ટિંબરુ એક ઔષધીય વનસ્પતિ છે. ટિંબરુ નાં વૃક્ષ સામાન્ય રીતે ભીની જમીનમાં જંગલમાં થાય છે. એ લગભગ વીસ-પચીસ ફૂટ ઊંચું થાય છે. એનું લાકડું ઇમારતી કામમાં વપરાય છે. એનું થડ અને ડાળીઓ કાળાશ પડતી હોય છે. એનાં પાન બીડી બનાવવાના કામમાં આવે છે. ટિંબરુ નાં ફળ, ફૂલ અને છાલ ઔષધિ માં વપરાય છે. શિયાળામાં પીળા રંગના ઝીણાં ફૂલ આવે છે.
તેમાં ફળ હોળી પર પાકે છે. કાચા ફળ કડક હોય છે. પરંતુ પાકતાં નરમ, પીળાશ પડતાં અને લીસા બની જાય છે. તેના ફળની સુગંધ અને સ્વાદ ખજૂર ને મળતા આવે છે. ચાલો હવે આપણે જાણીએ ટિંબરુ થી થતા અનેક ફાયદા વિશે વિગતવાર.ટિંબરુ નો ઉપયોગ લીમડાની જેમ દાંતણ માં થાય છે. તે કાંટાળું ઝાડ છે, જે નાના ફળો આપે છે અને આ ચાવવાથી પણ ફીણ ઉત્પન્ન થાય છે.
ટિંબરુ દાંતના દુખાવા માટે એક સંપૂર્ણ દવા છે. દાંતને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા માટે ટિંબરુ નો ઉપયોગ ફાયદાકારક છે. તેના પાનના પાવડર નો ઉપયોગ દાંત માટે ઉપયોગી ટુથપેસ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. તે પાયોરિયા જેવા રોગ માટે શ્રેષ્ઠ દવા તરીકે પણ ઓળખાય છે. ટિંબરુ ની સૂકી ડાળીઓ પણ ખૂબ જ મજબૂત છે, તે ઘણીવાર લાકડીઓ તરીકે પણ વપરાય છે, તેમજ તેના દાણા ને કારણે એક્યુપ્રેશર તરીકે ઉપયોગમાં લેવાય છે.
ટિંબરુ ઔષધીય ગુણો થી ભરપુર છે. તેના રસ થી બનેલી દવા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. માથાની ખંજવાળ, ખોડો, જૂ, લીખ દૂર કરવા માટે ટિંબરુ ના પાન ને ખૂબ વાટીને તેનો રસ અને તેમાં ગોળ ભેળવીને અને અનુકૂળ હોય તો ગોળને બદલે છાશ મેળવીને માથું ધોવું. સ્વમૂત્ર અને ટિંબરુ નાં પાનનો રસ મિશ્રણ કરીને તેનાથી માથું ધોવાથી ખોડો, જૂ, લીખ વગેરે નાશ પામશે.
ટિંબરુ નાં ફૂલ અને ફળ નું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. તે ચૂર્ણ ઘી-મધ સાથે ચટાડવાથી બાળકોને હેડકી આવતી બંધ થાય છે. ટિંબરુ નાં પાન નો તાજો રસ કોલેસ્ટરોલનું નિયંત્રણ કરે છે. એનામાં ધમનીનું કાઠિય ઘટાડવાનો પણ ગુણ છે. મેલેરિયા તાવમાં ટિંબરુ ની છાલ ઉપયોગી છે. કરિયાતું, ગળો કે ટિંબરુ ની છાલનો ઉકાળો મચ્છર પરિણામે થતા ટાઢિયો તાવ અટકાવે છે.
ટિંબરુ ની લીલી છાલ લાવી, વાટી તેની લુગદી બનાવવી. તેને સીવણ ના પાન માં વિટાળી ઉપર માટી ચોપડી તડકામાં સુકવવી. માટી લાલચોળ થઈ જાય એટલે બહાર કાઢી છાલ માંથી રસ નીચોવવો. આ રસ મધ સાથે પીવાથી અતિસાર મટે છે.
શરીરની ચામડી પર ચાઠા કે ડાઘ દેખાતા હોય તેના પર ટિંબરુ ના ફળનો રસ ચોપડવો. આથી ડાઘ દેખાતા બંધ થઈ જશે. ટિંબરુ નાં ફળના રસ નાં ટીપાં કાનમાં મૂકવાથી પરુ વહેતું અટકી જશે. ટિંબરુ ની છાલનો ઉકાળો ઘીમાં મેળવી દાઝેલા ભાગ પર લગાવવાથી જલદી રૂઝ વળે છે.
જો કોઈ વ્યક્તિ અસ્થમાથી પીડાય છે તો ટિંબરુ નો ઉપયોગ તેના માટે ફાયદાકારક છે. તેના ઉપયોગ માટે એક ચમચી લીંબુનો રસ એક ચમચી ટિંબરુ ના છોડની છાલ માં મેળવીને રોજ સવારે ખાલી પેટ લેવું જોઈએ. આ પ્રયોગ શરીરની અંદરના કફને દૂર કરીને અસ્થમાની બીમારી ખૂબ જ ઝડપથી મટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. ટિંબરુ ને યકૃતના તમામ રોગ ને મટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. એટલું જ નહીં, તે કમળા ને નિયંત્રણમાં રાખવા અને મટાડવામાં પણ ઉપયોગી દવા બની શકે છે.
જે લોકોને કમળા ની સમસ્યા હોય છે તેઓને ટિંબરુ ના મૂળ અને છાલ માંથી બનાવેલ પાવડર લેવાની સલાહ આપવામાં આવે છે. તે લીવરની બળતરાને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.ટિંબરુ ના મૂળ ના પાવડર ના 375 મિલિગ્રામ સુધી ફાકી લેવાથી કબજિયાત મટે છે.
જો ગળામાં ગાંઠ અથવા પ્લેગની ગાંઠ હોય તો ટિંબરુ ના મૂળને પાણીમાં ઘસીને ગાંઠ પર લગાવવાથી ઝડપી રાહત મળે છે. ટિંબરુ ની છાલ એકદમ કડવી હોય છે. 50 મિલી ગ્રામ ના પ્રમાણમાં પાણીમાં ઉકાળી કોઈ પણ પ્રકારના તાવ માં અપાય છે. આનાથી તાવ ઉતરે છે. કૂતરું કરડવા પર પણ ટિંબરુ ની છાલ ઘસવાથી સારું થાય છે.