100 વર્ષ સુધી કમર અને ગોઠણના દુખાવાથી દૂર રહેવું હોય તો આજ થી જ શરૂ કરી દ્યો આની એક ચમચી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now
મોટાભાગની 35 પછી ની મહિલાઓ અને ઘરઘરની સમસ્યા છે કમરનો દુખાવો. આ દુખાવો અસહ્ય હોવાથી લોકો પરેશાન થઈ જાય છે અને અવનવી દવાઓનું સેવન કરે છે છતાં પણ તેનાથી છુટકારો મળતો નથી પરંતુ આજે અમે એક એવી ઔષધિ લઈ ને આવ્યા છીએ જે માત્ર થોડા દિવસમાં ગમે તેવા કમરના દુખવાથી છુટકારો આપી દેશે.
મોટાભાગના લોકોમાં કમરના દુખાવાની આજીવન ફરીયાદ રહેતી હોય છે તેવા લોકોને અશેળીયાની રાબ અથવા ખીર ખાવાની ભલામણ કરાય છે રાબ ઘી ગોળ અને પાણીથી બને છે જેને આયુર્વેદ માં યવાગુ કહી શકાય જયારે ખીર દૂધ સાકર થી બને છે એટલે જે દરદી પિત્તપ્રકૃતિના હોય એમને ખીર અને વાત પ્રકૃતિના હોય એમને રાબ વધુ અનુકૂળ રહે છે. અશેળિયા ને ઉત્તરભારતીય હિંદી માં ચંદ્રસૂર કહે છે. અંગ્રેજીમાં હલીમ સીડ્સ કહેવાય છે.
 
અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. અશેળિયાના છોડ એક વર્ષમાં એકથી બે ફૂટ જેટલા ઊંચા થાય છે, જેને નદી-નાળાના કિનારા પરની જમીન વધુ માફક આવે છે. તેનો પાક ફાગણ-ચૈત્ર મહિનામાં તૈયાર થાય છે. તેનાં મૂળ પાસેનાં પર્ણો લાંબી ડીંટડીવાળાં અને વિભાજીત હોય છે. ડાંડી પરનાં પર્ણો ડીંટડી વગરનાં અને સાંકડાં હોય છે, જેની ઉપર સફેદ રૂંછા જોવા મળે છે. તેનાં ફળ દોઢ ઈંચ લાંબી રેખા જેવાં હોય છે. ફળનાં દરેક ખાનામાં એક એક બીજ હોય છે. આ બીજ નાનાં સળી જેવાં લાલ રંગનાં હોય છે. બીજને પાણીમાં પલાળવાથી ચીકણી લુગદી તૈયાર થાય છે.
અશેળિયા ના બીજ માં ગંધક નું પ્રમાણ નહિવત્ તથા પલાળતાં ચીકણો થાય છે જે ભાંગતોડ પર સરસ પ્લાસ્ટર તરીકેનું કાર્ય કરે છે. અસેળીયો હાડક કે અસ્થિ ને મજબૂત કરે છે. અસેળીયામાં વીટામીન A, C,અને K વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
જે લોકોમાં લોહીની ઉણપ હોય તેમના માટે તો ઍસેલિયાનું સેવન બેસ્ટ છે કેમકે તે  શરીરમાં રક્ત વધારે છે.  બાંધો મજબૂત કરવામાં, ઇમ્યુનીટી વધારવા અસેળીયો ઉપયોગી છે. આ ઉપરાત, સ્ત્રીઓને ધાવણ વધારવા અને માસિક સ્ત્રાવ નિયમિત કરવામાં અસેળીયો વપરાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ દવાનું કામ કરે છે તેમજ વજન ઉતારવા માટે પણ અસેળીયો મહત્વનો છે. અશેળિયાની તસિદ ગરમ છે. પરંતુ એક ચમચી જેટલો અસેળીયો રોજ લઇ શકાય.

અશેળિયાને સેવન કરવાની રીત: 

અશેળિયાની ખીર બનાવીને પણ ખાઈ શકે. આ ઉપરાંત રોટલી કે રોટલામાં નાંખીને દળીને પણ લઇ શકાય છે. તેના લાડુ બનાવી શિયાળુ પાક તરીકે લઇ શકાય છે.

અશેળિયાની ખીર ચામડી ના રોગો માટે બેસ્ટ તેમજ વાયુ નાશક અને વારંવાર ગુમડા થતા હોય એમના માટે બેસ્ટ ઔષધિ છે.

અશેળિયાની ખીર બનાવવાની રીત: 

સૌ પ્રથમ દૂધ ને ઉકાળી ને તેમાં અશેળિયો નાખવો અને તે ખીર જેવું થાય એટલે તેમાં સાકર અથવા ગોળ નાખી ને ખીર તૈયાર કરવી. થોડું ટેસ્ટી બનાવવા માટે એલચી નો ભૂકો ઉમેરી શકાય. આ ખીર નું સેવન કરવાથી વાયુ નો નાશ થાય છે અને કમર ને ખૂબ તાકાત આપે છે તેમજ ધાતુપુષ્ટિ કરે છે.

સુવાવડી સ્ત્રી ને બે મહિના પછી ખવડાવવાથી એને ડિલિવરી પછી નો કમર નો દુઃખાવો રહેતો નથી. આ બીજની તાસીર થોડી ગરમ હોય છે. જેથી ઉનાળામાં તેને ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું. રોજ 1/4 ચમચી બીજ રાતે પાણીમાં પલાળી સવારે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને આ ડ્રિંક પી શકો છો.

આ ડ્રિંક સાંજે પણ પી શકાય. પણ ધ્યાન રાખવું જ્યારે પણ આ સીડ્સનો ઉપયોગ કરો તેને 5-6 કલાક પાણીમાં પલાળી દેવા.  તેને ડાયટમાં સામેલ કરવાથી વજનને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. સાથે જ તે રોગો સામે લડવાની તાકાત વધારે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો પણ હોય છે.

આ સાથે જ જે મહિલાઓને પીસીઓડીની સમસ્યા હોય, હોર્મોનલ પ્રોબ્લેમ હોય તેમના માટે પણ આ  બીજ ખૂબ જ લાભકારી છે. સાથે જ આ બીજ ખાવાથી સેક્સ પાવર પણ વધે છે અને ફર્ટિલિટીમાં પણ વધારો છે. આ મહિલા અને પુરૂષો બંનેને ફાયદો આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top