બસ પૂછવાનું રહી ગયું. -હૃદય સ્પર્શી નાખે એવી સ્ટોરી એકવાર જરૂર વાંચો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

‘ ધસસ…..” કશુક જોર થી ભટકાવા નો અવાજ આવે

” શ શ….” કોઈ કાર ની જોર થી બ્રેક લાગે છે…

ઘણા લોકો પાર્કિંગ ની બહાર ભેગા થઈ ગયા હતા. ઘણા લોકો ભાગીને ત્યાં જઈ રહ્યા હોય છે. પણ વિનય ત્યાં પાર્કિંગ પાસે જ ઉભો રહી જાય છે. તેને કશું પણ સમજાતું નથી કે પાર્કિંગ ની બાર શું થયું….. વિનય ની પાછળ થી કોઈ ભાગીને જોવા માટે જાય છે ત્યાં વિનય સાથે તે અથડાઈ જાય છે અને વિનય ને ભાન આવે છે. તે તેના પગ ને ગતિ આપે છે અને જ્યાં કાર સાથે કોઇ અકસ્માત થયું છે તે કોણ છે તેના પગ કરતા પણ તેના મનમાં કોઈ ના વિચારો આવી રહિયા હોય છે. તે તેના વિચારો ને બ્રેક લગાવે છે અને ત્યાં ટોળાને હટાવતા તે આગળ વધે છે.

તે આગળ આવે છે ત્યાં જોવે ત્યાંજ તે ચોકી જાય છે. એક સ્કુટી કાર ની આગળ પડી હોય છે અને ત્યાં એક વીસેક વર્ષ ની છોકરી નીચે પડેલી હોય છે અને બધા તેને ફરતે ઉભા હોય છે, તેના માથાં પર થી ખૂબ જ લોહી નીકળતું હોય છે, અને તે બેભાન હોય છે ત્યાં આજુબાજુ ઘણું લોહી હતું એટલે ઘણું ખરું લોહી વહી ગયું હતું. વિનય ની પાછળ થી કોઈ બોલે છે આને હોસ્પિટલ લઈ જાવ. કોઈ તેને ઓળખતું ન હોવા ને કારણે કોઇ કશું જ કરતું નથી . આ વાત સાંભળી ને વિનય સીધો ઝબકી જાય છે. તે બેભાન હોવાથી તેને પોતાના બે હાથ વડે ઉપાડે અને ધ્યાન રાખે છે કે છોકરી ને ઇજા થઇ છે તે વધારે ના થાય. પેલા ટોળા માંથી કોઈ જતી રીક્ષા વાળા ને ઉભી રખાવે છે અને વિનય તેમાં બેસી જાય છે. વિનય ના ખોળા માં પેલી છોકરી નું માથું હોય છે.

વિનય તેને એક ટશે જોયા રાખે છે. તે તેના ખિસ્સા માંથી રૂમાલ કાઢે છે અને પેલી છોકરી ના માથાં માં જે જગ્યા એ થઈ થોડા થોડા લોહી નીકળી રહયા હોય છે. વિનય તેના કપાળ પર જામેલ લોહી ને લૂછે છે . વિનય તેના ચહેરા પર એક નજર ફેરવે છે.

