માત્ર 10 જ મિનિટમાં છાતી અને એસિડિટીની બળતરાને શાંત કરવા અત્યારે જ અજમાવો આ 100% ઘરેલુ દેશી ઉપાય  

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણી વખત તીખો તમતમતો ખોરાક ખાવાથી આપણને એસીડીટી અને ગેસની સમસ્યા થઇ જતી હોય છે. પેટમાં હોજરી પાસે એસિડ ભેગું થઈ જાય તો એસિડિટીની સમસ્યા સર્જાય છે. ઓછા-વધતાં પ્રમાણમાં દરેકને ક્યારેકને ક્યારેક તો એસિડિટીની સમસ્યા સર્જાય જ છે, અને મોટે ભાગે તેનું કારણ તીખો ખોરાક હોય છે. આજે તમે તમને એસિડિટી દૂર કરવાના ઉપચારો વિશે જણાવીશું.

જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય તે લોકોએ દરરોજ કાચુ દૂધ પીવું જોઈએ. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. એસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.

અમ્લપિત્ત અને અલ્સર એ પિત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો – દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો, હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બિલકુલ બંધ કરવા. તળેલાં, વાસી, ભારે, વાયડા, ચીકણા પદાર્થો, મરચું, મરી, લસણ, ડુંગળી, સૂંઠ, પીપર, ગંઠોડા, અથાણું, રાયતું, પાપડ, સાકર, વરિયાળી, કાળી દ્રાક્ષ, ધાણા, જીરુ, પાકાં કેળા, નાળિયેરનું પાણી વગેરે બધું જ બંધ કરવું.

આમળાનો મુરબ્બો કે આમળાનુ શરબત લેવાથી એસિડિટીમાં લાભ થાય છે. ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે. આદુ અને પરવળ ભેળવીને રાબ બનાવી લો. આ રાબ સવાર સાંજ પીવાથી એસીડીટી ની તકલીફ દુર થાય છે.

દ્રાક્ષ, હરડે અને સાકર લેવાથી એસિડિટીમાં લાભ થાય છે. લવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ.કોકમ, એલચી અને સાકર ની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. દ્રાક્ષ અને વરિયાળી રાત્રે 250 મિલિ પાણીમાં ભીંજવી રાખી સવારે મસળી- ગાળી તેમાં 10 ગ્રામ સાકર મેળવી થોડા દિવસ સુધી પીવાથી એસીડીટી, ઓડકાર, ઉબકા, ખાટી ઉલ્ટી, મોમા ફોડલા થવા, પેટમાં ભારેપણું વગેરે મટે છે.

લીંબુના ફૂલ અને સંચળને આદુના રસમાં પીવાથી એસિડિટી મટે છે. દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દિવસમાં એસિડીટિ મટે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસિડીટિ જડમૂળથી જતી રહે છે. આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડૂબાડી રાખવાં. તેમાંથી રોજ એક આમળું સવારે ખાવાથી એસિડિટી મટે છે.

ગોરસ આમલીનાં બી અને છેડાં કાઢી નાખી માત્ર ગરનું શરબત બનાવી તેમા જીરુ અને સાકર નાખી પીવાથી પિત્તશમન થઇ એસિડિટી મટે છે. એસીડીટીના સમયે પાણીમાં સુંઠ ઉકાળીને જે પાણી પીવાથી, અને તેના ટુકડા કાળા મરીમાં નાખીને ચુસવાથી એસીડીટીમાં રાહત થાય છે. સૂંઠ, આમળાં અને ખડી સાકરનુ બારીક ચૂર્ણ કરીને લેવાથી એસિડિટી મટે છે.

સવારે તુલસીનાં પાન અને બપોરે કાકડી ખાવી અને ત્રિફળાનુ સેવન કરવુ એસિડિટીમાં વરદાનરુપ છે. કેળામાં પોટેશિયમ અને ફાઈબર હોય છે. જેના લીધે પેટમાં એસિડ નથી બનતો. જો તમે પણ એસિડિટીની સમસ્યાને હંમેશા માટે દૂર રાખવા માંગતા હોવ તો દરરોજ કેળા ખાવા.

ગઠોડા અને સાકરનું ચૂર્ણ એકાદ મહિનો લેવાથી એસિડિટી મટે છે. મોટાભાગે ફૂદીનામાંથી ચટણી બનાવવામાં આવે છે.  આ ફુદીનાના પાંદડા વાટીને ભારે ખોરાક ખાવાથી પેટમાં બળતરા કે પેટના એસીડીટી વખતે કાળા મીઠા સાથે મેળવીને તેમાં લીંબુ નાખીને પીવાથી એસીડીટી શાંત થાય છે, જેના પાંદડા ચાવીને ખાવાથી પણ રાહત રહે છે.

લવિંગ નું ઉકાળેલું પાણી રોજ પીવો. ઉપરાંત એક ચમચી વરીયાળી ખાવાથી પણ એસીડીટી દુર થાય છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડો પીસેલો મરીનો ભુક્કો અને લીંબુનો રસ નાખી સવારે પીવાથી લાભ મળે છે. એસીડીટી ને દુર કરવાનો સૌથી સારો ઉપાય છે કે તરત જ નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પી લો. લીંબુ અને મધમાં આદુનો રસ નાખી પાણી સાથે પીવાથી પણ પેટની બળતરા શાંત થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top