શું તમે પણ કાયમ માટે યુવાન અને સ્વસ્થ રહેવા માંગો છો? તો અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો આયુર્વેદના આ નિયમ વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ.

આયુર્વેદની દૃષ્ટિએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાતે વહેલાં સૂઈ જવું જરૂરી છે. રાતે મોડામાં મોડા સાડા દસથી અગિયાર વાગ્યા સુધીમાં સૂઈ જવું અને સવારના સાડા ચાર-પાંચ વાગ્યે ઊઠી જવું. આખો દિવસ ખૂબ જ ફ્રેશનેસ અનુભવાશે એની ગેરન્ટી.

સૌથી પહેલું કામ પેટ સાફ કરવાનું કરવું. પેટ સાફ રહે તો જ શરીરની અન્ય ગ્રહણશીલતા વધે છે. મળમૂત્રનો ઉત્સર્ગ થાય તો શરીરમાં હળવાશ અનુભવાય છે તથા ભૂખ અને તરસ લાગે છે. જો કબજિયાત રહેતી હોય તો રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે અથવા ત્રિફળા ચૂર્ણ સહેજ હૂંફાળા પાણી સાથે લઈ લેવું, સાથે જ રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું. સવારે ઊઠીને એકથી બે ગ્લાસ શક્તિ મુજબ એ પાણી પીવું.

ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે એટલે પેઢાં અને દાંત સ્વચ્છ હોવાં જરૂરી છે. બ્રશ કરવાના બદલે દાતણ કરવું વધુ હિતકર છે. એ માટે લીમડો, આવળ, બાવળ અથવા કરંજની ડાળીનો ટુકડો વાપરી શકાય છે. આ વનસ્પતિઓ કડવા, થોડા તીખા અને તૂરા રસવાળી હોવાથી મોઢામાં રહેલ કફ એટલે કે ચીકાશને દૂર કરે છે અને યોગ્ય માત્રામાં લાળનો સ્રાવ કરે છે. ખોરાકમાં લાળ ભળે તો જ એનું યોગ્ય પાચન થાય છે. કોગળા કરતી વખતે મોઢામાં પાણી ભરી પછી આંખ પર છાલક મારવી.

આયુર્વેદના પ્રખ્યાત ચ્યવનપ્રાશ અવલેહને આયુર્વેદમાં ‘રસાયન’ કહ્યો છે. ‘રસાયન’ એટલે વૃદ્ધાવસ્થાને અટકાવનાર એટલે કે ‘એન્ટિ ઓક્સિડેન્ટ’ રોગપ્રતિકારક શક્તિને પણ તે વધારે છે. ચ્યવનપ્રાશ આમળાથી બને છે. જેમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. વિજ્ઞાનિકો વિટામિન ‘સી’ ની ગણતરી એન્ટિ-ઓક્સિડેન્ટ દ્રવ્યોમાં કરે છે. એટલે કે ચ્યવનપ્રાશ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેની કસોટી પર ખરો ઊતરે છે. તેનું સેવન અનેક પ્રકારના રોગથી બચાવે છે.

જસત ભસ્મ (પ્યુરિફાઈડ ઝીંક), વિષાણુઓને શરીરમાં સક્રિય થતા રોકવામાં સહાયક છે. જસત ભસ્મ પણ એન્ટિ ઓક્સિડેન્ટ છે. તે પણ રોગપ્રતિકારક શક્તિને વધારીને કોઈપણ કીટાણુઓ માટે શરીરમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. આયુર્વેદના જસત ભસ્મને પ્રયોજીને અનેક ઔષધ યોગો બનાવાય છે, જે આ સમયે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે.

આ સિવાય આપણા રસોડામાં રહેલા ગરમ મસાલાનાં દ્રવ્યો પણ કોઈપણ વાઇરસ સામે લડવામાં ખૂબ જ અસરદાર છે. જેવાં કે હળદર, આદું-સૂંઠ, મરી, એલાયચી, તજ તથા તુલસી, ગળો, અરડૂસી, પીપર વગેરે આયુર્વેદિક ઔષધો પણ કોઈપણ પ્રકારના વાઇરસને આગળ વધતા અવરોધી શકે છે. ઉપરાંત કેટલાંક આયુર્વેદનાં ઔષધોનો ઉપયોગ એક અનુસંધાનનો વિષય છે. જેમાં હરીદ્રાખંડ પાક, સૌભાગ્ય શૂંઠી પાક, ગળો સત્ત્વ ઘન, વાસાવલેહ, કાંટકાર્યાવલેહ વગેરે ઔષધયોગોનો સમાવેશ કરી શકાય.

૨૦-૩૦ વર્ષે જ્યારે શરીર સાથ આપતું હોય ત્યારે લોકો એને ખૂબ ખરાબ કરતા હોય છે. એની બિલકુલ કાળજી લેતા નથી અને એના પર બિલકુલ ધ્યાન આપતા નથી. ૪૦ વર્ષે એ સાવ ખરાબ થઈ જાય છે ત્યારે પસ્તાય છે. ઉંમર કોઈ પણ હોય, શરીરને સાચવવું અનિવાર્ય છે. અહીં શરીર સાચવવાનો મતલબ એ છે કે નાની ઉંમરથી જ હેલ્થ માટેની કાળજી તમે રાખો. જેટલું ધ્યાન તમે પહેલેથી રાખશો એટલું પછી પસ્તાવાનું નહીં રહે. ભૂલો નહીં કે શરીર છે તો તમે છો.

