માત્ર આ એક વસ્તુ દૂધને બનાવી દેશે 10 ગણું શક્તિશાળી, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શરદી-ગળાના ઇન્ફેકશન માટે છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોરોના વાયરસથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અથવા કસરત અને સારુ ખાવાની ટેવ શરૂ કરી દીધી છે અને હવે લોકો તેમના સ્વાસ્થ્ય પર પહેલા કરતા વધારે ધ્યાન આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતના લોકોએ હજારો વર્ષ જૂની સંસ્કૃતિને પોતાના માટે પસંદ કરી છે અને આમાં સૌથી સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. દરેક ભારતીય ઘરમાં તુલસીનો છોડ મળશે.

તુલસી ના છોડ નું ધાર્મિક મહત્વ હોય છે, તેમાં ઘણા બધા ઔષધીય ગુણ પણ હોય છે. તે રોગને મૂળથી ખતમ કરવાની તાકાત ધરાવે છે. તુલસી માં વિટામિન, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાઇરલ વગેરે ગુણ મળી આવે છે. આવા સંજોગોમાં ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

શરદી હોય ત્યારે લોકો ઘણીવાર તુલસી વાળી ચા પીતા હોય છે. પરંતુ જે લોકોને ચા ન ગમતી હોય છે, તેઓ ચાને બદલે તુલસી વાળું દૂધ પીવાનું શરૂ કરે છે. આ દૂધ પીવાથી શરદી મટે છે. આ સાથે ગળાનો દુખાવો પણ દૂર ભાગશે. સીઝનમાં આવતા ફેરફારને કારણે શરદી, ખાંસી, તાવ ની સમસ્યામા રેગ્યુલર તુલસી વાળું દૂધ પીવાથી ઈમ્યુનિટી વધે છે.

આ સાથે તુલસીના પાનને દૂધમાં ઉકાળી પીવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે-સાથે ઘણા રોગોમાંથી છુટકારો પણ મળે છે. નિયમિત રીતે તુલસી વાળા દૂધનું સેવન કરવાથી ઘણા બધા રોગોમાં રાહત મળે છે. જે લોકો દરરોજ તુલસી વાળું દૂધ પીવે છે, તેની પ્રતિરક્ષા વધે છે અને બદલાતી ઋતુમાં શરદીની સમસ્યા થતી નથી. એક થી દોઢ ગ્લાસ દૂધમાં આઠથી દસ તુલસીના પાન નાખી તેને ખૂબ જ ઉકાળો.

૩૦ ટકા જેટલું દૂધ બળી જાય ત્યારબાદ ગેસ બંધ કરો. જ્યારે દૂધ થોડું ઠંડું પડે ત્યારે પીવો. આ દૂધનું સેવન રોજ કરવાથી અનેક બીમારીથી છુટકારો મળે છે. તમે તમારા ટેસ્ટ મુજબ તેમાં મધ, ગોળ કે સાકર મિક્સ કરી શકો છો. તુલસી નું દૂધ પીવાનો સાચો સમય સવારે ખાલી પેટે અથવા રાતે સૂતાં પહેલાં છે.

દૂધમાં તુલસીના પાનને ઉકાળીને પીવાથી માથાનો દુખાવો અથવા માઇગ્રેન થી રાહત મળે છે. આ દૂધ નિયમિતપણે લેવાથી આ સમસ્યાને મૂળમાંથી મટાડી શકાય છે. જો સતત આ સમસ્યાથી દુઃખી રહો છો, તો  ચાને બદલે રોજ દૂધમાં તુલસીના પાન નાખીને પીવો. આમ કરવાથી મોટો ફાયદો થશે.

તુલસીના દૂધમાં ઝડપથી ફ્લૂ મટાડવાની ક્ષમતા હોય છે જે તુલસી માં હાજર બળતરા વિરોધી તત્વો ફ્લૂના લક્ષણો મટાડવામાં અને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને તુલસી માં હાજર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી બાયોટીક ગુણધર્મો તાવની સારવારમાં પણ મદદગાર છે.

દૂધમાં તુલસીના પાનને ઉકાળીને પીવાથી આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે. નિયમિત રીતે જો ખાલી પેટ પીવામાં આવે છે, તો હૃદયરોગના દર્દીઓને ઘણો ફાયદો મળે છે. આ ઔષધી ન માત્ર હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે, પરંતુ હૃદયના રોગો થી દૂર રાખવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા છે, તો તેણે નિયમિતપણે ખાલી પેટ દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવા જોઈએ. આમ કરવાથી કિડનીની પથરીની સમસ્યા અને પીડા દૂર થઇ જાય છે.

તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેંટ ગુણરહેલા હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. એટલું જ નહિ તેના ગુણ શરીરમાં કેન્સર પેદા કરતા કોષો સામે લડવામાં શક્તિ પૂરી પાડે છે. અને તેનાથી રક્ષણ પણ કરે છે. આ સિવાય તુલસીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ પણ રહેલા હોય છે, જે આપણને શરદી, ખાંસી અને તાવ થી દૂર રાખે છે.

જો શ્વાસ સંબંધિત સમસ્યાઓ થી પરેશાન છો તો દૂધ સાથે તુલસીના પાન ઉકાળીને પીવો એવું કરવાથી દમના રોગીઓને ફાયદો થશે. હૃદયને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે સવારે ખાલી પેટ પર દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈએ આ કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને હૃદયને લગતી બિમારીઓ શરીરથી દૂર રહે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top