મોંઘી દવાઓ વગર દરેક પ્રકારના આંખના રોગો અને નંબર માંથી છુટકારો અપાવશે આ ખૂબ જ અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે ત્યારે આવી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે. આંખની બળતરા માં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે. આંખની બળતરા માં ધાણા અને સાકર નું પાણી આંખમાં નાખવું.

ધાણાને પાણીમાં પલાળી રાખી પછી મસળી તેને ગાળીને તે પાણીથી આંખો ધોવાથી દુખતી આંખો સારી થાય છે. એલચીના દાણા અને સાકરનું ચૂર્ણ દરરોજ સવારે પાણી સાથે લેવાથી આંખોની બળતરા ઓછી થાય છે. તેમ જ આંખોનું તેજ ઘટતું હોય તો તે અટકી જાય છે. હળદર, ફટકડી અને આમલીનાં પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.

હળદરના 2-4 ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી, દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલું, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે. આંખ આવે (લાલ થાય) ત્યારે કોથમીર વાટીને તેના તાજા રસનાં બે-બે ટીપાં આંખમાં નાખવાં. કોથમીર સ્વચ્છ લેવી. ટીપાં નાંખવાથી થોડી બળતરાં થશે, પરંતુ તે અસરકારક છે.

ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી, રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવાં જેવાં દર્દો મટે છે. આખમાં કોઈ તકલીફ હોય તો હળદર તેમાં પણ ઉપયોગી પુરવાર થાય છે. અડધો કપ ગુલાબજળમાં ચપટી હળદર અને ફટકડી મેળવીને બબ્બે ટીપાં આંખમાં નાખવાથી આંખની તકલીફ દૂર થાય છે.

એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબજળમાં બરાબર ઘૂંટી-વાટી, એક બે ટીપાં થોડી થોડી વારે આંખમાં આંજતા રહેવાથી આંખ આવવાનો ચેપી રોગ (કંજક્ટીવાઈટીસ) ધીરે ધીરે દૂર થવા લાગે છે. ઘેટીના દૂધનાં પોતાં આંખ પર મૂકવાથી આવેલી આંખ મટી જાય છે.

હળદરને સોળગણા પાણીમાં ઉકાળી, બેવડ વાળેલા કપડા વડે ગાળી, શીશીમાં ભરી, તેનાં બબ્બે ટીપાં દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુખતી આંખો મટે છે. હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી પછી તેને છાંયડે સૂકવી, પાણીમાં ઘસી, સૂર્યાસ્ત પહેલાં બે વાર આ ટીપા આંખમાં આંજવાથી ધોળા રંગનું ફૂલું ની સમસ્યા મટે છે.

આંખોની નીચેના કાળા ભાગ પર સરસિયાના તેલની માલિશ કરવાથી અને સૂકા આંબળા અને સાકરનું ચૂર્ણ નું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દૂર થાય છે. કાળા તલને મધમાં બારીક વાટી, સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દિવસમાં જ આંખો નીચેના કાળાં કુંડાળા દૂર થાય છે. સાથે સાથે પ્રોટીન યુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.

ચાર-પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળી, સવારે છોલીને ખૂબ ચાવીને ખાવી. આ પછી થોડી વારે એ બદામ પલાળેલું પાણી પણ પી જવું. આ પ્રયોગ નિયમિત કરવો અને એક પણ દિવસ ખાલી જવા દેવો નહીં. થોડા જ દિવસોમાં આંખો દુખતી બંધ થઈ જશે.

કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી, ગાળી, તેનાં બબ્બે, ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે અને ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માના નંબર ઊતરે છે. આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે. મરી પાણીમાં ઘસી, આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે. આંખની ખંજવાળ દાડમના તાજા રસના ચાર-પાંચ ટીપાં દિવસમાં ચારેક વખત થોડા દિવસ મૂકતા રહેવાથી આંખની ખંજવાળ મટે છે.

આંખોને ખૂબ શ્રમ પહોંચવાને લીધે આંખો દુખતી હોય તો આદુનો રસ કપડાથી ગાળી, બબ્બે ટીપાં નાખવાથી તે મટે છે. શરૂઆતમાં એનાથી આંખમાં બળતરા થશે, પરંતુ પછીથી રાહત માલૂમ પડશે. એક ચમચી ઘી માં એક ચમચી ત્રિફળા ચૂર્ણ સવાર-સાંજ લેવાથી આઠ-દસ દિવસમાં આંખનો દુખાવો મટે છે.

આંખમાં વાગ્યું હોય, મરચું-મસાલો પડેલ હોય, કોઈ જીવડું પડી ગયું હોય, દુખતી હોય, ચીપડા આવતા હોય, પ્રકાશ સહન ન કરી શકે તેમ હોય તો રૂના પોતાને દૂધમાં પલાળીને આંખ પર દબાવી રાખવાથી સારો લાભ થાય છે અથવા ગાયના કાચા દૂધને ડ્રોપરની મદદથી રોગીની આંખમાં નાખો તો આંખ નો દુખાવો મટશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here