માત્ર આ 3 પાંદથી તાવ-શરદી અને કફ તરત ગાયબ, એન્ટીબાયોટિક્સ દવા કરતાં વધુ કરે છે કામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ વાતાવરણ ફરવાથી લોકો તાવ, શરદી-કફ અને ઉધરસની ફરિયાદ કરી રહ્યા છે. અને તેનાથી છુટકારો મેળવવાના દેશી ઈલાજ વિષે પણ પૂછી રહ્યા છે તેથી આજે અમે આ દરેક સમસ્યાનો ઈલાજ લઈને આવ્યા છીએ જે દરેકના ઘરમાં સરળતાથી મળી રહે અને તેની અસર પણ જલ્દી થાય અને રોગ મુક્ત બની શકાય.

તે ઔષધિનું નામ છે તુલસી. નામ સાંભળીને તમને થશે કે આ તો સાવ સામાન્ય છોડ છે પરંતુ એક વખત ઉપયોગ કરશો પછી જાણ થશે કે આ દવા કરતાં પણ વધુ અસરકારક ઔષધિ છે. તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે તીર્થ સમાન ગણવામાં આવે છે કેમકે તુલસીની સુગંધ જ્યાં જશે ત્યાં હવા શુદ્ધ થાય છે. હવા વાયરસ મુક્ત થાય છે.

તાવના જંતુઓને નાશ કરવાનો ગુણ તુલસીમાં ખાસ રહેલો છે. મેલેરિયાના મરછરો તુલસીથી દૂર જ રહે છે. સાપ પણ તુલસીના ક્યારામાં આવતો નથી. તુલસીના મૂળ, પાન, માંજર વગેરે અનેક રોગો પર ઉપયોગી છે. શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો સાકર, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો.

આ ઉપરાંત દરરોજ સવારે 3 થી 7 પાંદ તુલસીના ખાવાથી જીવનભર કફ-ઉધરસ અને શરદી દૂર રહે છે. તુલસીનો રસ શરીર પર ચોળવાથી મચ્છર કરડતા નથી. મચ્છરો દૂર ભાગે છે. તુલસીના પાનનો રસ મિક્સરમાં કાઢવો, ત્યારબાદ તે રસ ગાળી ને શરીર પર ચોપડવો. મચ્છર કરડવાથી જે રોગો થાય છે અને તાવ આવે છે અને પ્લેટલેટ્સ ઘડવા માગે છે. પ્લેટલેટ્સ એટલે કે ડેન્ગ્યુ નામના રોગમાં પ્લેટલેટ્સ ઘટવા લાગે છે.

તુલસીનો રસ પીવાથી લોહીના વિકાર, ત્વચા રોગ અને કોઢ મટી જાય છે. ચામડીના કોઈપણ રોગ વિરુદ્ધ આહાર તથા પોષક તત્ત્વો ઘટી જવાથી થાય છે. મેલેનીન નામનું તત્વ છે જે ચામડી માં રહેલું છે તે પ્રમાણમાં હોવું જોઈએ, પરંતુ વિરુદ્ધ આહાર ચામડીના રોગોને આમંત્રણ આપે છે. પરંતુ તુલસીનો રસ પીવાથી ચામડીના રોગોમાં અને આ બધા રોગોમાં તુલસીનો રસ ખૂબ જ ફાયદાકારક છે.

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.

તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે. ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

તુલસીના તેલમાં એસ્ટ્રાગોલ નામનું તત્વ હોય છે, જે લીવર કેન્સરનું જોખમ વધારી શકે છે. તુલસીની પેસ્ટ અથવા તેનું તેલ ત્વચા પર લગાવવાથી કેટલાક લોકોમાં એલર્જી થઈ શકે છે.

 

Scroll to Top