માત્ર 1 દિવસમાં શરીરના અણગમતા મસા, બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવાનો 100% દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેળું એક એવું ફળ છે કે જે ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને આનાં બે કારણો છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજું કારણ એ હોય છે કે આ ફળ ખાવામાં વધારે મહેનત લેતી નથી અને છાલ કાઢવામાં પણ વધારે સમય લાગતો નથી.

જ્યારે પણ કોઈ કેળાનું સેવન કરે છે, તો પહેલા તે તેની છાલ કાઢીને ફેંકી દે છે, કેળાની છાલને વ્યર્થ સમજીને ફેંકી દે છે, તે ખૂબ ગુણકારી હોઈ છે. કેળાને સુખી ફળ પણ કહેવામાં આવે છે. એટલે કે જો મૂડ ખરાબ લાગે તો કેળા ખાઓ અને મૂડ આપોઆપ સારું થઈ જશે.

કેળાની છાલ એવા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેને માથાનો દુખાવો અથવા આધાશીશીની સમસ્યા છે. માથાનો દુખાવો અને આધાશીશીની સમસ્યાથી રાહત મેળવવા માટે કેળાની છાલ તમારા કપાળ અને ગળા પર લગાવો. તેમાં હાજર પોટેશિયમ તમને માથાનો દુખાવોથી રાહત આપવામાં મદદગાર સાબિત થાય છે, સાથે જ તે મનને ઠંડક આપે છે.

કેળાની છાલનો ઉપયોગ કરીને દાંતને રોશન કરી શકો છો. આ માટે કેળાની છાલનો અંદરનો ભાગ દાંત પર થોડી મિનિટો સુધી ઘસો આ પછી દાંત ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ કરવાથી દાંતમાં ચમક આવશે.

કેળાની છાલનો ઉપયોગ કરીને વાળ નરમ અને મજબૂત બનાવી શકો છો. આ માટે કેળાની છાલનો ઉપયોગ વાળના માસ્કની જેમ કરવો પડશે. તેનાથી વાળ નરમ અને ચમકદાર બનશે.કેળાની છાલ ફેંકી દેવાને બદલે લગભગ બે મિનિટ સુધી ચહેરા પર માલિશ કરો. આ પછી ચહેરો ધોઈ લો. આ કરવાથી,ચહેરો ખૂબ મખમલ બની જશે.કેળાની છાલ લોહીને સાફ કરવા તેમજ કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

જો ચહેરા પર બ્લેકહેડ સતત થતા હોય તો તો કેળાના છાલનો ઉપયોગી સાબિત થશે. કેળાની છાલને મસળીને અડધી નાની ચમચી લીંબુનો રસ અને ચપટી બેકિંગ પાઉડર મિક્સ કરી લેવું. પછી બ્લેકહેડ્સવાળા ભાગ પર 10 મિનિટ માટે લગાડી દો અને પછી ચહેરો ધોઈ લેવો. પિમ્પલ્સથી કંટાળ્યા છો તો કેળાના છાલ ઉપયોગી નીવડે છે. આ માટે કેળાના છાલ પર મધ લગાડીને પિમ્પલ્સ પર હલ્કા હાથે મસાજ કરવી અને થોડી વાર પછી મોઢું ધોઈ લેવું.

આંખની નીચે ડાર્ક સર્કલ થઇ ગયા છે? તો આ સમસ્યામાં પણ કેળાના છાલ ઉપયોગી નીવડે છે. આ માટે કેળાના છાલને બ્લેંડરમાં પીસી લેવી અને તેમાં એલોવેરે જેલ મિક્સ કરી આંખની નીચેના ભાગમાં લગાડવી. જ્યારે સુકાઈ જાય તો ધોઈ લો અને આ ઉપાય સતત કરવાથી ડાર્ક સર્કલમાં દૂર થઇ જશે.

કેળાની છાલમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. આ માટે કેળાના છાલને મિક્સ્ચરમાં પીસીને તેમાં બે નાની ચમચી બદામનું તેલ મિક્સ કરી ચહેરા પર લગાડવું. 20 મિનિટ પછી ધોઈ લેવું.

કેળા ની છાલ ને મસ્સા ની પાસે વ્યવસ્થિત રીતે ૨૪ કલાક ના સમયગાળા માટે બાંધી રાખો તો તમે મસ્સા ની સમસ્યામાંથી આજીવન મુક્તિ મેળવી શકો. કેળા માં સમાવિષ્ટ વજન ને નિયંત્રિત રાખવામાં સહાયરૂપ બને છે અને તે સુગર લેવલ ને પણ નિયંત્રિત રાખે છે તથા ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે. આ સિવાય કેળા ની છાલ નો ઉપયોગ ગુલાબ ના છોડ માં ખાતર તરીકે પણ કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top