વધુ પડતાં બળ વાળા કામ ના થાક ને લીધે અથવા તો જો શરદી કે ખાંસી હોય તો તેના લીધે ઘણા લોકો ને તાવ આવી જાય છે. ઘણી વાર લોકો ને ઋતુ બદલાતી હોય એવા બેરથ ના સમયે પણ શરદી થઈ ને તાવ આવી જે છે. તાવ શરૂઆત ના સમય માં હોય ત્યારે એને રોકી લેવો યોગ્ય છે, જેના કારણે બીજી બીમારીઑ થતી અટકી જાય.
તાવ લગભગ તો આયુર્વેદિક ઉપચાર થી મટી જ જાય છે પરંતુ જો વધારે આવતો હોય તો નજીક ના ડોક્ટર ની સલાહ લેવી જોઈએ, અહી નીચે કેટલાક આયુર્વેદિક ઉપતો બતાવ્યા છે.
તાવના આયુર્વેદિક ઉપાયો
કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી નીચે ઉતારી ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે. તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. ફ્લૂ ના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે. તુલસીના પાન અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ લેવાથી ફલૂનો તાવ મટે છે.
પાંચ ગ્રામ તજ ચાર ગ્રામ સૂંઠ એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ એક કપ ઉકળતા પાણીમાં નાખી 15 20 મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લૂનો તાવ બેચેની મટે છે. 10 ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.
એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે. જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીના નો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
તુલસી કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. તુલસીનો રસ 10 ગ્રામ આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મલેરિયાનો તાવ મટે છે.
ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે. મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી મસળી ગાળી થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે.
ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે. એલચી નંગ 3 તથા મરી નંગ 4 રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.
તુલસીનો રસ 10 ગ્રામ મરીનું ચૂર્ણ 5 ગ્રામ પા ચમચી મધમાં લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે. શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.
તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલીશ કરવાથી આરામ થાય છે, લુ ના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે. આદું લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.