શું તમને વારંવાર પેશાબ લાગવાની તકલીફ છે? તો થઈ જાવ સાવધાન હોય શકે છે આ તકલીફ, અહી ક્લિક કરી જરૂર જાણો ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે.

ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. સામાન્ય વ્યક્તિને દિવસમાં 4થી 8 વખત પેશાબ આવે છે.

વારંવાર પેશાબ આવવાના કરણોમાં યૂરિન ટ્રેક્ટ ઈન્ફેક્શન, પેશાબ થવામાં પ્રોબ્લેમ થવો, પ્રોસ્ટેટ વધવું, મૂત્રાશયની પથરી, ગર્ભાવસ્થા, પેલ્વિસમાં ટ્યૂમર વગેરે સામેલ છે.જો તમારા કેસમાં આનુ પ્રમાણ વધુ હોય તો તે સારા સંકેત નથી અને તેની અવગણના ન કરવી જોઈએ.

જો દિવસમાં 4-5 વાર પેશાબ જાવ છો તો આ એક નોર્મલ વાત છે પરંતુ જ્યારે આ વધીને 8 વખત થઇ જાય તો તેના પર વિચાર કરવો જરૂર બની જાય છે.

વારંવાર પેશાબ જવાના ઘણા કારણો હોઇ શકે છે. જો મૂત્રાશય (બ્લેડર) ગરમ થઇ જાય છે અથવા  મૂત્ર પથ સંક્રમણથી બિમાર છો,મોટાભાગે વારંવાર પેશાબ જવાની પરેશાની ડાયાબિટીસના રોગના લક્ષણોમાં સામાન્ય હોય છે.

વારંવાર પેશાબ થવાનું સૌથી મોટુ કારણ અતિશય મૂત્રાશયની શક્રીયતા કાર્ય હોઈ શકે છે.  આવી સ્થિતિમાં વ્યક્તિ સામાન્ય રીતે વારંવાર પેશાબ કરવા પ્રેરાય છે. જો પેશાબની નળીઓના વિસ્તાર માં ચેપ હોય, તો તમારે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  આ સ્થિતિમાં, વારંવાર પેશાબ સાથે, પેશાબમાં  બળતરા પણ થાય છે.જ્યારે પ્રોટેસ્ટ ગ્રંથિ વધે છે ત્યારે પણ આ સમસ્યા થઈ શકે છે.

દિવસભર વારંવાર પેશાબ જવાની સમસ્યાથી પરેશાન છો તો કેટલાક પ્રકારના ઘરેલુ ઉપાય  મદદ કરી શકે છે. વારંવાર પેશાબ જવાનું કોઇને પણ પસંદ નથી.

દાડમની છાલની પેસ્ટ બનાવો અને તેનો નાનો ભાગ પાણીની સાથે દિવસમાં બે વખત ખાવ. આમ 5 દિવસ સુધી કરો, તમને તેનાથી આરામ મળશે.

કુલથીમાં કૈલ્શિયમ, આયરન અને પોલીફિનોલ હોય છે, જો કે એન્ટીઓક્સિડેંટથી ભરપુર હોય છે. થોડી કુલથીને ગોળ સાથે રોજ સવારે લેવાથી મૂત્રાશયની ખરાબી દૂર થાય છે.

તલના દાણામાં એંટી ઓક્સીડેંટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે.  તેને ગોળ અથવા પછી અજમા સાથે સેવન કરી શકો છો. એક ચમચી મધની સાથે 3-4 તુલસીના પાંદડા મિક્સ કરો અને ખાલી પેટે સવારે ખાવ.દહીંને દરરોજ જમવાની સાથે ખાવું જોઇએ. તેમાં હાજર પ્રોબાયોટિક બ્લેડરમાં ખતરનાક બેક્ટેરિયાને વધતાં રોકે છે.

મેથી પાવડરને સુકુ આદુ અને મધની સાથે મિક્સ કરી પાણી સાથે ખાવ. આમ દર બે દિવસે કરો, પરિણામ સ્પષ્ટ જોવા મળશે. ચંદન, લોબાન અને ટી ટ્રી ઓઇલ જેવા જરૂરી તેલો વડે તમારા પ્રાઇવેટ પાર્ટની માલિશ કરવાથી તે જગ્યાની બળતરા અને વારંવાર પેશાબ આવવાની પરેશાની ખતમ થઇ જાય છે. બેસ્ટ રિજલ્ટ માટે અરોમા થેરેપિસ્ટની સલાહ લો.

બેકિંગ સોડા પેશાબના પીએચ બેલેન્સને નિયંત્રિત કરશે. અડધી ચમચી બેકિંગ સોડાને 1 ગ્લાસ પાણીની સાથે મિક્સ કરીને પીઓ. જેટલું વધુ પાણી પીશો એટલું શરીર હાઇડ્રેટ રહેશે અને કિડનીમાંથી ગંદકી નિકળશે. એક પુરૂષને દરરોજ લગભગ 3 લીટર પાણી પીવું જોઇએ.

તલ અને ગોળ 1-1 ચમચી મિક્સ કરીને ખાઓ. આ ઉપાય ત્યાં સુધી કરો જ્યાં સુધી આ સમસ્યા દૂર ન થઈ જાય. તલ શરીરમાં થતાં સંક્રમણથી છુટકારો અપાવે છે.

આમળાનું સેવન બ્લેડર સંક્રમણને દૂર કરે છે. સાથે જ વારવાર પેશાબ આવવાની સમસ્યાથી પણ બચાવે છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી ઓવરઓલ હેલ્થને પણ સુધારે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here