15 દિવસે એક વખત કરી લ્યો આનું સેવન, આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ, કબજિયાત, ચામડીના રોગ, ગેસ-એસિડિટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ થાય છે.

આમળામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે. બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે.

ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે.

ગર્ભવતી સ્ત્રીઓએ ત્રિફળા લેવાનું ટાળવુ જોઈએ. તેને કારણે મિસકેરેજની શક્યતા વધી જાય છે. ત્રિફળાના અતિરેકને કારણે ઝાડા તથા ડિહાઈડ્રેશન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ત્રિફળા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

બ્લડ પ્રેશરની સમસ્યા આજે ઘણા લોકોમાં જોવા મળે છે વધારે બ્લડ પેશર થવા પર ત્રિફલાનું સેવન કરો. આને ખાવાથી બ્લડ પ્રેશર ઠીક થઈ જશે. જે લોકો બ્લડ પ્રેશરથી પરેશાન છે એ લોકો રાત્રે સુતા સમયે દૂધ સાથે લો એક વિક સુધી ત્રિફલા ખાવાથી બ્લડ પેશર દૂર થઈ જશે.

ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબ ક્ષમતા ધરાવે છે. તે ઈન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સરક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે જેને કારણે તમે જે ખોરાક લો તેમાના પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે.

જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેના માટે ત્રિફળાથી શ્રેષ્ઠ બીજી કોઈ દવા નથી. પાચનતંત્રની તકલીફ ધરાવતા લોકોએ સૂતા પહેલા ત્રિફળા લેવુ જોઈએ. તે હાઈપર એસિડિટી જેવી સમસ્યા અને ગેસને લીધે થતી તકલીફોમાં રાહત આપે છે.

ત્રિફળામાં પોલિફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. આ તત્વો શરીરની કેન્સર સામે લડવાની ક્ષમતા વધારી દે છે.

શરીરમાં કમજોરીની સમસ્યા થવા પર તમે ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ કરો. અને એને ખાવાથી શરીર ને શક્તિ મળે છે અને શરીર આસાનીથી થાકતું નથી તમે એક ચમચી ચૂર્ણ લઇને ઘી કે સુગર અથવા મધ મેળવીને એનું સેવન કરો. રોજ આનું સેવન કરવાથી શરીર માં શક્તિ આવી જશે તમે ઇચ્છો તો પાણી સાથે પણ લઈ શકો છો.

નિયમિત ત્રિફળા લેનારા લોકોને ક્યારેય દાંતની તકલીફ નથી થતી. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા રહેલી છે અને વળી તે સોજો ઓછો કરવાનો ગુણ ધરાવે છે જેને કારણે દાંતમાં સડો થતો નથી.

ત્વચા માટે પણ ત્રિફળા ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો ઘા રૂઝાવા માટે ખૂબ જ અસરકારક છે. ત્વચા પર ઘાનું નિશાન હોય અથવા તો સનબર્ન હોય તો ત્રિફળાને કારણે તે કુદરતી રીતે દૂર થઈ જાય છે.

સંશોધનો અનુસાર ત્રિફળાના ગુણધર્મો યુરિનના ઈન્ફેક્શનને દૂર કરી શકે છે. વળી, તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી. આથી પેશાબમાં બળતરા થતી હોય, અવારનવાર ઈન્ફેક્શન થઈ જતુ હોય તેવા લોકોએ ત્રિફળાનું નિયમિત સેવન કરવુ જોઈએ.

ત્રિફલા ચૂર્ણ ખાવાથી આંખોના ના પણ ઘણા રોગો દૂર થઈ શકે છે જે લોકો ને આંખો માં જલન થાય છે એ લોકો આ ચૂર્ણ ને ઠંડા પાણીમાં મિલાવી ને એ પાણીથી આંખો ને ધોઈ લો, એના ઉપરાંત મોતિયા અને આંખોની રોશની ઓછી હોવાની સમસ્યા પર તમે આ ચૂર્ણમાં એક ચમચી ગાયનું ઘી અને મધ મેળવીને આ મિશ્રણનું સેવન કરો એનાથી આંખો પર સારી અસર પડશે.

શરીરની પાચનશક્તિ સુધારે છે. વજન વધવાનું એક કારણ ન પચેલો ખોરાક પણ છે. ત્રિફળાને કારણે ખોરાક વ્યવસ્થિત પચી જાય છે જેને કારણે વજન ઘટવા માંડે છે.

પેટમાં ચાંદુ પડ્યુ હોય એટલે કે અલ્સર હોય તો તેના માટે ત્રિફળા એક અસરકારક કુદરતી ઉપચાર છે. સંશોધન અનુસાર તે પેટની અંતરત્વચાને સ્વસ્થ બનાવે છે અને પાચક રસોના સ્તરને નિયંત્રિત કરે છે જેને કારણે અલ્સરમાં રાહત મળે છે.

ત્રિફલા ચૂર્ણ ખાવાથી કબજિયાતની બીમારી પણ દૂર થઈ શકે છે જે લોકો કબજિયાતથી પરેશાન છે એ લોકો ગરમ પાણી સાથે ત્રિફલા નો ઉપયોગ કરે, આને ખાવાથી તમારા પેટ સાફ થઇ જશે.

મો ના દુર્ગંધથી પરેશાન લોકો ત્રિફલા ચૂર્ણ નું મંજન કરો.ત્રિફલાનું મંજન કરવાથી મો દુર્ગંધ દૂર થઈ જશે એના ઉપરાંત એના કોગળા કરવાથી પણ મો ની દુર્ગંધ દૂર કરી શકાય છે તમે આનું દિવસ માં બે વાર એના કોગળા કરો.

ત્રિફલા ના ફાયદા ત્વચાથી પણ જોડાયેલા છે આ ચૂર્ણ ના પાણીથી જો ચહેરો સાફ કરવામાં આવે તો ત્વચા મુલાયમ થઈ જાય છે અને જો જલન થાય તો આ પાણીને લગાવો જલન દૂર થઈ જશે. તમે બે ચમચી ત્રિફલાના ચૂર્ણ નું એને ઠંડા પાણીમાં મિલાવી લો અને એ પાણી થી ત્વચા ને ધોઈ લો દિવસ માં બે વાર ઉપયોગ કરવાથી ત્વચા સાફ થઇ જશે.

ત્રિફલા ચૂર્ણ ખાવાથી ડાયાબીટીસ નિયત્રણ માં રહે છે અને એને લગતા રોગોથી બચી શકાય છે ડાયાબીટીસ દર્દીઓ રોજ ત્રિફલાનો ચૂર્ણ પાણી સાથે લો એવું કરવાથી લોહીમાં શુગરનું સ્તર વધશે નહિ. ત્રિફલા પર કરેલા એક સંશોધનમાં આ વાત સાબિત કરવામાં આવી છે કે આવું સેવન કરવું ડાયાબિટીસના ના દર્દીઓ માટે ઉત્તમ છે અને એને ખાવાથી ડાયાબિટીસ કાબુ માં રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top