શારીરિક શક્તિ વધારી હાથ-પગ ના સોજા માંથી કાયમી છૂટકારો મેળવવા ઘરે જ બનાવો આ શક્તિશાળી કંદ નું ચૂર્ણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વિદારી કંદના વેલા કોંકણ વિસ્તારમાં ઘણા મળી આવે છે. તે વેલના પાન ત્રિદલ હોય છે. એના વેલામાં મૂળ પાસે જે મોટી ગાંઠ થાય છે તેને વિદારી કંદ તરીકે ઓળખાય છે. એ કંદ સ્વાદે મધુરો હોય છે. એને ઘણા લોકો ભોંયકોળુ પણ કહે છે. ઘણા લોકો એ કંદ લાવી છોલી, નાની કાતરી કરી સૂકવી એનો દવામાં ઉપયોગ કરે છે.

કેટલીક દવાઓમાં વિદારીકંદ નો ઉપયોગ થાય છે. એના તાજા કંદને લાવી છુંદીને દાબીને રસ કાઢીને વાપરવામાં આવે છે. વિદારી કંદ ગુણમાં ધાતુ પૌષ્ટિક, મૂત્રલ પૌષ્ટિક છે. પૌષ્ટિક દવાઓમાં વિદારી કંદ ઉત્તમ છે. એ મધુર, શીતળ, ધાવણ વધારનાર છે. તો ચાલો હવે આપણે જાણીએ વિદારી કંદ ના ફાયદા વિશે. વિદારી કંદ વાયુ, પિત્ત, રક્તદોષ, દાહ તથા ઉલટી વગેરે દોષોનો નાશ કરે છે. તેને પીસીને માથે લગાડવા થી માથાનો દુઃખાવો મટે છે.

વિદારીકંદ અને તલની ભૂકી મધ અને ઘી સાથે મેળવીને પીવાથી રક્ત મૂળ રોગોનો નાશ થાય છે. વિદારી કંદના રસ અને ભોંયકોળાના રસમાં ઘી નાખી પીવાથી દુખાવા મટે છે. એના ચૂર્ણ નો ઉપયોગ કરવાથી શરીરમાં કળતર અને ક્ષીણતા મટે છે.  દ્રાક્ષસવ સાથે વિદારી કંદ નું ચૂર્ણ લેવાથી ધાવણ વધે છે. શારીરિક અને માનસિક થાક ને મટાડી ઘટી જતાં વજનને વધારવા માટેની આ ઉત્તમ દવા છે.

હવે આપણે જાણીશું વિદારી કંદના પ્રયોગો વિશે : વિદારી કંદ ના ટુકડા કરી તેને સૂકવી રાખવા. ત્યારબાદ તેને ખાંડી ચૂર્ણ બનાવવું. આ રીતે બનાવાયેલા ચૂર્ણનો ઉપયોગ કરતા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ વધે છે. કળતર અને તીવ્રતા ની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. યકૃત માટે પણ તે વધુ ગુણકારી છે.

વિદારી કંદનો પાવડર 50 ગ્રામ, જવનો લોટ 50 ગ્રામ, ઘઉંનો લોટ 50 ગ્રામ આને 50 ગ્રામ ઘીમાં શેકો તેમાં કાજુ, બદામ, ચિરોનજી, સફેદ મૂસળી, જાયફળ, લવિંગ, એલચી 10-10 ગ્રામ નાંખો અને મધ નાંખીને તેના લાડુ બનાવો. આ લાડુ રોજ સવારે અને સાંજે દૂધ સાથે ખાવાથી શારીરિક નબળાઇ દૂર થાય છે અને શરીર મજબૂત બને છે.

વિદારી કંદ નું ચૂર્ણ અને આમળાનું ચૂર્ણ પાણી, દૂધ કે ઘી સાથે ખવરાવવાથી તરત રક્તસ્ત્રાવ બંધ થાય.  ગરમીના શૂળમાં વિદારીકંદ ના રસ કે ઉકાળો કરી, તેમાં ઘી અને સાકર મેળવી પી જવું. વિદારી કંદ, ગોખરુ, જેઠીમધ અને નાગકેસર એ ઔષધો સમભાગે લઈ, તેનો કાઢો કરી, મધ નાખી સવાર-સાંજ પીવાથી પેશાબ ની અટકાયત દૂર થાય છે.

વિદારી કંદ અને રતાળું કંદ બંનેને સૂકવી ચૂર્ણ બનાવવું. તેમાંથી સવાસો ગ્રામ જેટલું ચૂર્ણ લઈ તેમાં ધોળી મૂસળી, કાળી મૂસળી, કૌંચા, ગોખરુ, ઉપલેટ, શતાવરી, ગોરખમુંડી, જટામાંસી, ગળો એ બધી વસ્તુ પાચં પાંચ ગ્રામ લઈ ચૂર્ણ કરી લેવું. આ ચૂર્ણના ઉપયોગથી પેટના તમામ રોગો દૂર  થાય છે.

દૂબળા-પાતળાને જાડા કરવા માટે વિદારી કંદ, ઘઉંનો લોટ અને જવનો લોટ સમભાગે લઈ, તેને ઘીમાં શેકી, દૂધ તથા સાકર નાખી ચાટણ જેવું કરી રોજ ખાવું. હરસ માટે વિદારી કંદ તથા તલનું ચૂર્ણ ઘી અને મધ સાથે રોજ બે વાર લેવું. વિદારી કંદના મૂળોને ગાયના દૂધમાં ઘસી વ્રણ ના દોષ માટે વપરાય છે. હાથ પગના સોજા ઉતારવા ઘણા લોકો એનો ઉપયોગ કરે છે.

એનાં બીજ સરકા, શરબત કે અંગુરના પાણીમાં નાંખીને પીવાથી એ ઓડકાર લાવી બાદી તોડે છે. ઉપરાંત ખોરાકનું પણ બરાબર પાચન કરે છે. વિદારી કંદના મૂળનો ઉકાળો બનાવી તેનાથી કોગળા કરવાથી મોંના રોગોમાં તે ફાયદાકારક છે. મોટે ભાગે શરીર માં પોષણ ના અભાવ અથવા અસંતુલિત આહારને કારણે મોંમાં ફોલ્લા થાય છે. વિદારી કંદના મૂળનો ઉકાળો કરીને કોગળા કરવાથી મોંના ચાંદા થી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top