વિનય ગવર્મેન્ટ જોબ માટે ક્લાસ કરવા તેમના કાકા ના ઘરે આવે છે. 17 જાન્યુઆરી પહેલા દિવસે જાય છે, તે તેના એક દોસ્ત રાહુલ જાય છે. તે બીઆરટીએસ જે સુરત માં ચાલી રહી હોય છે તેમાં બંને આવવા અને જવાનું નક્કી કરે છે. તે નો પહેલો દિવસ હતો તે અને તેનો રાહુલ એકેડમી એ પહોંચે છે. વિનય જોવે છે કે બે માળ એકેડમી હોય છે બંને બીજા માળે જલ્દી ચડી જાય છે વિનય થોડો સ્વચ્છ થાય છે અને આગળ ચાલે છે ત્યાં કોઈ નોટીસ બોર્ડ ની સામે કેટલા સ્ટુડન્ટ ને ઉભા જોવે છે. તે ત્યાં જાય છે તો તે નોટિસ બોર્ડ પર ન્યૂઝપેપર ના કોઈક સારા ટોપીક્સ લગાવેલા હતા અને બધા સ્ટુડન્ટ વાંચી રહ્યા હતા. તો કોઈક ફોન માં ફોટોસ પાડી રહ્યા હતા. તેના દોસ્તએ તેને કલાસ માં જવા કહ્યું. વિનય અને તેનો દોસ્ત વચ્ચેના ભાગ માં બેસી જાય છે. કલાસ માં હજી કોઈ લેક્યર લેવા કોઈ સર આવિયા ન હતા એટલે વિનય બધું જોઈ રહ્યો હતો. તે બોર્ડ પર લખેલું વાંચી રહીયો હતો પણ તે સમજ માં નહિ આવતા તેમાં મગજના દોડાવા નું ટાળીયું. અને તે પુરા ક્લાસ માં નિરીક્ષણ કરે છે. તે જોવે છે કે કેટલાક લોકો તેના કરતાં પણ ખૂબ મોટા હોય છે અને કેટલા લોકો ના તો લગન પણ થઈ ગયા હોય છે. થોડી વાર માં જ સર આવી જાય છે અને લેક્ટર શરૂ થઈ જાય છે.

12:30 લેકચર પૂરો થઈ જાય છે. બંને બહાર આવે છે. રાહુલ તેને પૂછે છે ” સમજાય છે ને ?” વિનય હકાર માં માથું ધુનાવે છે પછી બન્ને બસ સ્ટોપ પર જવા માટે એકેડમી માંથી નીકળી જાય છે.એકેડમી પર પહોંચે છે ક્લાસ માં વિનય જાય છે. હજી પણ ડેમો ક્લાસ ચાલતા હોવાથી નવા લોકો આવી રહિયા હોય છે . વિનય અને રાહુલ આગળ જઈ ને બેસી જાય છે. વિનય આજે પણ જે લોકો નવા આવેલા હતા તેને જોઈ રહીયો હતો. ત્યાં તેની નજર ક્યાંક અટકી જાય છે. તેની સામેના વિભાગમાં કોઈ છોકરીઓ વાત કરી રહી હોય છે. તેનો અવાજ તો વિનય સાંભળી શકતો નથી કારણ કે તે થોડી દૂર હોય છે. વિનય તેને જોતો જ રહી જાય છે , લાલ લિપસ્ટિક, કાજલ લગાવેલી તેની આંખો, તે સ્માઈલ કરે અને તેના ગાલ પર ખાડા પડતાં જોઈ વિનય તો તેમાં ડુબીજ ના ગયો હોય તેમ તેને ભાન ના રહીયું કે સર પણ ક્લાસ માં આવી ગયા હતા, અને આ ભાઈ હજી પણ પાછળ ફરી ને તેના સૌંદર્ય ને નિહાળી રહ્યા હતા.

ત્યાં તેની પાસે બેસેલો રાહુલ નું ધ્યાન પડી જાય છે અને તેને જોર થી કોણિ મારે છે, ત્યાં અચાનક જ વિનય નું ધ્યાન સર પર પડે છે અને તે નીચે મોં કરી લે છે . વિનય પુરા લેકચરમાં તે પાછળ ફરી ફરી ને જોયા કરે છે, પણ હજુ પેલી છોકરી ને ખબર પડી ન હતી કે તેને કોઈ ના દિલ માં જગ્યા બનાવવાની શરૂઆત કરી દીધી છે. જેવો લેક્ટર પૂરો થાય છે તેવી પેલી મનો બુલેટ ટ્રેન ના હોય તેમ ચાલવા લાગે છે,

વિનય તેની પાછળ જવા માંગે પણ રાહુલ હજી ક્લાસ માં જ હોય છે અને વિનય તેની રાહ બહાર જોવે છે. તે બારી માંથી પેલી ને પાર્કિંગ તરફ જતી જોવે છે તે બસ થોડા જ પલ માં ગાયબ થઈ જાય છે અને વિનયનું મન વિચારો માં વંટોળ માં પડે છે.

