માત્ર આ દેશી ઇલાજથી પગના મચકોડ, સોજા અને સાંધાના દુખાવા વગર દવાએ જીવો ત્યાં સુધી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં વન-વગડામાં, રસ્તાની પડખે કે પડતર જમીનમાં આવળનાં નાનાં છોડ વ્યાપક પણે જોવા મળે છે. છોડ ૩ થી ૬ ફુટ ઊંચા, અનેક ડાળીવાળા, આમલીનાં પાન જેવા દરેક ડાળી ઉપર ૮ થી ૧૨ સંયુક્ત પાન, ફૂલ પીળા રંગનાં, નાનાં અને ગુચ્છામાં જોવા મળે છે.

વૈદકમાં વધુ વપરાતી આવળ સ્વાદે કડવી, તૂરી, તીખી, ગુણે ઠંડી, લૂખી, ઝાડાને રોકનારી, પેશાબ સંચયકર્તા, પ્રબલ સ્તંભક, કફ- પિત્તદોષ શામક, શીતવીર્ય, પૌષ્ટિક અને આંખ માટે હિતકારીક મનવામાં આવે છે. તે મુખરોગ, કોઢ, ચળ, કૃમિ, ખાંસી, શૂળ, વિષ, હરસ, તાવ, સોજો, લોહી વિકાર, ચાંદી, વિકાર, દાઠ તથા તરસ મટાડે છે.

તેની ઉપર લાંબી, ચપટી, તપખીરી રંગની શીંગ થાય છે. જેની અંદર ગોળ-ચપટાં ૧૦-૧૨ બીજ થાય છે. આવળની છાલ કપડાં તથા ચામડા રંગવા માટે ખાસ વપરાય છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ અને પંચાંગ દવા રૂપે પણ વપરાય છે.

તેનાં ફૂલ પ્રમેહનાશક અને ત્વાચાને સોનેરી બનાવે છે. ફૂલનું કેસર ઊલટી, કૃમિ, પ્રમેહ, તરસ અને નેત્રરોગ ને મટાડનાર છે. શીંગો કૃમિનાશક અને તેનાં બી પ્રમેહ અને મધુમેહનાશક, વિષહર અને રક્તાતિસારનાશક છે. તેનાં મૂળ ભારે, મધુર, વાયુકર્તા અને શ્વાસ, રક્તપિત્ત, તરસ, પ્રમેહ અને વીર્યધાતુના રોગો ને મટાડનાર છે.
સોજા ઉપર આવળનાં પાનની વરાળ કે પાણીમાં બાફીને આવલ ના પણ ને બાંધવાથી કે તેને વાટીને લેપ કરવાથી લાભ થાય.

આવળના મૂળની છાલનો ઉકાળો કરી, તેમાં દિવેલ ની ૧-૨ ચમચી નાંખી પીવો તેનાથી અંડકોષ ના સોજા માં રાહત મળે છે. મો માં ચાંદા પડ્યા હોય કે મો આવી ગયું હોય તો આવળના પાનનો તાજો રસ મુખમાં થોડીવાર ભરી રાખવો. આવળના મૂળનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી પેટની ચૂંક, ઝાડા-મરડો અને ઊલટી અને બીજા પેટ ના દર્દ મટે છે.

શરીર માં લોહી જામી ગયું હોય અથવા તો મુંઠમાર વાગ્યો હોય તો આવળના પાન અને આમલીનાં પાન ને વરાળે બાફીને વાટી લો, તેમાં થોડો સાજીખાર પાઉડર મેળવી, ગરમ કરી, માર કે સોજા પર લેપ કરવો. આ લેપથી હાથ-પગનો મચકોડ, લચક અને વા નો સોજો પણ મટી જાય છે.

સગર્ભાની ઊલટી થાય તો આવળના તાજા ફૂલ ૧૦ ગ્રામ સાકર સાથે વાટી, એલચીવાળા દૂધમાં નાંખી પીવાથી આરામ મળે છે. એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે. આવળના ફૂલ કે તેનાં બીજનું ચૂર્ણ બનાવી રોજ ૩ થી ૫ ગ્રામ જેટલું ૨ વાર લેવાથી ડાયાબિટીસ માં રાહત મેળવી શકાય છે.

ત્વચાના રોગો માટે આવળના પાનનો ઉકાળો કરી પીવાથી ચળ, ખસ, હાથ-પગનાં તળિયાનો દાગ જેવા ત્વચા રોગો તથા જીર્ણ તાવ મટાડી શકાય છે. વધુ માસિક સ્ત્રાવ આવતો હોય તો આવળના પંચાંગનો ઉકાળો કરી થોડા મહિના સવાર-સાંજ પીવો. આવળનાં પાનની વરાળને બાફી, તેને ગરમાગરમ પેટે બાંધવા. આવળનાં પાનને દૂધમાં બાફી, બારીક વસ્ત્રની વચ્ચે મૂકી, બંધ રાખેલી આંખો પર મૂકી, પાટો બાંધવો જેનાથી આંખો માં ગરમી ઉત્તપન થાય છે.

આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ પણ સુધારે છે. આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટિસમાં પણ ફાયદો થાય છે. મીઢી આવળ ના પણ રાત્રે પલાળી ને સવારે મસળી ને તેમા ગોળ નાખીને પીવાથી કબજિયાત મટાડી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top