ઘરે રહેલા લીંબુના છોડમાં નાખી દ્યો માત્ર આ એક વસ્તુ, ગેરેન્ટી 15 દિવસમાં થઈ જશે લીંબુના ઢગલા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તમારા માંથી ઘણાને ત્યાં લીંબુના છોડ હશે. તમે એના દ્વારા પોતાની આવક પણ કરતા હશો. પણ ઘણા લોકો વધારે લીંબુ ન ઉગવાને કારણે પરેશાન રહે છે. એમના લીંબુના છોડ મોટા તો હોય છે પણ એના પર જોઈએ એટલા લીંબુ આવતા નથી.

લીંબુનો વધારે પાક મેળવવા માટે સૌથી પહેલા જયારે તમે એના છોડને કુંડામાં વાવો છો, ત્યારે ધ્યાન રાખવું કે કુંડુ 14 ઈંચનું હોવું જોઈએ. એનાથી મોટું હશે તો પણ ચાલશે. અને એ કુંડુ માટી કે પછી સિમેન્ટનું જ હોવું જોઈએ. જો એ બે માંથી કોઈ ન મળે તો પછી પ્લાસ્ટિકનું લઇ શકો છો. તમે નવો છોડ રોપવાના હોવ તો કુંડામાં તમારે 50 % માટી નાખવી અને 30 % મોટા કાંકરા વાળી રેતી નાખવી. અને બાકી સુકાયેલા ઝાડના પાન હોય તેનો ભૂકો કરીને નાખવો. એ માટીમાં ફૂગ નથી લાગવા દેતું.

એક વાતનું હંમેશા ધ્યાન રહે કે તમારે આ લીંબુ વાળા કુંડાને એવી જગ્યાએ મુકવાનું છે જ્યાં સારો તડકો આવતો હોય. અને એના પર 5 – 6 કલાક જ તડકો રહે એવી જગ્યાએ કુંડુ મુકવાનું છે. તમે એવું ન કરો તો જરૂરી તડકો ન મળવાને એના પર લીંબુના ફળ ઓછા આવશે. એટલા માટે જ્યાં લીંબુનો છોડ રાખો ત્યાં તડકો આવવો જોઈએ.

લીંબુ માટે ખાતરની વાત કરીએ તો એને પૂરતા પ્રમાણમાં ખાતર જોઈશે. તમારે દર મહિને એમાં મોનમિલ નાખવાનું રહેશે. આ ખાતર પ્રાણીઓના હાડકા માંથી બને છે. તમારે આ એને કુંડામાં છોડના મૂળથી દૂર ખાડો બનાવીને એમાં નાખવું. આ ખાતર નાખવાનું કારણ એ છે કે તેમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ રહેલું હોય છે. જે છોડ માટે સારું છે, અને આ ખાતર છોડને કેલ્શિયમ પણ આપે છે. તમે લીંબુ માટે કેળાની છાલને સૂકવીને એનો પાવડર બનાવીને પણ નાખી શકો છો.

બીજા ખાતર એટલે કે પ્રવાહી ખાતર વિષે પણ તમને જણાવી દઈએ. એના માટે તમારે એક ડોલ પાણીમાં કેળાની છાલ, લીંબુના છોતરા અને ગોળ, તેમજ વેસ્ટ કમ્પોઝર મિક્સ કરવાનું છે. હવે તેને એક અઠવાડિયા સુધી સડવા દેવાનું છે. ત્યારબાદ આ તૈયાર થયેલા પાણીને તમે કુંડામાં નાખો, તેમજ તેને સ્પ્રે બોટલ દ્વારા છોડ પર છાંટો. એ ફાયદાકારક છે.

લગભગ બધા લોકો જાણતા જ હશે કે લીંબુના છોડમાં 2 થી 3 વખત ફૂલ આવે છે. અને શિયાળો શરુ થતા તેના પાંદડા ખરવા લાગે છે. જો આવું થાય તો તમારે આ છોડ ફેંકવો નહિ. કારણ કે આ કુદરતી પ્રક્રિયા છે. આ ઉપાય કરવાથી તમારા છોડ પર લીંબુ પણ વધારે આવશે અને તે સુકાશે પણ નહિ. આ ઉપાય કરીને તમે લીંબુનો પાક વધારી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top