સ્મોકિંગ, આલ્કોહૉલ, ડ્રગ્સ દરેક વસ્તુ શરીરને અંદરથી તોડે છે. આ એવા પદાર્થો છે જે શરીરને એવી રીતે નુકસાન કરે છે કે એ નુકસાનની ભરપાઈ કરવી ખૂબ અઘરી છે. એક સિગારેટ પીવાથી કંઈ નહીં થાય કે દારૂ તો આખી દુનિયા પીએ છે, એમાં શું જેવી બેમતલબની દલીલોમાં આવી જઈને તમારા શરીરને આ કુટેવોને કારણે ખરાબ કરશો તો શરીર ઉંમર પહેલાં જ વૃદ્ધ થઈ જશે એ યાદ રાખજો.

અતિ હંમેશાં નુકસાનદાયક હોય છે. જે લોકો વધુપડતું કંઈ પણ કરે છે એનાથી તેમને લાંબા ગાળે મોટું નુકસાન થતુ હોય છે. ખાસ કરીને ખોરાકની વાત કરીએ તો રોગોની જડ ઓવરઈટિંગ છે. શરીરમાં જ્યારે જરૂર કરતાં વધુ ભરીએ ત્યારે શરીર એને પચાવી શકતું નથી અને રોગોનું ભોગ બને છે, જેને કારણે નાની ઉંમરમાં એ રોગો આવી જાય છે જે ૬૦ વર્ષ પછી આવવા જોઈએ. આદર્શ રીતે એક વ્યક્તિએ ફક્ત તેના ખોબામાં સમાય એટલો જ ખોરાક એક દિવસમાં ખાવો જોઈએ. એનાથી વધુ આપણને જરૂરત હોતી જ નથી.

શરીર એક મશીન છે જેને લાંબો સમય સુધી ચલાવવું હોય તો એનો ઓવરયુઝ ન કરવો જોઈએ. કોઈ પણ મશીનને આપણે વધુ સમય સુધી સતત વાપરીએ તો એ જલદી ખરાબ થઈ જાય છે. એટલે જરૂરી છે કે એને જરૂરી બ્રેક મળે. આપના માટે બ્રેક એટલે રાતની ઊંઘ. આજકાલ લોકો આ બાબતે ખૂબ અજ્ઞાન સેવે છે. જલદી સૂવું અને જલદી ઊઠવું એ ટેવ ગાયબ થતી જાય છે. રાત્રિજાગરણ માનવશરીરને નબળું બનાવે છે અને એને કારણે વ્યક્તિ કસમયે વૃદ્ધ બની શકે છે. એટલે રાતની ઊંઘને મહત્વ આપો.

૩૦ વર્ષે જે પીઠનો દુખાવો તમે સહન કરી લેતા હતા અને એ એની જાતે થોડા દિવસોમાં ઠીક થઈ જતો હતો એ દુખાવો ૪૦ વર્ષે એક્સરસાઇઝ કરીને ઠીક થતો હોય છે અને ૫૦ વર્ષે આ દુખાવાને દવા અને એક્સરસાઇઝ બન્નેની જરૂર પડે છે. આમ જેમ ઉંમર વધે એમ શરીરને સારું રાખવા માટે વધુ પ્રયત્નો કરવા પડે છે. આ પ્રયત્નો તમે વધારશો નહીં તો શરીરને સાચવી નહીં શકો. એટલે જરૂરી છે કે સતત એને સાચવવાના પ્રયત્નોમાં વધારો થાય.

દરરોજ દિવસમાં ૧૦ મિનિટ શાંત થઈને જાત સાથે કે કુદરત સાથે વિતાવો. બસ, બેસો પોતાની સાથે. જીવો આ ક્ષણમાં. આ ક્રિયા ભલે સામાન્ય લાગતી, પણ એના ઘણા ફાયદા છે. એનાથી જીવનમાં એક ઠહરાવ આવે છે. જે ગતિથી આપણે ભાગતા હોઈએ છીએ આપણને ખબર નથી હોતી ક્યારેક કે આપણે શું કામ ભાગીએ છીએ. નિરર્થક ભાગતા રહેવા કરતાં થોભી જાઓ. એ જરૂરી છે.

ઘણા લોકો શરીરનું એટલું ધ્યાન રાખે છે કે થોડુંક પણ કંઈ થાય તો તરત જ દવાઓ લેવા લાગે છે. આવું ન કરો. દવાઓથી શરીર ખરાબ થાય છે. દવાઓ જરૂરી હોય ત્યારે જ લેવી, બાકી ન જ લેવી. શરીર પોતાની તકલીફને જાતે ઠીક કરી શકે તો એ યુવાન રહી શકે છે.

ઘણા લોકો એક ઉંમર પછી શીખવાનું છોડી દે છે. આ ખૂબ ઘાતક વસ્તુ છે. સતત શીખતા રહેવાથી માણસ યુવાન રહે છે. જે વ્યક્તિ શીખવાનું છોડી દે તેનું મગજ કટાઈ જાય છે. જે આવડે છે એવું નહીં, જે નથી આવડતું એવું કંઈક સતત શીખો. જીવન એક મોટો શિક્ષક છે અને આપણે જીવનભર એના વિદ્યાર્થી બનીને રહેવાનું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top