આજકાલ વ્યસ્ત જીવનશૈલી તેમ જ પ્રદૂષણને કારણે વ્યક્તિને કોઈને કોઈ ત્વચા સંબંધિત રોગ થતો હોય છે. ત્વચા સંબંધિત રોગ માં સૌથી વધારે સમસ્યા ધાધર, ખરજવું અને ખંજવાળ આવવાની સમસ્યા થતી હોય છે. જો કોઈપણ વ્યક્તિને આવી એક બીમારી થઈ જાય તો તેનાથી ઘણી બધી મુશ્કેલી થતી હોય છે. આવી સમસ્યામાં વ્યક્તિ ખૂબ જ વધારે બેદરકારી રાખતા હોય છે. જેમાં શરીરમાં સૌપ્રથમ ધાધર થાય છે. બાદમાં તે ભાગ ખૂબ જ વધારે કાળો ડાઘ પડી જાય છે.
આ ઈલાજ માટે જ્યાં આકડાનો છોડ ઉભો હોય ત્યાંથી આ છોડને લાવવો. આ છોડના પાંદડાને તોડતા જે દૂધ નીકળે છે, જે એક પ્રકારે કોઈ વાટકીમાં એકઠું કરી લેવું. આકડાની ડાળી તોડતા પણ દૂધ નીકળે છે. આ રીતે આકડાની ડાળીમાંથી નીકળતા દૂધને પણ આ વાટકીમાં એકઠું કરી લેવું. આમ, આ ઈલાજ માટે લગભગ 7 થી 8 ટીપા દૂધ એકઠું કરી લેવું. આ દૂધ એકઠું કરતા સમયે આ દૂધ આંખમાં ન પડે તેની કાળજી લેવી. આ દૂધ આંખોમાં નુકશાન પહોચાડી શકે છે.
આ પછી એક બીજી વાટકીમાં જેમાં એકથી બે ચમચી જેટલું લીમડાનું તેલ નાખવું. આ બે ચમચી લીમડાના તેલમાં લગભગ 6 થી 7 ટીપા જેટલું આંકડાનું આ તેલ ઉમેરી દેવું. આ પછી આ તેલ અને લીમડાનું તેલ સરખી રીતે ભેળવી દેવું. એવી રીતે ભેળવી દેવું કે તે સારી રીતે ભળી જાય અને એકરસ થઈ જાય.
આ બરાબર મિક્સ થઈ જશે ત્યારે દૂધ ફાટી ગયું હશે તેવું લાગશે. આ તેલ વાળા મિશ્ર દ્રાવણને જે ભાગમાં લગાવવાનું છે તે ભાગને સારી રીતે ડેટોલથી ધોઈ નાખવો. આ પછી તે સારી રીતે સુકાઈ જાય પછી આ જે તેલ બનાવ્યું છે તેને આ જગ્યા પર સરખી રીતે લગાવી દેવું.
આ તેલને લગાવવા માટે રૂની મદદથી પલાળીને ધાધર પર લગાવવું. જેથી આંગળીઓ પર ચોટીને ધાધર બીજી જગ્યા પર ન ફેલાય. આ તેલને લઈને તેની ધાધર વાળા ભાગ પર 2 થી 3 મિનીટ સુધી મસાજ કરવી. આ તેલને લગાવીને આ તેલને 3 થી 4 કલાક સુધી આ જગ્યા પર જ રહેવા દેવું.
આ ઉપાય કરવાથી તમને એક જ દિવસમાં આ જગ્યા પર ફરક જોવા મળશે. આ ખુબ જ કારગર અને ઝડપથી ચામડીના ધાધર જેવા રોગને મટાડતો ઉપાય છે. આ સિવાય આ ઉપાય કરવાથી ધાધર ખુબ જ ઝડપથી મટી જાય છે.