નાળિયેર પાણીનાં સેવનથી એનર્જી લેવલ વધવાની સાથે શરીર ડિહાઇડ્રેડ પણ થતું નથી. તે બ્લડ સર્ક્યુલેશનને પણ ઠીક રાખે છે. નાળિયેર પાણીમાં વિટામીિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. જો તમને હાઇબ્લડપ્રેશરની સમસ્યા હોય તો અઠવાડિયામાં કમસેકમ ચાર વાર નાળિયેર પાણીનું સેવન કરો.
નાળિયેરમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને એમિનો એસિડ જેવાં તત્વ અને ફેટ ફ્રી હોવાના કારણે તે કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ રાખે છે. તેના સેવન થી દિલની બીમારીઓ સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાથી પણ બચી શકીએ છીએ. તે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવા રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે.
નારિયેળ પાણી ને તમારા એનર્જી ડ્રિંક્સની જગ્યા લઈ શકાય છે. વર્કઆઉટ બાદ શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં તે ખૂબ ઉપયોગી થાય છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે. જે સોડિયમના નેગેટિવ અસરને સંતુલિત કરીને બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તે હાઈ બીપીને નિયંત્રણમાં રાખવા માટે પણ મદદરૂપ થાય છે.
ભારતમાં નારિયેળ પાણી ખૂબ જ લોકપ્રિય છે. તેનો સ્વાદ સામાન્ય રીતે મીઠો હોય છે. પરંતુ તેનો સ્વાદ તેની જમીન પર આધારીત છે, જો તેનું ઝાડ બીચની આજુબાજુ હોય, તો થોડી મીઠાશ આવે છે. તેના સેવનથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.
કોઈ પણ વસ્તુનું અતિશય સેવન આરોગ્ય માટે નુકસાનકારક જ હોઈ શકે છે. આવું જ કંઈક નાળિયેર પાણીથી પણ છે. જો શરીરમાં નાળિયેર પાણીની વધારે માત્રા વધી જાય, તો પેટની સમસ્યાથી પીડિત લોકોમાં પણ ઝાડાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
જે લોકો ની શરીર ની તાસીર ઠંડી હોય છે અથવા જેઑ શરદીનો ભાગ ક્યાં રહતો હોય, તેઓ એે નાળિયેર પાણીનું સેવન ન કરવું જોઈએ. તેની અસર ઠંડી હોવાને કારણે, તે શરીરને ઠંડક પ્રદાન કરે છે. અને તેના સેવન થી શરદી પણ વધી શકે છે.
નાળિયેર પાણીમાં બ્લડ પ્રેશર ઓછું થવાના ગુણધર્મો રહેલા હોય છે. આવી સ્થિતિમાં, હાઇ બ્લડ પ્રેશર વાળા દર્દીઓએ નારિયેળ પાણી ન પીવું જોઈએ. જે લોકો વધુ માત્રામાં નાળિયેર પાણીનું સેવન કરે છે તેમને વારંવાર પેશાબ કરવા જવું પડે છે.
જે લોકોને કિડનીની સમસ્યા હોય છે અથવા જે લોકો કિડનીની બીમારીથી પીડાતા હોય છે, તેઓએ આહારમાં નાળિયેર પાણી ન લેવું જોઈએ. નાળિયેર પાણી કેટલાક વ્યક્તિઓમાં એલર્જિક સમસ્યા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં, આ લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
કેટલાક લોકોમાં નાળિયેર પાણીના સેવનથી પેટનું ફૂલવું અથવા પેટની સમસ્યા થઈ શકે છે. અને જો કોઈ પણ પ્રકારની સર્જરી થઈ રહી છે, તો તેના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા નાળિયેર પાણીનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ. નહિંતર, શસ્ત્રક્રિયા દરમિયાન અથવા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સમસ્યા આવી શકે છે.
જે વ્યક્તિને બીપી લો ની સમસ્યા છે. તેઓએ નાળિયેર પાણી ન પીવું જોઈએ. આ સાથે નાળિયેર પાણી માં સોડિયમ અને પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે. જેના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ ના અસંતુલનનું જોખમ રહેલું હોય છે. જે શરીર ને નુકસાન પોહચાડે છે.
કેટલાક લોકોને આદત છે કે તેઓ કસરત પછી નાળિયેર પાણીનું સેવન કરે છે, તેમાં સોડિયમ ઓછું હોય છે. આ સ્થિતિમાં, કસરત કર્યા પછી નાળિયેર પાણીથી તરસ છીપાવવાને બદલે સાદા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સાદા પાણીમાં સોડિયમનું પ્રમાણ નાળિયેર પાણી કરતા વધારે હોય છે.
તાજા નાળિયેર પાણીનું સેવન શરીર માટે સારું છે. તે જ સમયે, જો નાળિયેર પાણી અથવા વાસી નાળિયેર પાણી પીવામાં આવે છે, તો તેમાં રહેલા આવશ્યક પોષક તત્વો પહેલાથી જ ઉડી ગયેલા હોય છે. આવી સ્થિતિમાં, તે નાળિયેર પાણીનો પીવાનો કોઈ ફાયદો થતો નથી.
નાળિયેરમાં ખાંડ ઓછી હોવા છતાં, તેમાં ખૂબ જ વધારે માત્રામાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સમાં જોવા મળે છે. જેના કારણે તે બ્લડ સુગરના દર્દીને નુકસાન પહોંચાડે છે. જો બ્લડ સુગરના દર્દી દરરોજ તે પીવે છે, તો સુગરનું સ્તર વધવાનું જોખમ વધે છે.