કુદરતી એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાતી આ ઔષધિ શરદી-કફ સિવાય પણ 50થી વધુ રોગો માટે છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આદુ પાણીવાળી અને રેતાળ જમીનમાં થાય છે. ભારતભરમાં તેનું વાવેતર થાય છે. તેની ગાંઠ કાપીને, રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ના આદુ અને સૂંઠ વખણાય છે. આદુનો છોડ જેમ જેમ વધવા માંડે તેમ તેમ તેના મૂળિયાં નો વિસ્તાર ફેલાય છે અને મૂળના છેડે મૂળની ગાંઠ થાય છે તેને આદુ કહેવાય છે.

આદુ પાક ને સુકાય ત્યારે તે સૂંઠ તરીકે ઓળખાય છે. ગુણોની દૃષ્ટિએ જોઈએ તો સૂંઠ અને આદુ બંને સમાન ગુણવાળા છે. તોપણ સૂંઠ કરતાં આદુ વધુ સૌમ્ય છે. આદુ ની ચા પીવાથી શરદી, ઉધરસ, કફ, માથાનો દુખાવો અને છાતી ના દુખાવા ને દુર કરે છે. તો ચાલો આજે જાણીએ વિવિધ રોગો પર આદુનો ઉપયોગ કઈ રીતે કરવો.

ગાજ૨, પાલક અને ટામેટાં ત્રણેયનો રસ અડધો અડધો કપ કાઢી તેમાં એક ચમચી આદુનો રસ મેળવી નિયમિત મહિના સુધી સેવન કરવાથી લોહીની કમી દૂર થઈ શરીરમાં હિમોગ્લોબીન વધશે, કાંતિ ખીલી ઉઠશે અને ચહેરો ચમકી ઉઠશે. લોહી ઓછું હોવું, જેના કારણે ચહેરો ફિક્કો પડી જાય, અને નબળી અને પીળી થાય, શરીર પીળાશ પડતું દેખાય એવાં લકઝા લોહીની ખામી બતાવે છે. એમાં આદુ નો ઉપચાર આ રીતે કરવો.

એક ચમચી આદુના રસમાં બે ચમચી ફાલસાનો મેળવી દિવસમાં બે વાર સવાર-સાંજ મહિના સુધી લેવાથી રોગ નિયંત્રણમાં આવી લોહીની ખામી દૂર થાય છે. ચાર ચમચી મૂળાના રસમાં બે ચમચી દાડમનો રસ અને એક ચમચી આદુનો રસ મેળવી માપસર મધ મેળવવું અને સવાર-સાંજ સેવન કરવાથી થોડા સપ્તાહમાં ફાયદો થશે.

આ લીવર જન્ય રોગ છે. તેમાં શરીર પીળું પડે છે, અશક્ત બને છે, દૂષિત હવા, પાણી અને મેલેરિયા માંથી આ રોગ પ્રદીપ્ત થતો હોય છે એટલે સાવચેતીના પગલાં રૂપે રોગની શરૂઆત પહેલાં જ આદુનું સેવન જણાવ્યા પ્રમાણે કરો તો રોગથી બચી જવાશે. શેરડીના એક ગ્લાસ રસમાં બે ચમચી આદુનો રસ મેળવી દિવસમાં ત્રણવાર એકવીસ દિવસ પીવો.

આદુના રસમાં જેઠીમધનું ચૂર્ણ મેળવીને સેવન કરવાથી કેટલાક દિવસના અંતે એસીડીટી (અમ્લપિત્ત) મટે છે. સાથે સાથે તળેલા તીખા ખાટા પદાર્થો ત્યજવા જોઈએ અને શુદ્ધ સાત્વિક દૂધ વાળો ખોરાક વધુ લેવો જોઈએ. બે ચમચી આદુના રસમાં સફેદ જીરું, ધાણા પાંચ-પાંચ ગ્રામની માત્રામાં મેળવી, ખૂબ વાટી તૈયાર કરો. સવાર-સાંજ બે દિવસ લેવાથી ફાયદો થશે. જરૂરિયાત પ્રમાણે વધુ ટાઈમ ચાલુ રાખી શકશો.

લીંડીપીપર નું ચૂર્ણ અડધી ચમચી લઈ તેમા દસ ગ્રામ ખાંડ મેળવી બે ચમચી સૂંઠ નું ચૂર્ણ મેળવવું. બરાબર વાટી ને કાપડછાણ કરી લેવું. દરરોજ સવાર-સાંજ ત્રણ ગ્રામ લેવું જેથી લાભ થશે. શંખ ભસ્મ ૨ ગ્રામ લઈ ૧ ગ્રામ સૂંઠનું ચૂર્ણ મેળવી મધમાં ચાટણ તૈયાર કરી દર્દીઓને દરરોજ ચટાડવાથી એસિડિટીમાં રાહત થશે. પિત્ત ચઢે તો આદુનો રસ સાકર અને મધ સાથે લેવો.

પથરીમાં એક ચમચી આદુનો રસ, ૨૫ ગ્રામ મૂળાનાં પાનનો રસ અને ૧ ગ્રામ જવખાર મેળવી રોગીને સવાર-સાંજ પિવડાવો. થોડા દિવસ ના પ્રયોગ થી પથરી તૂટીને પેશાબ માર્ગે બહાર નીકળી જશે.એક ચમચી આદુનો રસ, અડધો કપ લીંબુનો રસ તથા એક ચમચી ડુંગળીનો રસ મેળવીને એમાં ૪ રતી કમલીશોરા અને અડધી ચમચી તલ વાટીને મેળવવા. આ બધાની માત્રા કરી સવાર- સાંજ લેવી. જરૂરિયાત પ્રમાણે લેવાથી ફાયદો થશે.

એક ચમચી આદુના રસમાં ૨૦ ગ્રામ ડુંગળીનો રસ મેળવી તેમાં થોડી દળેલી ખાંડ મેળવવી. સવારે પિવડાવો. જ્યાં સુધી પથરી બહાર ન નીકળે ત્યાં સુધી નિયમિત સેવન કરતા રહો. જરૂર લાભ થશે.મૂળાનો રસ અડધો કપ અને બે ચમચી આદુના રસનું મિશ્રણ સાકર નાખી ને પંદર દિવસ સુધી પીવાથી ફાયદો થશે. કુંવારપાઠું, આદુનો રસ તથા મૂળાના પાનનો રસ સમાન ભાગે મેળવીને ચપટી મીઠું નાખી સવાર-સાંજ પંદર દિવસ સુધી લેવાથી ફાયદો થાય છે. ત્રિફળા, ગોળ અને આદુનો રસ લેવાથી કમળામાં ફાયદો થાય છે.

આદુના રસમાં ગંગાધર ચૂર્ણ મેળવીને રોગીને આપો. મોસંબી ના રસ માં સંચળ અને આદુનો રસ મેળવીને દરદીને સેવન કરાવો. દાડમનો અને આદુનો રસ સરખા ભાગે મેળવીને દરદીને પાઓ. આદુનો એક ગાંઠિયો, એક રતી હિંગ, અડધી ચમચી ધાણા અને અડધી ચમચી સૂંઠ બધાને વાટીને ચટણી બનાવો. પછી તેમાં લીંબુનો રસ મેળવો. દર ચાર-ચાર કલાકે એક એક ચમચી ચટણી રોગીને ચટાડવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top