પથરી, વાળ જેવી અનેક સમસ્યા માટે તુરીય છે રામબાણ ઈલાજ, અહી ક્લિક કરી જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

તુરિયાનું શાક ચોમાસાની ઋતુમાં ઔષધીઓનો ખજાનો છે. ચોમાસાની ઋતુમાં બને ત્યાં સુધી વેલાવાળા શાકભાજી એટલે કે તુરીયા,ગલકા, કંટોલા વગેરે ખાવા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તુરિયાના શાકથી આપણે બધા પરિચિત છીએ,તુરીયા શરીરમાં વધતી ગરમી સામે લડવા માટે સક્ષમ છે. તેમજ લોહીમાં હિમોગ્લોબીનની માત્રાને જાળવી રાખે છે. તુરિયાનું વૈજ્ઞાનિક નામ ‘લુફ્ફા એક્યૂટેંગુલા’ છે. તુરિયાને આદિવાસી અનેક રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી લોકો તુરિયાને શાકના રૂપમાં ખાય છે.

તુરીયા ઠંડા,મધુર, પિત્તનો નાશ કરનાર અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. શ્વાસ, તાવ, ઉધરસ અને મળ અવરોધ ને દૂર કરનાર છે. તુરિયા પચવામાં ભારે અને આમ કરનાર છે. તેથી ચોમાસાની ઋતુમાં તુરીયા નુ શાક બીમાર માણસો માટે હિતકારી નથી. તુરીયા માથાના રોગ તેમજ આંખના રોગ માટે ફાયદાકારક છે. સાજા માણસે પણ સારા પ્રમાણમાં લસણ અને તેલ નાખેલું શાક જ ખાવું હિતાવહ છે.

જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે તુરીયાનો એક ચમચી જ્યુસ પીવો. તેને ગાયના દૂધ અને પાણીના બે ચમચી સાથે મિક્ષ કર્યા પછી, તમારા પથરી પીગળવા માંડે છે. તુરિ‌‌યા‌‌ના વેલા ના મૂળ ને ગાયના માખણમાં અથવા એરંડિયા મા ઘસીને બે-ત્રણ વાર ચોપડવા થી ગરમીને લીધે બગલ મોઢામાં પડતી ચાંદી મટે છે.

તુરિયા ના પાનના રસને ઘઉંના લોટમાં મેળવી તેનો લોટ બાંધો ત્યારબાદ એ લોટની નાની નાની બાટી બનાવવી. તેનું ચૂરમું કરવુ તેમાં ઘી અને ખાંડવી ની લાડુ બનાવવા આ લાડુ ખાવાથી માથાને લગતી તમામ બીમારી નો અંત આવે છે.

કડવાં તુરિયાના બીજને બીજ ને મીઠા તુરિયા નાં તેલ મા ઘસીને આંખમાં કાજળની જેમ લગાવવાથી આંખમાં મોતિયો આવ્યો હોય તો ધીરે ધીરે સારું થઈ જાય છે. તુરીયા ના પાનને પીસીને તેનો રસ કાઢીને તેના એક બે ટીપા આંખમાં નાખવાથી આંખના રોગમાં રાહત મળે છે.

કમળો થયો હોય તો તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે.

500 ગ્રામ તુરિયાને સમારી 2 લિટર પાણીમાં ઉકાળી આ પાણીને ગાળી લો. આ પાણીમાં રીંગણ બાફી લો. રીંગણ બફાઇ જાય એટલે તેને ઘીમાં શેકી ગોળ સાથે ખાવાથી બવાસીરનો દુખાવો અને મસા મટી જાય છે.   તુરિયાનાં મૂળને ઠંડા પાણીમાં ઘસી ગાંઠ પર લગાવવાથી ગાંઠ આંગળવા લાગે છે.

અપચો અને પેટની સમસ્યાઓ માટે તુરિયાનું શાક ખૂબજ ફાયદાકારક છે. ડાંગના આદિવાસીઓ પેટનો દુખાવો મટાડવા તુરિયાનું કાચુ-પાકુ શાક ખાય છે.

તુરિયામાં ઇન્સ્યુલીનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને દાદર- દરાજ અને ખુજલી પર લગાવવાથી રાહત મળે છે. તુરિયાનો રસ કોઢ પર લગાવવાથી અને તુરીયા નિયમિત ખાવાથી ચામડી નો કોઢ પણ મટી શકે છે. તુરીયા નુ સેવન કરવાથી રક્તની પુષ્ટિ થાય છે અને શુદ્ધ બને છે તથા લીવરની સમસ્યાઓ દૂર થાય છે.

જો વાળને લગતી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તુરીયા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે તેને ટુકડા કરી નાખો અને હવે તેને નાળિયેર તેલ નાંખો અને તેને 2 થી 3 દિવસ રાખો. જ્યારે તે તુરીયા તેલમાં સારી રીતે ડૂબી જાય, ત્યારે તેને ઉકાળો અને તેલ અડધું થઈ જાય પછી તેને ગાળી લો, હવે આ તેલને રોજ વાળ પર માલિશ કરો. આનાથી 1 અઠવાડિયામાં તમારા વાળ કાળા થઈ જશે.

જો તુરીયા ખાઓ છો, તો પછી શરીરનું વજન પણ ઘટાડી શકો છો. તુરીયામાં કેલરી ખૂબ ઓછી હોય છે, જેના કારણે તમને ઝડપથી ભૂખ લાગશે નહીં, ઓછી કેલરી હોવા ઉપરાંત, તુરીયામાં પાણીની માત્રા વધારે હોય છે અને તે ફાઇબરથી ભરપૂર છે, તેથી જ્યારે તમે તુરીયા ખાવ છો ત્યારે ભૂખ લાગતી નથી.

જો તુરીયાનો ઉપયોગ કરો છો, તો તે ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકે છે. તેને ગાયના માખણ સાથે પીસીને  ત્વચા પર વાપરો જો તમે આ કરો છો, તો તેનાથી ચહેરા પરના પિમ્પલ્સ અને કરચલીઓ ઓછી થાય છે. આ ત્વચામાં કુદરતી ગ્લો વધારે છે અને તે જ સમયે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત આપે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here