માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી થાશે આ ગંભીર બીમારીઓ દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો બનાવવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ઘરેલુ નુસ્ખાથી ઘણી એવી બિમારીઓ દૂર કરી શકાય છે. વર્ષોથી ચાલી આવેલા ઘણાં એવા નુસ્ખા હંમેશા ફાયદાકારક સાબિત થયા છે. આવી ટિપ્સ તુલસીના પાનને લઇને છે. તુલસીથી ધણી સમસ્યાઓ સહેલાઇથી દૂર કરી શકાય છે. શરદી -ઉધરસ જેવી સમસ્યા હોય તો તુલસીનો ઉકાળો પીવાથી ઘણો લાભ મળે છે.

દૂધ પોષણના હિસાબે અમૃત સમાન છે અને તુલસીને ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે તમારી પ્રતિરોધક ક્ષમતા વધારીને ઘણા રોગોથી તમારી રક્ષા કરે છે. આ બન્નેનો મિશ્રણ કરીએ તો પોષણની સાથે સાથે આરોગ્યથી સંકળાયેલા ઘણા લાભ મેળવી શકાય છે.

આજકાલની જીવનશૈલીને લઇને તણાવની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. પરંતુ ગરમ દૂધમાં તુલસી મિક્સ કરીને પીવાથી તણાવ દૂર થાય છે. તે સ્ટ્રેસ હોર્મોનને નિયંત્રિત કરી ડિપ્રેશનથી બચાવે છે. જેનાથી વ્યક્તિને તણાવ ઓછો થઇ જાય છે. તે સિવાય માથામાં દુખાવો થતો હોય તો રોજ સવારે દૂધમાં તુલસી મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થાય છે.

જો કોઇ વ્યક્તિને અસ્થમા કે શ્વાસથી સંબંધિત રોગ હોય છે.તો તેને રોજ સવારે તુલસીના પાન સાથે દુધનું સેવન કરવું જોઇએ. તુલસી અને દુધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણોના કારણથી શ્વાસ સંબંધિત બિમારીઓથી છૂટકારો મળે છે. તે સિવાય તુલસી વાળુ દુધ ફ્લૂને દૂર કરે છે. તુલસીમાં એન્ટ ઇન્ફલેમેન્ટરી તત્વોના કારણે ફ્લૂના લક્ષણો દૂર થાય છે અને શક્તિ પ્રદાન કરે છે.

હૃદય રોગથી પીડતા લોકોએ રોજ સવારે ખાલી પેટે દૂધ અને તુલસીનું સેવન કરવું જોઇએ. તેનાથી હૃદય રોગની બિમારી દૂર રહે છે. તેમજ જો કોઇ વ્યક્તિને કિડનીમાં પથરી થવાની શરૂઆત થઇ છે. તો તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. જેનાથી કિડનીમાં થયેલી પથરી ઓગળવા લાગે છે.

તુલસીમાં એન્ટી બાયોટિક અને એન્ટીઓક્સિડેન્ટ ગુણોવની સાથે અન્ય પોષક તત્વો પણ રહેલા છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેના કારણથી કેન્સર જેવી બિમારીઓ દૂર રહે છે.

પથરીની સમસ્યા માટે લોકો ઘણી દવાઓ લેતા હોય છે જેનાથી કિડનીમાં રહેલી પથરી નીકળી જાય પણ તેમની ઘણી દવાઓ કામ કરતી નથી પણ તેની માટે એક બેસ્ટ ઉપાય છે.

રોજે સવારે તુલસીવાળા દૂધનું સેવન કરવું જેનાથી પથરી શરીરમાં ઓગળી જાય છે અને મૂત્રમાર્ગથી બહાર આવી જશે આ કામ રોજે સવારે ભૂખ્યા પેટે કરવું જોઈએ. ભૂખ્યા પેટે એટલા માટે કરવું જોઈએ કેમકે, સવારે ભૂખ્યા પેટે દૂધ સીધું પથરીની બાજુમાં પડે છે જેનાથી પથરી જલ્દીથી તૂટે છે અને બહાર આવે છે.

