સવારે ઉઠતાંની સાથે જ કરો આ કામ, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સારા સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. બહુ ઓછા લોકો એવા હોય છે સવારના સમયે વાસી મોઢે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને ખરાબ તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે.

જો તમે સવારમાં રોજ વાસી મોઢે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ તંદુરસ્ત રહે છે.  તો ચાલો આજે આપણે જાણીએ સવારે વાસી મોઢે પાણી પીવાથી થતાં ફાયદાઓ.

જે લોકોને લોહીની કમી હોય જે લોકોની આંખો ફરતે કુંડાળા થઈ ગયા હોય ચહેરા પર ખીલના ડાઘ હોય એવા લોકો ને વાસી મોઢે પાણી પીવાથી અનેક ઘણા ફાયદા થાય છે. સવારે ઉઠીને ભૂલ્યા વગર જરૂર તમે વાસી મોઢે પાણી પીવાનું ચાલુ કરી લો જેથી તમે ઘણા રોગોથી છુટી જશો અને તમારી તમામ સમસ્યાઓ દૂર થશે.

સવારે ઉઠી ને વાસી મોઢે 4 ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે. જલ્દી કામ કરે છે. શરીરની બધી ગંદકી દૂર કરે છે અને લોહીને સંપૂર્ણ રીતે ચોખ્ખું કરે છે. જે  ત્વચાને સ્વસ્થ બનાવે છે અને તેની સુંદરતા ચહેરા પર દેખાય છે. વાસી મોઢે નવસેકું પાણી કરીને પીવામાં આવે ત્યારે વજન ઘટાડવામાં પણ શરીરને મદદરૂપ થાય છે.

સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી મોઢાની લાળ શરીરમાં જાય છે અને તે કેટલાય રોગો થી બચાવે છે.મોઢાની લાળ ગ્રંથી એક એવો તરલ પદાર્થ છે જે એન્ટીસેન્ટીક જેવુ કામ કરે છે અને રોગ સામે લડે છે,જેથી શરીર ને સ્વસ્થ રાખે છે.પાણી આરોગ્ય માટેખૂબ જ ફાયદાકારક છે. સવારના વાસી મોઢે પાણી પીવાથી થી શરીર નું તાપમાન નિયંત્રિત રહે છે, તેવામાં નાની-મોટી બીમારીઓથી લડવામાં ખૂબ જ મદદ મળે છે.

આપણે જયારે સવારે ઉઠીએ છીએ એટલે આપણા શરીરમાં એટલે કે હોજરીમાં ખાલી એકલું એસિડ જ ભરેલું હોય છે અને આપણા મોઢામાં સવારે જે લાળ જામી હોય છે તેમા કેટલાક અલ્કલાઇન તત્વો રહેલા હોય છે જેથી સવારે વાસી મોઢે પાણી પીવાથી હોજરી માં રહેલા એસિડને દૂર કરે છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી માત્ર શારીરિક ફાયદો જ થતો નથી, પરંતુ તે માનસિક ફાયદા પણ આપે છે. હકીકતમાં, સવારે પુષ્કળ પાણી પીવાથી મગજ સારું રહે છે અને દિવસભર ઝડપી કામ કરે છે. સવારે વાસી મોઢે પાણી પીવાથી માનસિક થાક અને તણાવ પણ દૂર થાય છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી માથા ના દુઃખાવામાં રાહત થાય છે કેમકે માથું દુખવાનું મૂળ કારણ પાણી ની અછત હોય છે. સવારે વાસી મોઢે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવાથી મેટાબોલીઝમ સિસ્ટમ સુધરે છે તેમજ વધતા વજનને કાબુમા કરી શકાય છે.

વાસી મોઢે પાણી પીવાથી આંખોની રોશનીમા વધારો થાય છે અને વાળ ખરવાની સમસ્યા હશે તો તેમા અનેક ઘણો ફાયદો થશે અને તમારા વાળની તમામ સમસ્યા દૂર કરવામાં કારગર છે આથી વાસી મોઢે પાણી પીવું. વાસી મોઢે પાણી પીવાથી ગેસની સમસ્યા પણ દુર થાય છે. આથી ઊઠીને બ્રશ કે કોગળા કર્યા પહેલા વાસી મોઢે પાણી પીવું એ ખૂબ જ લાભદાયી છે.

સવારે વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાથી તમારુ હાઇબ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે  સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી  છે. તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. વાસી મોઢે પાણી પીવાથી શરીરની અંદર રહેલો કચરો બહાર નીકળી જાઈ છે. અને પેટની સફાઈ થાય છે કબજિયાત રહેતું નથી. અને પેટને લગતા તમામ રોગો માં ફાયદો થાઈ છે.

સવારે વાસી મોઢે ધૂંટણ બળે બેસીને પીવાનું છે અને તેને મોઢામાં ફેરવી ફેરવીને પીવાનું છે જેથી આપણા મોં માં રહેલી લાળ એમાં મળી જાય. આમ બેસીને પાણી પીવાથી આપણને જીવનમાં કોઈ ઘૂંટણને લગતી તકલીફ નહીં થાય.  તેની સાથે જે લોકોનું શરીર એસિડિક છે એટલે જેમને પણ સવારના સમયે ખાટા ખાટા ઓટકાર આવે છે, તેમને પણ આમ સવારે પીવાથી તેની સમસ્યા દૂર થઇ જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top