આજકાલ લોહિ જાડું થઈ હાર્ટએટેકના કેસ ખૂબ જ વધી રહ્યા છે. મોટી ઉમર માં જ નહીં યુવાનો માં પણ આ સમસ્યા વધી રહી છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે આજકાલની જીવનશૈલી અને ખાણીપીણી. જો તમે તમારા આહારમાં ફાઇબરથી ભરપૂર ખોરાક સામેલ કરો છો તો લોહી પાતળું થશે. આ લોહીને પાતળું કરવા ઘણા લોકો દવા પણ લેતા હોય છે પરંતુ લોહીને શુદ્ધ કરવા માટે ફાઈબર યુક્ત આહાર લેવો જરૂરી છે. આને કારણે પાચનની શક્તિ સારી રહે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહે છે.
જો જીવનભર સ્વસ્થ રહેવું છે તો શરીરની અંદર હેલ્દી લોહીની જરૂર પડે છે. તેથી જ આજે અમે આ ગંભીર સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ જે માત્ર ઘરે રહીને જ થોડી કાળજી રાખી ઘરેલુ ઈલાજથી મટાડી શકાય છે. ખાવાપીવામાં થોડી કાળજી રાખી આયુર્વેદિક ઔષધિનું સેવન કરવાથી લોહીને પાતળું અને શુદ્ધ કરી હદયરોગથી પણ બચી શકાય છે.
લોહી પાતળું કરવાનો બેસ્ટ ઈલાજ છે લસણ. જી, હા મિત્રો, લસણમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. જો તમને ભોજનમાં લસણ ના ભાવે તો આ સિવાય લસણની 3 થી 4 કળી સવારે ખાલી પેટ પાણી સાથે ગળી જવી. અથવા તો લસણનો એક ગથિયો શેકીને અઠવાડિયા માં 2 વાર ખાવો. આ કળીને મધ સાથે પણ ખાઈ શકાય છે. જેના લીધે લોહી પાતળું થાય છે.
લોહી સાફ કરવા માટે ઘઉંના જવારા પણ ખૂબ જ અસરકારક છે. તે શરીરમાં રક્ત સંચાર ની પ્રક્રિયા નિયમિત બનાવે છે. લસણના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો શરીરમાં જમા કરેલા મુક્ત રેડિકલને દૂર કરે છે. બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે અને તે લોહીના પ્રવાહને સંતુલિત કરી લોહીને પાતળું કરે છે. આ ઉપરાંત કુંવારપાઠું એ લોહીની શુદ્ધિકરણ માટે ખુબ ઉપયોગી છે. એલોવેરાના તાજા રસમાં મધ અને લીંબુનો રસ ભેળવીને સવાર-સાંજ બે વખત પીવું .
અથવા તો ડુંગળીના ટુકડા કરીને મીક્સરમાં નાખીને તેનો રસ કાઢી લેવો. આ રસમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું. જેના લીધે લોહી પાતળું થવા લાગશે. ડુંગળી અને લસણનો રસ કાઢીને તેમાં મધ અને આદું ભેળવીને પીવાથી પણ લોહી પાતળું થાય છે.
ઉપર જણાવ્યા એ ઈલાજ ના ફાવે તો બીજો એક ઈલાજ છે દુધીને કાપીને તેના ટુકડા કરી લેવા. આ ટુકડાને મિક્સરમાં નાખીને તેમાંથી રસ કાઢી લેવો. આ રસમાં આદુ, હળદર, મીઠું, લસણ, મધ વગેરે નાખીને તેનું જ્યુસ બનાવી લેવું. આ જ્યુસનું નિયમિત સવારે અને સેવન કરવાથી લોહી પાતળું થાય છે. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે.