માત્ર 15 દિવસમાં આ નાનકડા બીજ સફેદ કોઢ, ખરજવા અને વાયુથી થતાં દરેક રોગ જીવનભર કરી દેશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાવચીના છોડ બે હાથ ઊંચા વધે છે. એનાં પાંદડાં સાધારણ નાનાં હોય છે. એ છોડ ઉપર કાળા રંગનાં મરી કરતાં પણ બારીક બીજ આવે છે. તેનું તેલ દવામાં ઉપયોગી છે. બાવચી શરીરે ચોપડી સ્નાન કરવાથી ખરજવા નો નાશ થતો મનાય છે.

બાવચી કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયન, મધુર, રુચિપ્રદ, રૂક્ષ, હૃદ્ય, અગ્નિદીપન, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે. અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડૂ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ તથા વાયુનો નાશ કરનાર ગણાય છે.

બાવચી ના બીજ ત્રાંસા, સપાટ અને કાળા રંગના હોય છે. તેના બીજ કડવા સ્વાદ અને અપ્રિય ગંધ સાથે કિડની આકારના હોય છે. બાવચીના છોડના પાંદડાઓ મ્યુક્રોનેટના સ્તર સાથે નાના અને ગોળાકાર હોય છે. બાવચીના છોડના ફૂલો પીળા અને જાંબુડિયા વાદળી હોય છે.

બાવચીને ગાયના મૂત્રમાં પલાળી રાખો તથા ત્રણ-ત્રણ દિવસ પછી ગૌમૂત્ર બદલતા રહો, આ રીતે ઓછામાં ઓછું ૭ વાર કર્યા પછી છાંયડામાં સૂકવી પીસી ને મૂકી રાખો. તેમાંથી ૧-૧ ગ્રામ પાઉડર સવાર-સાંજ તાજા પાણી સાથે જમવાના એક કલાક પહેલા લો. આનાથી સફેદ ડાઘમાં ચોક્કસ લાભ થશે.

એક કિલો પાણીમાં બાવચીને પલાળી છોતરું ઉતારી વાટી ૮ કિલો ગાયનું દૂધ તથા ૧૬ લીટર પાણીમાં ઉકાળો. પાણી બળી જાય ત્યારે ફક્ત દૂધ લઈ તેમાં મેળવણ મેળવી જમાવો. માખણ કાઢી તેનું ઘી બનાવો. એક ચમચી જેટલું ઘી મધ મેળવી ચાટવાથી સફેદ કોઢમાં લાભ થાય છે.

બાવચી હળદર, મૂત્રનો અર્ક સમાન ભાગે લઈ ચૂરણ બનાવી કપડા વડે ચાળી લો. આ ચૂરણને ગૌમૂત્ર કે સિરકામાં વાટી સફેદ ડાઘ પર લગાવવાથી સફેદ ડાઘ મટી જાય છે. બાવચી તેલના ૧૦ ટીપાં પતાસામાં નાખી દરરોજ થોડા દિવસો સુધી ખાવાથી સફેદ ડાઘમાં લાભ થાય છે. બાવચીના ચૂરણને આદુના રસમાં ઘસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટી જાય છે.

એક ગ્રામ શુદ્ધ બાવચી ચૂરણ, બહેડાની છાલ તથા જંગલી અંજીરના મૂળની છાલના ક્વાથમાં મેળવી દરરોજ લેતા રહેવાથી સફેદ તથા બહુ વધારે ડાઘમાં લાભ થાય છે. બાવચી, ગંધક તથા ગુડ્મારને સરખા પ્રમાણમાં લઈ ત્રણેયનું ચૂરણ બનાવો, અને ૧૨ ગ્રામ ચૂરણને રાત્રે પાણીમાં પલાળો. તથા પ્રાતકાળે નિતારેલું પાણી પી લો તથા તળિયે બચેલા પદાર્થને સફેદ ડાઘ પર લગાવતા રહેવાથી સફેદ કોઢ નાશ પામે છે.

બાવચી, પવાંડ, ગેરૂ સરખા પ્રમાણમાં લઈ વાટી આદુના રસમાં ખાંડી સફેદ ડાઘ પર લગાવી તડકે બેસી શેક કરવાથી સફેદ કોઢ મટી જાય છે.  બાવચી, અજમો, પવાંડ તથા કમલ કાકડી સરખા પ્રમાણે લઈ વાટી, મધ મેળવી ગોળીઓ બનાવો. એકથી બે ગોળી સવાર-સાંજ અંજીરના મૂળનો ક્વાથ બનાવી તેની સાથે લેવાથી સફેદ કોઢ નાશ પામે છે.
એક ગ્રામ શુદ્ધ બાવચી તથા ત્રણ ગ્રામ તલ લઈ બે ચમચી મધ મેળવી સવાર-સાંજ સેવન કરવાથી સફેદ ડાઘ મટી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top