સફેદ ડાઘથી લઈ ને પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ છે આ દાળમાં, જરૂર જાણી લ્યો ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અડદની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારિક સાબિત થાય છે. અડદની દાળને પલાળીને તેને વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં પણ આરામ મળે છે. અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહે છે.

શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે.  કઠોળ પ્રોટીનો ખૂબ જ સારો સ્રોત છે. પુરુષો માટે તેના જબરદસ્ત ફાયદા છે. અડદની દાળના લાડુ બનાવીને તેનું સેવન કરવાથી શક્તિ વધે છે.

તો આવો જાણીએ અડદની દાળથી થતા ફાયદાઓ વિશે. જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને ગુલાબજળમાં મિક્સ કરીને તેને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે.

અડદની દાળની તાસીર ગરમ હોય છે. આ કારણોસર તે શરીરને હૂંફાળું રાખે છે અને શિયાળામાં અડદની દાળના લાડુ ખાવાથી શરદીની સમસ્યાથી રાહત મળે છે. અડદની દાળમાં મેગ્નેશિયમ,કોપર, મેંગેનીઝ,ફોસ્ફરસ,કેલ્શિયમ સહિત ઘણા ખનીજ હોય ​​છે.

અડદની દાળના લાડુ ખાવાથી હાડકાં મજબૂત બને છે, જેનાથી હાડકાંનું ફ્રેક્ચર થવાનું જોખમ ઓછું થાય છે. વળી,વૃદ્ધાવસ્થામાં પણ હાડકાં મજબૂત રહે છે. અડદની દાળ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. અડદની દાળમાં સોડિયમ ઓછું હોય છે,જે હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવો. માથામાં જો ટાલ પડી હશે તો વાળ આવવા લાગશે. રાત્રે 5 રૂપિયાના વજન જેટલી અડની દાળને પલાળી દો. સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરીને ખાવ. તેનાથી હ્રદય અને મગજને લાભ મળશે.

અડદની દાળના લાડુ ખાવાથી હૃદયની સમસ્યામાં રાહત મળે છે. અડદની દાળના લાડુમાં દેશી ઘી,ગોળ વગેરેનો ઉપયોગ તેને પોષણથી સમૃદ્ધ બનાવે છે. જો તમે શરીર તંદુરસ્ત બનાવવા તૈયાર હોવ તો તમારા માટે અડદની દાળના લાડુ ખૂબ ફાયદાકારક છે.

અડદની દાળનું સેવન કરવાથી પુરુષોમાં વીર્ય વધે છે. આયુર્વેદમાં આ દાળ શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હવે મેડિકલ સાઇન્સ પણ આ દાળના ફાયદાઓને સ્વીકારી રહ્યું છે. અડદની દાળના લાડુ ખાવાથી શક્તિ વધે છે.

અડદની દાળને 3-4 કલાક પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ તેને વાટી તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડાં બનાવો. ત્યારબાદ તેને ઘીમાં તાપે તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે. અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોવાથી તેનું સેવન કરવાથી સારી શુક્રવૃદ્ધી થાય છે.

રાત્રે થોડી અડદની દાળને પલાળી દો. ત્યારબાદ તેને સવારે વાટીને દૂધ કે સાકર સાથે મિક્સ કરી ખાવ. રોજ આ પ્રોસેસ કરવાથી તમને શરીરમાં હૃદયને લગતી બિમારીઓ થતી અટકાવે છે. જો હેડકી બંધ ન થઈ રહી હોય તો અડદની દાળને કોલસા પર નાંખી તેનો ધુમાડો સુંઘો. હિચકી ઠીક થઈ જશે.

અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તી-મૈથુનશક્તી વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે બાળકો ન થતાં હોય તો તેમણે અડદ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબાસમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top