ઇટ એન એપલ એવરી ડે, કિપ ડોકટર અવે. આ ખૂબ જ જૂની અને જાણીતી વાત છે. કેટલાય સંશોધનોમાં તે સાબિત પણ થઇ ચૂકયું છે કે જે રોજ એક સફરજન ખાય તેણે ડોકટર પાસેે જવું પડતું નથી. સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તેેનાથી શરીરમાં થતા વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે.
સફરજનનો રસ મોઢામાં બેક્ટેરિયાને મારે છે. તે દાંતને ઇન્ફેક્શનથી તો બચાવે જ છે સાથે તેને મજબૂત પણ કરે છે. સફરજનનાં સેવનથી દાંતમાં સડો થતો નથી. વજન ઓછું કરવા માટે જો તમે ડાયટિંગ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા ડાયટમાં સફરજનને સામેલ કરી લો કારણ કે સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.
વિવિધ સંશોધનમાં હવે એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે સફરજનમાં એવાં અનેક તત્વો છે જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. સફરજનને હંમેશાં છાલ સાથે જ ખાવું જોઇએ. દરરોજ સફરજનનું સેવન કરવાથી શરીરની ધમનીઓ સારી રીતે કાર્ય કરી શકે છે. સફરજનમાં ફાઇબરનો બહુ મોટો સ્રોત છે જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠા થતાં રોકે છે. આનાથી હૃદય સ્વસ્થ બને છે.
ભોજનમાં તૈલી, જંક ફૂડ અને વધારે પડતું ગળ્યું ખાઇએ છીએ જે લિવરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ છોડે છે. સફરજન ખાવાથી લિવરનું બધું ટોક્સિન નીકળી જાય છે. સફરજન ફાઇબર યુક્ત ફળ છે જેને દરેક ડાયટિશિયન બહુ જાડા લોકોના ચાર્ટમાં સામેલ કરે છે. આનાથી વ્યક્તિની ભૂખ વધુ કેલરીના સેવન વગર જ શાંત થઇ જાય છે.
દિવસ દરમ્યાન માત્ર એક જ સફરજન ખાવું જોઇએ, જાણકારોના મતે સફરજન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. રોજ એક સફરજન ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે છે. એક સફરજન ખાવાથી માનસિક તણાવ રહેતો નથી. સફરજનની અંદર રહેલા પોષક તત્વો આપણા મગજમાં પ્લેઝર હોર્મોન્સનું સ્તર સંતુલિત કરે છે.
એપલમાં કેન્સર સામે લડવાના ઘણા ગુણધર્મો છે. જે લોકો દરરોજ એક સફરજન ખાય છે તેમના શરીરમાં કેન્સરના સરળ કોષો હોય છે જેને સરળતાથી શરીરમાં બનતા અટકાવે છે. સફરજનમાં હાજર પોષક તત્વો શરીરને ડિટોક્સ કરે છે. આને કારણે, શરીરમાં પ્રદૂષિત તત્વો ટકી શકતા નથી તે જલ્દીથી દૂર થાય છે. સફરજનનું જ્યુસ પીવાનું ટાળવું કારણ કે તેમાં ફાયબર હોતું નથી. તેથી સફરજનને આખું ખાવાથી જ લાભ થાય છે. સાથે જ દાત પણ સફેદ થાય છે.
વ્યક્તિએ સવારના નાસ્તા પછી એક કલાક અથવા બપોરના એક કલાક પછી એક સફરજન ખાવું જોઈએ. પરંતુ ધ્યાનમાં રાખો કે ખાલી પેટે સફરજન ક્યારેય ન ખાતા નહીં તો ગેસ પણ થઇ શકે છે.
સફરજનમાં ફાઈબર અને વિટામિન-સી ભરપુર પ્રમાણમાં હોય છે.સફરજન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે,પરંતુ સાથે-સાથે પાચનક્રિયા સ્ટ્રોંગ બને સફરજનમાં ફાઇબરનું પ્રમાણ હોવાથી ચરબી ઘટડાવામાં મદદરુપ થાય છે.સાથે સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે,અને હા સફરજન ખાસ કરીને છાલ સાથે જ ખાવા જોઈએ,સફરજનની છાલ પણ ખુબજ ફાયદા કારક હોય છે,છાલ સાથે સફરજન ખાવાથી તેમાં રહેલા સંપૂર્ણ પોષક તત્વો આપણા શરિરને મળે છે.
યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત રીડિંગ યુનિવર્સિટી મારફત એક ખાસ રિસર્ચ કરવામાં આવ્યું હતું, રીસર્ચમાં ૪૦ કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો,જેમાં દરેક લોકોને બે ટુકડી માં વહેંચવામાં આવ્યા હતા.આ રિસર્ચમાં સામાવેશ કરવામાં આવેલા લોકોની જીવનશૈલી અને આરોગ્ય વિશે કેટલાક સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. પ્રથમ ટુકળીના લોકોને ૨ મહિના સુધી દરરોજ દિવસ દરમિયાન બે સફરજન ખાવાનું કહેવામાં આવ્યું,જ્યારે બીજી ટુકળીના દરેક લોકોને બે સફરજનો જ્યુસ પીવાનું કેહવામાં આવ્યું હતું.
આ રિસર્ચ કરતા પહેલા દરેક લોકોના કોલસ્ટ્રોલના પ્રમાણનું ચોક્કસ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું,ત્યારે જે એક ટોળકી દિવસ દરમિયાન બે સફરજન પોતાના આહારમાં લેતી હતી તે ટોળકીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૫.૮૯ જોવા મળ્યું હતું અને બીજી ટોળકી કે, જે સફરજનનું સેવન ન કરતા સફરજનના જ્યુંસનું સેવન કરતી હતી તે ટોળકીના તમામ લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૬.૧૧ જોવા મળ્યું હતું