બાળકોથી લઈને વૃધ્ધ સૌને માટે આજે જ અપનાવો આ અસરકારક ઉપાય અને મેળવો આંખની અનેક સમસ્યાઑથી છૂટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંખના થાકથી તમને બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. તેના કેટલાક મુખ્ય લક્ષણ છે આંખનું લાલ થવું કે પછી તેમાં બળતરા થવી, જોવામાં તકલીફ, આંખનું સુકાવુ કે પછી આંખમાં વારંવાર પાણી આવવું, ધૂધળું દેખાવું કે પછી ડબલ દેખાવું, પ્રકાશમાં આવવાથી વધારે સેંસિટિવ થવું, ગળું, પીઠ, કે પછી પીઠમાં દુખાવો થવો. આ બધા લક્ષણ તમને સવારે નથી દેખાતા પણ જ્યારે તમે કોઈપણ વસ્તુને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી આંખમાં જોર પડે છે. જો કે દવાની દુકાનોમાં અનેક પ્રકારના આઈ ડ્રોપ કે પછી દવાઓ મળે છે પણ આખંના થાકને દૂર કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ કરી શકો છો.

આંખનો થાક દૂર કરવા માટે દરરોજ તમે આંખની માલિશ કરો. તેનાથી તમારી આંખમાં રક્ત સંચાલન યોગ્ય રીતે થશે અને તે તમારી આંખની આસપાસની માંસપેશિયોને પણ આરામ આપશે. તેનાથી તમારા ટિયર ગ્લેંડ પણ યોગ્ય રીતે કામ કરવા લાગશે જેનાથી તમારી આંખો ભીની રહેશે અને સૂકાપણાનો અહેસાસ થતો નથી. તડકો લેવો તે આંખનો થાક દૂર કરવા માટેની એક લાભકારી ટેકનીક છે. સૂર્યની મહત્વપૂર્ણ જીવન ઊર્જા તમારી આંખ માટે ખૂબ જ લાભકારી છે. આ ટેકનીકથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વ વિટામીન ડી પણ બને છે. તડકામાં કાળા થવાથી બચવા માટે સવારે ૮ થી ૧૦ ની વચ્ચે તમે તડકો લો.

દરરોજ આંખની કસરત એટલે કે આઈ એક્સસાઈઝ કરવાથી આંખનો થાક આરામથી દૂર થઈ જાય છે. આંખની કસરતથી તમારી આંખમાં રક્ત સંચાલન સારુ રહે છે અને આંખની માંસપેશિયાં વધારે લચીલી થઈ જાય છે જેથી ધ્યાન આપવામાં સરળતા રહે છે. ગરમ શેક પણ આંખના દર્દથી આરામ મેળવવાનો એક સારો એવો નુસખો છે. તે તમારી આંખની આજુબાજુની માંસપેશિયોને આરામ આપશે. તેનાથી તમારી આંખનુ દર્દ પણ ઓછું થશે અને તેની તાજગી પણ ચાલી જશે. જો તમારી આંખો સોજાયેલી છે તો આ શેકથી તમને દર્દમાં આરામ મળશે.

આંખના થાક માટે બીજો પણ એક રામબાણ ઈલાજ છે કેમોમાઈલ ચા. કેમોમાઈલના આરામદાયક અસરથી તમારી આંખના થાકને તરત જ રાહત મળી જશે. તે તમારી આંખાના આજુબાજુના સોજાને ઓછો કરવા માટે અસરદાર છે.
ગુલાબજળ તણાવપૂર્ણ અને થાકેલી આંખો માટે એક પ્રાકૃતિક રિલેક્સના રૂપમાં કામ કરે છે. તેના ઉપયોગથી આંખ પર ખૂબ જ સુખદ પ્રભાવ પડે છે. સાથે જ, તે આંખની આજુબાજુની ત્વચા અને ડાર્ક સર્કલને પણ ઓછા કરે છે જેનાથી ત્વચા મુલાયમ અને આકર્ષક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગુલાબજળનો દરરોજ ઉપયોગ કરવાથી આંખની ભીનાશ પણ એવીને એવી રહે છે.

