ચામડી, પાચન અને વાળને લગતા તેમજ અન્ય 50 થી વધુ રોગોનો જડમૂળથી સફાયો કરે છે આ જ્યુસ ,અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

એલોવેરાને ઓષધીય વૃક્ષ પણ માનવામાં આવે છે. ઘણા લોકો એલોવેરાને એક ચમત્કાર વૃક્ષ માને છે, એલોવેરા માંથી બનાવેલા ત્વચા માટે ઘણા બધા ઉત્પાદન બજાર માં મળે છે આરોગ્ય અને વાળ મા પણ એલોવેરા થી લાભ મેળવે છે.

લોકો પ્રાચીન કાળથી એલોવેરાનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્રાચીન ઇજિપ્નાલોકો પણ એલોવેરાને અમરત્વના વૃક્ષ તરીકે ઓળખતા હતા.

નરમ ત્વચા માટે એલોવેરા ફેસ પેક કાકડીનો રસ, એલોવેરા જેલ, દહીં ગુલાબજળ અને ઉપર જણાવેલ તેલનું નરમ મિશ્રણ બનાવો. આ મિશ્રણને તમારા ચહેરા અને ગળા પર લગાવો, તેને 10 મિનિટ માટે રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ મિશ્રણ તમને નરમ, નરમ ત્વચા અને ચહેરો અને તાજગી આપશે.

નિયમીત  એલોવેરા ના રસ નો એક ગ્લાસ પણ પીવા મા આવે તો સંપૂર્ણ દિવસ સ્ફુર્તિમયી રહે છે. એલોવેરા નો ઉપયોગ એક પૌષ્ટિક આહાર ના સ્વરૂપ મા પણ થાય છે જેમા થી મિનરલ્સ તથા વિટામિન્સ પણ પ્રાપ્ત થાય છે. શરીર મા રહેલી રક્ત ની ઊણપ ને દૂર કરે છે.

પેટ ને લગતા રોગો તથા સાંધા ના દુઃખાવા મા પણ એલોવેરા ઉપયોગી છે. આ ઉપરાંત ગર્ભધારણ કરેલી સ્ત્રીઓ માટે પણ આ એલોવેરા નો રસ હિતકારી છે. આ ઉપરાંત સ્કીન ની સમસ્યા જેમ કે ખીલ , કરચલીઓ , ડાર્ક સર્કલ્સ , ફાટેલી એડી વગેરે મા એલોવેરા લાભદાયી છે.

કુવારપાઠું નો વપરાશ જેલ , બોડીલોશન , શેમ્પુ , સાબુ , ફેશિયલ વગેરે તરીકે કરી શકાય છે. આ ઉપરાંત કુવારપાઠું ના રસ ને મહેંદી મા ઉમેરી માથા પર લગાડવા મા આવે તો વાળ ચમકીલા બને છે. તેમજ  શરીર ના કોઈ ભાગ દાઝી ગયા હોય તથા ઘા લાગ્યો હોય તો તેના પર રૂઝ લાવવા માટે ઉપયોગી છે.

એલોવેરા ના રસ નુ નિયમીત સેવન કરવા થી કબજીયાત ની સમસ્યા મા રાહત થાય છે. જો તમારી સ્કીન કાળાશ પડતી હોય તો એલોવેરા ના રસ મા કોકોનેટ ઓઈલ મિક્સ કરી તે ભાગ પર લગાવવુ જેથી તે ભાગ ની કાળાશ દૂર થઈ જાય છે. આ ઉપરાંત એલોવેરા એ પાચનક્રિયા માટે ખૂબ જ લાભદાયી છે.

જે લોકો માથા ના ખોડા ની સમસ્યા થી પીડાતા હોય તેના માટે એલોવેરા લાભદાયી છે, આ એલોવેરા ના જ્યુસ નુ સેવન કરવા થી સ્કીન ની ચમક વધે છે તથા શરીર મા નવી સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે. આ ઉપરાંત જો વ્યક્તિ મોટાપા ની સમસ્યા થી પીડાતો હોય તો તેમના શરીર ની વધારા ની ચરબી દૂર કરવા એલોવેરા ઉપયોગી છે.

કમળા થી પીડીત દર્દી ને એલોવેરા નુ જ્યુસ આપવા મા આવે તો તેને રાહત મળે છે. જો તમને વારંવાર માથા નો દુઃખાવો થતો હોય તો એલોવેરાના રસ મા હળદર મિક્સ કરી લગાવવી જેથી તેમા રાહત મળે. એલોવેરા ના નિયમીત સેવન થી શરીર મા રક્તકણિકાઓ ની સંખ્યા મા વૃધ્ધિ થાય છે.

વર્તમાન સમય મા ખૂબ જ નાની વય ધરાવતા બાળકો ને ચશ્મા આવી જાય છે ત્યારે આંબળા અને જામુન ની સાથે કુવારપાઠું મિક્સ કરી ને ગ્રહણ કરવા મા આવે તો આંખો ની નબળાઈ દૂર થાય છે.

એલોવેરામાં એંટી બેક્ટીરિયા અને એંટી ફંગલ ગુણ હોય છે. જેના કારણે નાની-મોટી ઘા, બળતા – કાપતા પર કે કોઈ કીડાઆ કાપતા પર તેનો જેલને પ્રભાવિત જગ્યા પર લગાવી શકાય છે.

એલોવેરાનો સેવન લોહીની ઉણપને દૂર કરે છે. અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. 1 એલોવેરામાં 18 ધાતું, 15 અમીનોએસિડ અને 12 વિટામિન હોય છે. તેની તાસીર ગર્મ હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here