મૃત્યુ સિવાય બધા જ રોગોની દવા છે આ નાનકડા બીજ, પેશાબની બળતરા,એસિડિટી, કબજિયાતમાં માત્ર 1 દિવસમાં રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગના લોકો દેશી ઔષધિથી બનતા પીણા પીવાનું ભૂલતા જાય છે, અને તેની જગ્યાએ તે મોંઘા અને નુકશાન કરનાર ઠંડા પીણાનો ઉપયોગ કરે છે. જેના પરિણામે અનેક બીમારીઓનો ભોગ બને છે. જયારે આપણા વડીલો ઠંડા પદાર્થોમાં કુદરતી રીતે મળતા પીણાનો ઉપયોગ કરતા હતા પરિણામે આરોગ્યપ્રદ જીવન જીવતા હતા, જેથી આજે પણ આપણા વડીલોનું સ્વાસ્થ્ય આપણા કરતા પણ શ્રેષ્ઠ હોય છે, તેઓ ઠંડા પીણામાં તકમરિયા, લીંબુનું સરબત, ફુદીનાની ચા વગેરેનો પીણા તરીકે કરતા હતા.

આયુર્વેદમાં તકમરિયા વિશે ઉલ્લેખ જોવા મળે છે. તકમરિયાને તુલસીના છોડ જેવો છોડ હોય છે, સાથે તુલસીની મંજરીની જેમ ફૂલ અને તેમાં બીજ આવે છે, જેને તકમરિયા તરીકે આપણે ઓળખીએ છીએ.આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તકમરિયા અનેક રોગોને મટાડે છે. તકમરિયાએ જંગલી તુલસી જાતિનો જ એક છોડ છે.

ભારતમાં પ્રાચીન સમયથી જોવા મળતો આ છોડ છે જેનો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરિયાને એન્ગ્રેજીમાં બેસિલ સીડ્સ કહેવામાં આવે છે. તકમરિયાનું ફૂલ રતાશ પડતું હોય છે. એના બીજ કાળા થાય છે, જે સ્વાદે તીખા, કડવા, તૂરા તથા ગરમ હોય છે કહેવામાં આવે છે કે તકમરિયા એ મૃત્યુ સિવાય બધા જ રોગોની દવા છે.

તકમરિયાના બીજનો દવા તરીકે ઉપયોગ થાય છે. જેમાં તેને આખે આખા, વાટીને, પીસીને, મધ કે પાણી સાથે ભેળવીને તેમજ તેનું તેલ કાઢીને ઉપયોગ કરવામાં આવે છે. તકમરિયા ગુણમાં શીતળ, તાવ મટાડનાર અને વાતહર છે. તકમરિયા રૂચી વધારે તથા જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. નાના બાળકોને દાંત આવવાના સમયે થતા ઝાડા મટાડવા માટે ઉપયોગી છે.

તકમરિયાના બીજમાં સેપોનીન નામનો પદાર્થ હોય છે. પેશાબ લાવવું, સ્ખલન અટકાવવું, માસિકનો દુખાવો ઘટાડવો વગેરે સમસ્યાનો ઈલાજ તકમરિયા દ્વારા થાય છે. ઉનાળામાં તકમરિયાનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઉનાળા તકમરીયાનું જ્યુસ બનાવીને પી શકાય છે. તકમરિયાના બીજને પલાળીને તેનો જ્યુસ બનાવીને પીવાથી શરીરને ઠંડક મળે છે, તેમજ લૂ પણ લાગતી નથી. તકમરિયાનું જ્યુસ પીવાથી નસકોરી ફૂટવાની સમસ્યા પણ અટકે છે.

તકમરીયા માં રહેલા ફાઇબર પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે. તેમ જ તેનાથી પાચન ક્રિયા ઝડપી થાય છે. તકમરીયા ડિટોક્સીફિકેશન તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી ઘી નાખી વાપરવાથી પાચન સુધરે છે.

તકમરીયા પ્રોટીનથી ભરપૂર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પન થાય છે. વધારામાં તે વિવિધ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી એ તમને આખો દિવસ સફૂરતિયમય રાખવાની સાથે તમારા શરીરનું મેટાબોલિઝમ રેટ પણ વધારે છે. એક અભ્યાસ મુજબ તકમરીયા ના રોજિંદા વપરાશની કોઈ સાઈડ ઈફેક્ટ વિના તમારી પરફોર્મન્સમાં સુધારો આવે છે.

તકમરીયા માં રહેલ પ્રોટીનને કારણે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટસ ના પાચનની ક્રિયા મંદ પડે છે. જે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. તેમજ તકમરીયા લોહીમાં ફેટ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર નું રિસ્ક ઘટે છે. રોજ એક થી બે ચમચી તકમરીયા ખાવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટે રોજિંદા જીવનમાં તકમરીયા નો સમાવેશ એ સારી બાબત છે. ખૂબ પ્રમાણમાં ફાઈબર હોવાથી તકમરીયા ને પાણીમાં ભીંજવતા તે જેલવાળા બી માં પરિવર્તિત થાય છે. જે આકાર અને વજનમાં પણ વધે છે. તેનાથી પેટ જલ્દી ભરાય છે અને ઓછું ખવાય છે. તે સાથે જ તકમરીયા માં રહેલ પ્રોટીન પણ ખોરાક ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે જરૂરી ફેટીએસિડ મેટાબોલિઝમ વધારે છે, જેથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. સલાડ, સૂપ કે કોઈ શાકભાજી સાથે ભેળવીને રોજિંદા જીવનના ખોરાકમાં તકમરીયા નો સમાવેશ કરી શકાય છે.

તકમરિયા એક સારું એન્ટિ એજિંગ ફ્રૂટ છે. જે ત્વચા, વાળ અને નખ નું સૌંદર્ય વધારે છે. તેમાં રહેલું ઓમેગા-૩ એસિડ. ત્વચાની સમસ્યાને નિવારી ને ત્વચાને પોષણ આપે છે. તકમરીયા હૃદય માટે સારા હોય છે. ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડ થી લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને સારા કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. આ સિવાય લોહિવાહિની જમા થયેલા પ્લાન્ટને ઘટાડે છે, જેથી તમને હાઈ બ્લડપ્રેશરમાં રાહત મળે છે. આમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયના રોગો અને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top