આંખોમાં બળતરા થવા પર કેટલાક લોકો આંખો માટે ઘરેલૂ ઉપચાર કરે છે, પરંતુ દરેક ને ખબર નથી હોતી કે આંખોની રોશની સુધારવા માટે શું કરવું જોઇએ. કેટલાક આયુર્વેદિક ઉપચાર આંખોની રોશનીને ઇમ્પ્રૂવ કરવામાં તમારી મદદ કરી શકે છે. બ્લેન્ડરમાં 4 મોટી ચમચી કુંવારપાઠું જેલ (60 ગ્રામ), અડધો કપ પાણી (62 મિલી) અને 4 આઇસ ક્યુબ્સ મિક્સ કરો. આ કોલ્ડ મિશ્રણમાં રૂના ટુકડા ડુબાડો અને તેને પોપચા ઉપર લગાવો. આ ટુકડાનો શેક તરીકે ઉપયોગ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો. જો જરૂર હોય તો દિવસમાં બે વાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન-E અને એન્ટીઑક્સીડેન્ટ સ્વાભાવિક રીતે તમારી દ્રષ્ટિમાં સુધારો કરી શકે છે. તે તમારી સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં સુધારો કરવામાં પણ મદદ કરે છે. તેના માટે તમે બદામ ખાઇ શકો છો અથવા તો પલાળેલા બદામની પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેને એક ગ્લાસ દૂધની સાથી પી શકો છો. થોડાક મહિનાઓ સુધી દરરોજ આ પ્રકારે કરો, જ્યાં સુધી તમે થોડોક સુધારો ન જોઇ લો.

આયુર્વેદમાં આ જંગલી શતાવરી છે જે આંખોની રોશનીમાં સુધારો લાવવા માટે ઉત્કૃષ્ટ જડી-બૂટ્ટી છે. આ જડી-બૂટ્ટીમાં આંખોને સ્વસ્થ અને લાંબું જીવન આપવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે. એટલા માટે, એક ચમચી જંગલી શતાવરીને થોડાક મધ સાથે મિક્સ કરો અને દરરોજ એક કપ ગરમ ગાયના દૂધ સાથે તેનું સેવન કરો. થોડાક મહિના સુધી આ ઉપાય અજમાવતા રહો.

1 કપ ઠંડા દૂધમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરો. મિશ્રણ સાથે રૂના ટુકડાને ભીના કરો અને તેને બંધ પોપચા ઉપર મૂકો. તેને 10 કે 15 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી તમારી આંખોને ઠંડક મળશે અને ખંજવાળ દૂર થઈ જશે.
આંખોની રોશની વધારવા માટે આમળા એક શક્તિશાળી આયુર્વેદિક ઉપાય તરીકે જાણીતા છે. ભારતીય આમળા વિટામિન-સીનો સૌથી ઉત્તમ સ્ત્રોતમાંથી એક છે. આ ફળ એન્ટીઑક્સિડેન્ટ અને અન્ય શક્તિશાળી પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે જે તમારી દ્રષ્ટિમાં સુધારો કરી શકે છે. આમળામાંનું વિટામિન સી રેટિના કોશિકાઓના કામકાજમાં સુધારો કરી શકે છે અને સ્વસ્થ કોશિકાઓને પ્રોત્સાહન આપે છે. તેના માટે અડધા કપ પાણીમાં થોડીક ચમચી આમળાનો રસ મિક્સ કરો. આ રસને દિવસમાં બે વાર, સવાર અને સાંજ પીવાનું રાખો. આ જ્યુસનું સેવન મધની સાથે પણ કરી શકાય છે.

આંખોને સ્વસ્ રાખવા માટે દહીં, મગફળી, ડાર્ક ચોકલેટ અને કોકો પાવડર જિંક યુક્ત આહારનું સેવન ખૂબ જ જરૂરી છે. જિંક યુક્ત આહાર લેવાી આંખોના કાળા ધબ્બા પડવાની સમસ્યા દૂર ની તી. -વરિયાળી, મિશ્રી અને બદામ સરખી માત્રામાં પીસી લો. તેની એક ચમચી માત્રામાં સવાર-સાંજ પાણીની સો બે મહિના સુધી લો. તેનાી આંખોની નબળાઈ દૂર ાય છે તા નેત્ર જ્યોતિ વધે છે. -ગ્રીન ટીના સેવની પણ આંખો સ્વસ્ રહે છે. એક રિસર્ચ પ્રમાણે રોજ લગભગ પાંચ કપ ગ્રીન ટી પીવાી શરીરને પર્પાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત ાય છે જેનાી આંખો સ્વસ્ રહે છે. આંખ મનુષ્ય શરીરનું ખૂબ જ સંવેદનશીલ અંગ છે તેનાં માટેનો કોઇ પણ ઉપચાર અજમાવતા પહેલાં તમારા ડૉક્ટરની અથવા કોઇ નિષ્ણાંતની સલાહ ચોક્કસપણે લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top