તુલસીમાં એંટીબેક્ટિરિયલ ગુણો રહેલા છે જેનાથી આપણી ચામડી સારી રહે છે અને રોજે સવારે દૂધ અને તુલસીનું સેવન ખાલી પેટ કરવામાં આવે તો ચામડીને લગતી બીમારી દૂર રહે છે અને કોઈ પણ સ્કીન ઇન્ફેક્ષન થતાં નથી. ઘણા લોકો ચામડીના ડોક્ટરો પાસેથી ઘણા સમયથી દવાનો લેતા હોય છે તો પણ કઈ ફરક પડતો નથી પણ આ કાર્ય થોડા સમય માટે કરો આ કાર્યથી થોડા સમયમાં ફાયદો થશે.

ઘણા લોકોને કફની સમસ્યા રહલી હોય છે અને તેના કારણે લાંબા સમયે સ્વાસ લેવામાં સમસ્યા ઊભી થાય છે તે તકલીફને જડથી કાઢી નાખવા તુલસી અને દૂધનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં જામેલો કફ બહાર કાઢવામાં મદદ મળે છે અને સ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. આ તુલસી વાળા દૂધનું સેવન રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ કરવું જેનાથી કફ ઓગળે છે.

1 ગ્લાસ જેટલા દુધને પહેલા ગેસ પર ગરમ થવા મુકો, ત્યાર બાદ તેમાં 4-8 જેટલા પાન તુલસીના ટુકડા કરીને નાખો. પછી તે દુધને ગરમ થવા દો. હવે તે દુધને ગેસ પરથી ઉતારીને થોડું ઓછું ગરમ રહે ત્યારે ગાળીને પીય શકો છો. આ દુધને ઘણા લોકો ગરમ કર્યા વગર જ પાન તેમાં નાખીને થોડી વાર હલાવીને પછી પિતા હોય છે.

પણ આમ જુઓ તો જો તમને ગરમ દૂધ ફાવતું હોય તો ઉપર જણાવ્યા મુજબ ગરમ કરીને જ પીવું તે વધુ ફાયદાકારક રહે છે. આ દૂધ પીવાનો સૌથી સારો સમય રાત્રે સુતા પહેલાનો છે. પણ ઘણા લોકો આ દુધને સવારે પીવાનું પણ પસંદ કરતા હોય છે. જો તમને ફ્લુ થઇ ગયો છે તો તમને લાભ આપે છે અને સાથે સાથે જલ્દી સાજા થવાની શક્તિ પ્રદાન કરે છે.

તુલસીમાં ઘણા એન્ટીબાયોટીક ગુણ હોઈ છે અને દૂધમાં ઘણા પોષકતત્વો હોઈ છે. જે કેન્સર જેવી બિમારીથી રાહત આપવામાં મદદ કરે છે.જો તમને થોડી થોડી વારમાં સરદર્દ થઇ જતો હોય તો તુલસી અને દૂધ તમને રાહત આપે છે.

તુલસી માં ખુબજ શક્તિશાળી જંતુનાશક એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણધર્મો જોવા મળે છે જે તાવ નો ઈલાજ કરવામા સહાયતા કરે છે.એનાથી મલેરિયા જેવા તાવ નો તાત્કાલિક ઈલાજ મેળવી શકાય છે.આયુર્વેદ માં તાવ થી પીડિત લોકો ને તુલસીપત્ર નો રસ પીવા ની સલાહ આપવામાં આવી છે.

જે વ્યક્તિ ને તાવ હોય તેને અડધા લીટર પાણી માં થોડા તુલસોપત્રો અને ઈલાયચી પાવડર મેળવી ને ઉકાળી લેવું અને જ્યારે તે ઉકળી ને અડધું થઈ જાય ત્યારે તેમાં દૂધ અને ખાંડ મેળવી ને સાન્દ્ર બનાવવું અને તેનું સેવન દર 2 થી 3 કલાક ના અંતરે કરવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here