મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કે છાલા કહેવામાં આવે છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે કે જે જીભ, ગળામાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે અને જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ તકલીફ પડે છે.
માસિક સ્રાવ અથવા મેનોપોઝ દરમિયાન હોર્મોન્સમાં ફેરફાર અને વાયરસ, બેક્ટેરિયા, અથવા ફૂગના ચેપમાં પરિણમી શકે છે. અન્ય કારણોમાં શરીરમાં પ્રતિરક્ષાનો અભાવ, એલર્જી, વિટામિન સી અને ખોરાકમાં બી 12 નો અભાવ વગેરે શામેલ છે. કેટલીક દવાઓ મોંમાં અલ્સર પણ લાવી શકે છે. હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.
જો મોં ની અંદર પડેલી ચાંદી ની અંદર એકદમ તીવ્ર દુખાવો થતો હોય અને બળતરા થતી હોય તો ચાંદી ની જગ્યાએ દેશી ઘી લગાવવાના કારણે બળતરા ઓછી થઇ જાય છે. રાત્રે સૂતી વખતે ચાંદી ઉપર દેશી ઘી લગાવવાના કારણે માત્ર બે થી ત્રણ દિવસની અંદર ચાંદીમાં રાહત મળે છે.
બૅકિંગ સોડામાં એલ્કલાઇન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ બને છે. બૅકિંગ સોડા અદ્ભુત રીતે અસરકારક છે, કારણ કે તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે. તે બૅક્ટીરિયાને નષ્ટ કરે છે અને છાલાનો ઉપચાર કરીને સાજા કરે છે. તે બળતરાને ઓછી કરે છે.
મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરવાથી ચાંદામાં રાહત મળે છે.
તે રોગાણુઓ અને બૅક્ટીરિયા દૂર કરી મોઢાનાં આરોગ્યને સારૂ બનાવે છે. 1/2 કપ પાણીમાં 1 ચમચી બૅકિંગ સોડા મેળવી કોગળા કરો. તેનાથી મોઢાના છાલામાં રાહત મળે છે. કાથો પણ મોંના ચાંદા માટે અક્સીર ઈલાજ છે. તેનાથી તાત્કાલીક ચાંદા મટી જાય છે.
બટેટા ના જ્યુસને માઉથવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1-2 મોટી ચમચી બટેટા ના જ્યુસને મોઢોમાં લઈને 2-3 મિનિટ સુધી કોગળા કરો કે પછી નાનકડા રૂ ના પુમડાને બટેટા ના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડવાથી ચાંદા મટે છે.
ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાળ બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે.
મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવા બહુ ફાયદાકારક હોય છે. તુલસીનાં પાનને ચાવો અને પછી પાણી પી લેવું. આ ઔષધિય જડી-બૂટી આરોગ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનાં ઉપચારમાં સહાયક હોય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા રોકી શકાય છે. જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે.
મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં મદદ કરે છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે. મધ ઘા ને રુજવામાં મદદ કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર પણ ભેળવી શકાય છે. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ ભેળવી શકાય છે. તેમ કરવાથી મોના ચાંદામાંથી છુટકારો મળે છે.