વિનય એને રોજ જોયા કરતો પણ તેની સાથે વાત કરી શકતો નહિ. બસ જોયા જ કરે, શનિવારે નોટીસ આવી કે આવતા સોમવારે થી બાજુ ના ક્લાસ માં બેસવાનું રહેશે . થોડી વાર પુરા તો પુરા ક્લાસ માં અવાજ થવા લાણીયો અને સર આ વાત કહીને નીકળી ગયા, વાત વિનય સાંભળે છે અને એનું મન વિચારે છે કે કાશ જો પેલી મારી પાછળ આવી ને બેસે તો…?બસ માં જતી વખતે પણ એજ વિચારો માં ખોવાયેલ રહે છે કે જો તે મારી પાસે કા તો પાછળ બેસે..

સોમવારે તૈયાર થઈ ને જાય છે તે કલાસ રૂમ પાસે પહોંચે છે તો તેના દિલ ની ધડકન વધી જાય છે. તે ક્લાસ માં અંદર જાય છે અને વચ્ચેના ભાગ માં પહેલી બેન્ચ પર તે બેસી જાય છે, રાહુલ હજી આવીયો ન હતો તે નોટિસ બોર્ડ વાંચી રહીયો હોય છે. વિનય ના દિલ અને દિમાગ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે કે તે આવી ને આપડી પાછળ ની બેન્ચ પર બેસશે, અને દિમાગ દિલ ને ડરાવતા કહેતું હોય છે કે તે ત્યાં આવી ને બેસે જ શું કામ…? આ બન્નેના યુદ્ધ વચ્ચે વિનય બિચારો મુંજાય જાય છે તે હવે કહી પણ વિચારે તેની પહેલા તો પાછળ ની બેન્ચ થઈ થોડો ધક્કો લાગે છે, વિનય ધીરે થઈ ને પાછળ કરે છે તરતજ આગળ ફરી જાય છે. દિલ અને દિમાગ ના યુદ્ધ માં દિલ જીતી ગયું હોય છે અને તેના હરખ નો પાર ના રહીયો હોય વિનય મન માં ને મન માં મલકાઈ છે. વિનય નું દિલ તો જોર થી ચીસ નાખવા માગતું હતું પણ એવું કરી શકે તેમ હતો નહિ એટલે તે થોડો સીધો થઈ ને શાંત બેસી રહે છે. ત્યાં તેનો દોસ્ત રાહુલ આવી ને તેની પાસે બેસે છે.

થોડી વાર માં જ પેલી છોકરી પાસે પણ કોઈક આવી ને બેસે છે અને તે બંને કશીક વાત કરે છે ત્યાં પેલી છોકરી પાસે બેસેલ ના લગ્ન થઈ ગયા હતા તો વિનય ની પાછળ બેસેલી છોકરી બોલે છે ” સાસુ બહુ કચકચ કરે નઇ” આ વાત સાંભળતા જ વિનય પાછળ ફરે છે અને ત્રણેય હસવા લાગે છે . વિનય કઈક પૂછવા જઈ રહીયો હોય છે ત્યાં જ સર આવી જાય છે. લેકચર શરૂ થઈ જાય છે વિનય ને ખબર ન હતી કે પેલી એ તેના પણ વિનય ની બેન્ય નીચે લાંબા કરી ને આરામ થી બેઠી હોય છે ત્યાં વિનય સીધો થાય છે ત્યાં બંને ના પગ એક બીજા ને અડકે છે વિનય ના શરીર માં અચાનક ધુર્જરી આવી જાય છે એ અજાણીયા સ્પર્શ થઈ તેને ખ્યાલ આવી જાય છે કે શું થયું હોય છે પેલી ને પણ પરિસ્થિતિ નો ખ્યાલ આવી જાય છે અને સરખી બેસી જાય છે.વિનય તેના જ ખ્યાલ માં ખોવાયેલ રહે છે અને વિનય તેને ક્રશ(આપણે જેને ખૂબ જ પ્રેમ કરતા હોય તેવી વ્યક્તિ બનાવી લે છે.

