આંખોની નીચે ડાર્ક સર્કલ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ મોટી સમસ્યા છે. આ સમસ્યા મોટાભાગે ખૂબ ઓછી ઊંઘ, તણાવ અને બીજા ઘણાને કારણે થઈ શકે છે. આંખોની નીચે ડાર્ક સર્કલને કારણે વ્યક્તિ થાકેલા અને વૃદ્ધ દેખાય છે. કોઈ પણ પ્રકાર ના ખર્ચ વગર માત્ર ઘરેલુ અને આયુર્વેદિક રીતે માત્ર ૨-૩ દિવસમાં ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકાય છે.
આંખોની નીચે ડાર્ક સર્કલ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાં આનુવંશિકતા, વૃદ્ધત્વ, શુષ્ક ત્વચા, વધુ આંસુ વહેવા, કોમ્પ્યુટરની સામે લાંબા સમય સુધી કામ કરવું, માનસિક અને શારીરિક તણાવ, ઊંઘનો અભાવ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ સામેલ છે. હેલ્થ એક્સપર્ટના મતે આ ડાર્ક સર્કલ અલગ-અલગ વયજૂથના પુરુષો કે મહિલાઓમાં થઈ શકે છે.
ડાર્ક સર્કલથી છુટકારો મેળવવવાના ઈલાજ:
એક બટેટા લઈને તેને છીણી રસ કાઢી લો. આ એક ચમચી બટેટાનો રસ સમાન માત્રામાં ઠંડા દૂધમાં મિક્સ કરો. કોટનની મદદથી આ મિશ્રણને આંખોની નીચે લગાવો. તેને ત્વચા પર 15-20 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
ડાર્ક સર્કલને દૂર કરવા ૩૨-૩ દિવસ સ્વર સાંજ કરો.
ઠંડા દૂધને કોટન પર લગાવો આંખ પર ૧૦ મિનિટ લગાવી રાખવાથી પણ ડાર્ક સર્કલ ધીમે ધીમે ઓછા થવા માંડે છે. આ રીતે દિવસમાં ૩ વખત કરવું. આ ઉપરાંત, દૂધ અને ગુલાબ જળ સરખા પ્રમાણમાં લઈને ને ડાર્ક સર્કલ પાર લગાવવાથી પણ તેનાથી છુટકારો મેળવી શકાય છે. ૧૦ મિનિટ રાખ્યા પછી ગરમ પાણી થી ધોઈ લેવું.
આ સિવાય ઠંડા દૂધમાં થોડું બદામનું તેલ સરખી માત્રામાં મિક્સ કરી આંખો અને ડાર્ક સર્કલ પાર લગાવવાથી તેનાથી છુટકારો મળે છે. તેને 15-20 મિનિટ માટે રહેવા દેવું આ પછી નવશેકા પાણીથી ધોઈ લો.
ટી-બેગ માત્ર ઇન્સ્ટન્ટ ચા બનાવવા માટે જ ઉપયોગી નથી, પરંતુ તેની મદદથી તમે ડાર્ક સર્કલથી પણ છુટકારો મેળવી શકો છો.તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખો.જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે તેને આંખો પર રાખો.દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ રીતે કરો.
આ ઉપરાંત ઘરેલું ઉપચારની વાત કરીએ તો તેમાં યોગ અને ધ્યાનનો સમાવેશ થાય છે.જેમ કે અમે તમને કહ્યું છે કે ખરાબ જીવનશૈલી પણ ડાર્ક સર્કલ માટે જવાબદાર છે, તો યોગ આમાં મદદ કરી શકે છે.ઘરે થોડી મિનિટો માટે યોગ અને ધ્યાન કરવાથી ડાર્ક સર્કલ તો ઓછા થશે જ, પરંતુ આખા શરીરમાં પણ સુધારો થશે.