની ઉણપને પૂરી કરે છે.

શેરડીનો રસ પીવાથી પેટમાં બળતરા અને શરીરની નબળાઈ દૂર થાય છે અને ગરમી સહન કરવાની શક્તિ વધે છે. તેથી જ કહેવાય છે ને ઉનાળાનું બેસ્ટ પીણું એટલે શેરડીનો રસ. ભોજન કર્યા પછી એક ગ્લાસ જેટલો પીવાથી વાળ તથા ચામડીના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે.

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે તેથી હાર્ટની બીમારીઑ માં ફાયદાકારક છે. શેરડીના રસમાં સુક્રોઝ ગ્લુકોઝ હોવાથી નબળાઈ દુર કરી એનર્જી આપે છે. શેરડીના રસમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી હાડકા મજબુત થાય છે.
શેરડીનો રસ પીવાથી શરીરમાં મોઈશ્ચર બનતા સ્કીન અને વાળને હેલ્થી રાખવામાં મદદરૂપ છે. રસમાં આર્યન હોવાથી  લોહીની કમી(એનિમિયા) થી બચાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top