વિનય બે ત્રણ દિવસ થયા કઈક પૂછવાનો પ્રયત્ન કરે છે પણ દર વખતે કોઈ ને કોઈ કારણ તે પૂછી નથી શકતો. એક દિવસ તે વિચારી લે છે કે આજે તો મન માં જે એક સવાલ ઘણા સમયથી હેરાન કરી રહીયો હતો તે પૂછી ને જ રહેશે. તે ક્લાસ માં પહોંચી જાય છે. તે અને તેનો દોસ્ત બને બેઠા હોય છે ત્યાં જ પાછળ કોઈ બેસે છે અને વિનય પાછળ ફરે છે તો તેની જગ્યા એ કોઈ બીજી છોકરી આવી ને બેસી જાય છે. કારણ કે આગળ દિવસે તેમના મેડમે કયુિં હતું કે કોઈ ની પણ જગ્યા ફિકસ નથી પાછળ બેઠેલા લોકો પણ આગળ આવી ને બેસી શકે છે. મતલબ જે પેલા આવે તેની તે જગ્યા ત્યાં વિનય ની પાછળ થી પેલી હળવે થી બોલે છે કે અમે તો અહીજ બેસવાના છીએ અને વિનય તેની વાત સાંભળી જાય છે તે મન માં ને મન માં હસે છે અને પણ તેને કહેવા માંગતો હતો કે “હા તું અહીંજ બેસજે” પણ તે તેને કહી શકતો નથી અને મન માં બોલી દે છે. પણ બીજા દિવસે એવું થતું નથી. વિનય ખુબજ ગુસ્સો આવે છે અને તે મન માં ને મન માં પેલી છોકરી ને ગાળો આપી દે છે કે આને પણ આજ જગ્યા મળી હતી બેસવા માટે હવે મારો ક્રશ આવી ને ક્યાં બેસશે…?

ત્યાં થોડી જ વાર માં તે પણ આવે છે અને જુવે છે તો તેની જગ્યા પર કોઈ બીજું આવી ને બેસી ગયું હોય છે વિનય પાછળ ફરી ને તેની તરફ જુવે છે તે પેલી છોકરી ની પાછળ બેસી જાય છે. વિનય ને પુરા લેકચર માં ધ્યાન રહેતું નથી , તે ગુસ્સામાં જ રહે છે આજે તેને કંઈક પૂછવાનું હતું જે આજે તેની પાછળ વાળી ના લીધે રહી ગયું હોય છે. લેકચર પૂરો થાય છે અને તરત જ વિનય આજે તેના દોસ્ત રાહુલ ની રાહ જોયા વગર જ બેગ પેક કરે છે અને વિનય પાછળ ફરી ને જુવે છે કે પેલી પણ ઉભી થઇ ને ચાલવા લાગી હોય છે વિનય જલ્દી થી તેની પાછળ જાય છે અને જોવે છે તો પેલી ના બેગ ખુલ્લું હોય છે વિનયને તેનું નામ ખબર ના હોવા ને કારણે તે તેને મેડમ કહીને બોલાવે છે પણ તેનું ધ્યાન પોતાની તરફ લાવી નથી શકતો વિનય ઝડપ થી તેની બિલકુલ પાસે આવી જાય છે અને કહે છે “મેડમ આપણું બેગ ઓપન છે ” હા કોઈ પણ છોકરો કોઈ છોકરી સાથે વાત કરવા જાય એટલે તેની બોલી કરી જ જતી હોય છે….

