મધ એ એક સ્વાદિષ્ટ ખોરાક છે જે દરેકને પસંદ છે. ઘણા લોકો તેને દૂધમાં મેળવીને પીવે છે અને ઘણા લોકો તેનો ઉપયોગ વાનગી બનાવવા માટે કરે છે. સ્વાદ સાથે ભરપૂર અને પૌષ્ટિક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં છે. માત્ર આ જ નહીં, જે લોકો રાત્રે તેનું સેવન કરે છે તેના સ્વાસ્થ્ય પર પણ ઘણી સારી અસર પડે છે.
મધ નું સેવન ઘણી રીતે કરવામાં આવે છે ઘણા લોકો મધને હલકા ગરમ પાણીની સાથે લે છે, જયારે ઘણા લોકો મધ નું સેવન દૂધની સાથે પણ કરે છે. મધ ને તન્દુરસ્તી માટે ઘણું ઉપયોગી માનવામાં આવે છે અને મધ ખાવાથી ઘણા પ્રકાર ના લાભ થાય છે મધની અંદર વિટામિન એ,વિટામિન બી અને વિટામિન ડી હોય છે તો એવો જાણીએ મધના ફાયદા વિશે.
તે ટાઇપ 2 ડાયાબિટીઝવાળા હૃદયરોગના ઘણા જોખમોને ઘટાડવામાં મદદરૂપ છે. આ પ્રકારના લોકો માટે ખાંડ કરતાં મધ એ એક સારો વિકલ્પ છે. જો કે, તેનો ઉપયોગ ફક્ત દવા તરીકે થવો જોઈએ. બ્લડ પ્રેશરમાં વધારો એ હૃદય રોગનું જોખમ પણ વધારે છે. મધ આ જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે તેમાં એંટીઓક્સિડન્ટના સંયોજનો છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે.
મધ માં ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, માલટોઝ અને સુક્રોઝ હોય છે અને તેમાં ફાઇબર,ચરબી અથવા પ્રોટીન શામીલ નથી હોતું. સારી ગુણવતાવાળા મધમાં ઘણા મહત્વપૂર્ણ એંટીઓક્સિડન્ટો હોય છે. એંટીઓક્સિડન્ટો હાર્ટ એટેક, સ્ટ્રોક અને અમુક પ્રકારના કેન્સરના જોખમને ઘટાડવા માટે ઉપયોગી થાય છે.
મધનું સેવન કરવાથી ઊંઘ સારી આવવાથી તણાવની પરેશાનીથી પણ રાહત મળે છે. જો વધારે તણાવ હોય તો મધ નું સેવન ગરમ દુધ સાથે કરવું જોઇએ. દૂધ ની સાથે મધ ખાવાથી તણાવની મુશ્કેલી દૂર થાય છે. એક કપ ચા અથવા હૂંફાળુ પાણી 1 ચમચી મધ સાથે મેળવીને પીવાથી કોઈ પણ પ્રકારના દુખાવામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ટોસ્ટ અથવા પેન કેક પર મધ લગાવીને બાળકોને ખવડાવો. આનાથી વધુ કેલરી પણ બચશે અને સ્વાદ પણ વધશે.
મધ અને દૂધ નું એક સાથે સેવન કરવાથી હાડકા પર સારો પ્રભાવ પડે છે અને હાડકા મજબુત બને છે. એટલે માટે જે લોકોના હાડકા કમજોર હોય તે મધ નું સેવન કરવું જેથી હાડકાં મજબૂત બને છે. પાંચનક્રિયા સારી ના હોય તો મધનું સેવન કરવું જોઈએ. તમે રોજ સવારે ગરમ પાણીમાં મધ ભેળવીને સેવન કરી શકો છો. તમે ચાહો તો દૂધની સાથે પણ મધનું સેવન કરી શકો છો મધનું સેવન કરવાથી પાંચન પ્રકિયા સારી બને છે.
મધ ખાવાથી શરીરની ઉર્જા સારી રહે છે અને શરીરમાં કમજોરી નથી આવતી. જે લોકો 1 ચમચી મધ સવારે અને રાતે સૂતા પહેલા લે છે એ લોકોને કમજોરી આવવાની શિકાયત નથી રહેતી. મધના ફાયદા બીજા પણ છે અને એને ખાવાથી શરીર એકદમ સહેતમંદ રહે છે.
શરીરમાં હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોય તો તમે મધનું સેવન કરો. જો રોજ 1 ચમચી મધનું સેવન કરીએ તો હિમોગ્લોબીનનું સ્તર એની જાતે જ વધી જાય છે. શરદી અને ઉધરશ થાય ત્યારે મધ નું સેવન આદું ની સાથે કરવું જોઇએ. તમે થોડુંક આદું લઈને સાફ કરીને મધ માં ભેગું કરીને એનું સેવન કરવાથી શરદી દૂર થઈ જાય છે અને હિમોગ્લોબીનનું સ્તર વધે છે.
વધારે વજનથી પીડિત લોકો મધનું સેવન કરે છે. દરરોજ સવારે ભૂખ્યાં પેટે મધનું સેવન લીંબુ સરબતની સાથે કરવાથી વજન ઓછો થવામાં મદદ મળે છે. આના સિવાય વજન ઘટાડવા ખાંડની જગ્યાએ મધનું સેવન કરવું જોઈએ. વગેલું હોય અથવા દાઝેલા ઘાવ પર મધ લગાવવાથી આરામ મળે છે. ઘાવ ને પહેલા પાણીથી સાફ કરો પછી ઘા પર મધ લગાવી દેવું.
મધ નો ફાયદો ત્વચાની સાથે પણ જોડાયેલો છે મધ ને ત્વચા પર લગાવાથી ચેહરો સુંદર બને છે તમે એક ચમચી મધમાં ટામેટાનો રસ ભેગો કરો. પછી તમે આ પેસ્ટને પોતાના ચેહરા ઉપર લગાવો અને સુકાવા દો અને પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. તમારો ચહેરો એકદમ મુલાયમ થઈ જશે.