આ કિંમતી છોડ કોઠાની ગરમીને દુર કરવાનો છે બેસ્ટ ઈલાજ, વગર ખર્ચે 7 દિવસમાં તજા ગરમીથી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે તમને જણાવીશું તજા ગરમીથી જીવનભર છુટકારો મેળવવાના બેસ્ટ ઈલાજ વિષે. તજા ગરમી શરીરમાં રહેલી એક અવ્યક્ત ગરમી છે જેને તજા ગરમી નામથી ઓળખવામાં આવે છે. ઘણા બધા લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે. સામાન્ય માણસ કરતા ગરમીનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે જેને આપણે તજા ગરમી તરીકે ઓળખીએ છીએ.

તજા ગરમી શબ્દ ઘણા લોકોએ કદાચ પહેલીવાર પણ સાંભળ્યો હશે. આ એક શરીરમાં રહેલી ગરમીનો એક પ્રકાર છે. તજા ગરમી હોય તો શું થાય? વારંવાર તમને ઠંડા પીણા અને ઠંડું પાણી પીવાની ઈચ્છા થાય. કોઠાની ગરમીને અમુક લોકો આંતરની ગરમી પણ કહે છે. ટુંકમાં કોઠાની ગરમી એટલે તમારા શરીરની અંદર રહેલી ગરમી.

આ સિવાય આંખોમાં વધારે પડતી બળતરા થાય અથવા આંખો લાંબા સમય સુધી લાલ રહે, ગાળામાં કે છાતીમાં વધારે પ્રમાણમાં બળતરા થાય. માથામાં કે મોં પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થઈ જાય.

એ સિવાય પેશાબમાં બળતરા થાય અથવા પેશાબ ઓછો આવવો, ગરમીનું પ્રમાણ વધુ હોય તો પેશાબનું પ્રમાણ ઘટી જાય અને પેશાબને લગતી સમસ્યા પણ થાય છે. તજા ગરમીનાં કારણે નસકોરી ફૂટવાની સમસ્યા રહેતી હોય છે. એ સિવાય માનસિક રીતે ગુસ્સો વધારે આવી શકે, નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય.

આવા લક્ષણો દેખાય એટલે મોટાભાગના લોકોએ યુરિન ટેસ્ટ કરાવે છે. ડાયાબિટીસ નો ટેસ્ટ કરાવે પરંતુ બધા જ ટેસ્ટ નોર્મલ આવે છે. ત્યારે તમારે સમજી જવું કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને દૂર કરવું જોઈએ. તો અહિયાં અમે એક સરસ ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી દસથી પંદર દિવસમાં તજા ગરમી શાંત પડી જશે અને ગરમી શાંત થઇ જશે.

તજા ગરમી કે કોઠાની ગરમીથી છુટકારો મેળવવાનો આયુર્વેદિક ઈલાજ:

વરિયાળી, ધાણા, કાળી દ્રાક્ષ, પિત્તપાપડો અને સાકર સપ્રમાણ લઇ આઠ ગણા પાણીમાં, બને તો માટીના વાસણમાં રાતભર પલાળી, ચોળી, ગાળી અને નરણા કોઠે ૨ ગ્લાસ પીવું.

આ ઉપાયની સાથે લાલ-લીલા મરચાં, અથાણાં, ચટણી, કેચપ, બજારૂ ખોરાક, તળેલાં ફરસાણ બંધ કરવા. આ સાથે સાથે જ પાણીમાં સુતરાઉ કાપડ બોળી-નીચોવી હાથ-પગનાં તળીયામાં ૧૦ મિનીટ લપેટવું. કાળી ચીકણી માટી ભીની કરી તેને કપડામાં લપેટી કપાળ, પેટ પર મૂકવાથી દાહ મટે છે.

આ ઉપરાંત મજીઠ, વરિયાળી અને ધાણાને દળી પાવડર કરી સાંજે એક ગ્લાસ પાણી માં આ એક ચમચી પાવડર પલાળી સવારે લેવાથી આંતરડાની ગરમી બહાર નીકળી જય છે. મજીઠના નાના છોડ હોટય છે તેની દળીને સૂકવીને પાવડર બનાવવામાં આવે છે અથવા તો આયુર્વેદિક દુકાને પણ મજીઠ મળે છે.

પેટની ગરમી અને પિત્તની સમસ્યામાં કાળી દ્રાક્ષનું સેવન ખૂબ જ લાભદાયક છે. ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદી પડી જતી હોય છે, જેની પાછળનું મુખ્ય કારણ કોઠાની ગરમી હોય છે. આ સમસ્યાથી બચવા રોજ રાતે 5 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને તેને ખાઈ લો. આનાથી પેટની ગરમી શાંત થશે અને પાચન પણ સારું રહેશે.
હાથ પગ માં કોપરેલ કે ઘી કે એરંડીયા ના તેલ ની માલિશ કરવાથી રાહત રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top