થેંક્સ” પેલી પ્રતિ ઉત્તર આપે છે . વિનય થોડો નર્વસ હોવાથી શું પૂછવાનું હતું તે ભૂલી જાય છે ” આજે તમારી જગ્યા પર કોઈ બીજું આવી ને બેસી ગયું હતું.”

“આજે તો બહુ જ બૉરીગ લેક્ટર હતો.” તે વિનય ને કહે છે. તે બંને ધીમે ધીમે ચાલી રહ્યા હોય છે પણ બંને એક બીજા સામેં આંખો મીલાવી નથી શકતા . વિનય તેની સાથે જ ચાલે છે તે રાહુલ ની રાહ જોતો નથી . બન્ને સાથે જ નીચે ઉતારે છે…વિનય ના મનમાં કશુક ચાલી રહીયું હોય છે પણ તે કહી શકતો નથી. વિનય ને કોઈ સવાલ મુંજાવી રહીયો હોય છે. બંન્ને શાંત થઈ ચાલી રહ્યા છે , વિનય નું દિલ અંદર થી વિનય ને કહી રહ્યું હોય છે કે તેને કહે કે “હું તારા માટે કાલે જગ્યા રાખીશ કાલે સુ હમેશાં રાખવા માટે ત્યાર છું” ત્યાં જ વિનય ને પેલો સવાલ યાદ આવે છે.અને તે તેને પૂછવા માંગતો જ હોય છે ત્યાં તો પાર્કિંગ આવી ગયું હોય છે. તે તેની સ્કુટી કાઢે છે અને વિનય તેને તાકી ને જોયા કરે છે અને વિનય બોલે છે “મેડમ” ત્યાં જ પેલી સ્કુટી ઉભી રાખીને પાછળ ફરે છે…

“હેલો ભાઈ હેસ્પિટલ આવી ગઈ છે ” વિનય અચાનક ઝબકી જાય છે તે પેલી ને હાથ માં લઇ જાય છે ત્યાં હોસ્પિટલ માં જતા જ ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરવા માટે તેને પલંગ પર સુવડાવે છે. ડોક્ટર વિનય ને બાર રહેવાનું કહે છે વિનય રૂમ ની બહર નીકળવા જાય છે ત્યાં તો તેનો હાથ કોઈકે પકડી રાખીયો હોય છે. વિનય નો હાથ રીક્ષામાં હોય છે ત્યાર નો પેલી એ પકડી રાખીયો હોય છે તે છોકરી પુરી રીતે હોશ માં હોતી નથી વિનય તેની તરફ જોવે છે ત્યાં ધીરે ધીરે તેની આંખો બંધ થતી જાય છે તેમ છે તેમ તેમ હાથ ની પકડ મજબૂત થતી જાય છે. તે પણ કશુક વિનય ને કહેવા માંગતી હોય છે પણ તે બોલી શકતી નથી. વિનય ને નર્સ બહાર જવાનું કહે છે વિનય રૂમ ની સામે રહેલ ખુરશી પર બેસી જાય છે તેની આંખ માં આંસુ આવી જાય છે.

ત્યાં એક નર્સ આવી ને કહે છે કે તમે ફોર્મ ભરી આપો. વિનય ઉભો થાય છે આંસુ લૂછે છે ફોર્મ હાથ માં લે છે તે નર્સ ને તારીખ પૂછે છે નર્સ “14 ફેબ્રુઆરી” વિનય ની આંખો પાછી ભીની થઇ જાય છે અને દિલ માંથી અવાજ આવે છે “બસ કહેવાનું રહી ગયું.” ફોર્મ આગળ ભરે છે ત્યાં જ “નામ:-” શું લખે વિનય તે ખાલી જગ્યા પર તેના કારણે જ આ હાલત થઈ હતી આજ સવાલ માટે તે તેની ઉભી રાખી હતી. દિલ માંથી ફરીથી એક નિસાસો આવે છે ..…

બસ પૂછવાનું રહી ગયું..….”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top