હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીનો છોડ આંગણામાં હોવો શુભ માનવામાં આવે છે. દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે. શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો થોડ સૂકાવા લાગે છે. તુલસીનો છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે. ત્યારે તુલસીના છોડને શિયાળામાં સૂકાતો રોકવા માટે અહીં કેટલાક ઉપાયો સૂચવીશું.
શિયાળામાં તુલસીના છોડમાં પાણી રેડતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું હૂંફાળું હોય. બની શકે તો પાણીમાં થોડું કાચું દૂધ ભેળવીને તે જળ તુલસીમાં સિંચો. આમ કરવાથી તુલસીના છોડમાં ભેજ જળવાઈ રહેશે અને હર્યો-ભર્યો રહેશે.
તુલસીના છોડમાં રહેલા માંજર સૂકાઈ જાય ત્યારે તેને હટાવી દેવા જોઈએ. માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીના છોડમાં સૂકા માંજર રહે છે તે ઘરના લોકો માનસિક રોગથી પીડાય છે. સાથે જ સૂકા માંજરથી તુલસીના છોડને પણ નુકસાન પહોંચે છે. માટે માંજર હટાવી દેવાથી તુલસીના છોડનો વિકાસ સારો થાય છે.
તુલસી કોઈ પણ ઋતુમાં લગાવી શકાય છે, પણ સપ્ટેમ્બથી નવેમ્બર દરમિયાન તેને તુલસીનો છોડ લગાવવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સિવાય એ વાતનું ધ્યાન રાખો કે તમે નર્સરી કે કોઈની પાસે માંગીને તુલસીના પાન પોતાના ઘરે લગાવવા માટે ત્યારે તે નવું પાંદડું હોય છે. કહેવાનો અર્થ એ છે કે તે મોટો છોડ ન હોવો જોઈએ કારણ કે ત્યારે તેના મૂળીયા વિકસિત થઈ ગયા હોય છે અને તમે કોઈ પણ પ્રકારે લગાવો પણ તેના પાંદડા સારો વિકાસ નથી કરતા.
જો તુલસીનો છોડ ઘરની બહાર કે બાલકનીમાં મૂક્યો હોય તો ઠંડીની ઋતુમાં ઘરની અંદર લાવી દેવો જોઈએ. રોજ સવાર-સાંજ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ જેથી તેને ગરમી મળતી રહે. દીવો લાંબો સમય સુધી ચાલે તેવો રાખવો.
ગાયનું છાણ તુલસીના છોડમાં રાખવાથી તુલસીનો છોડ બારેમાસ લીલુ રહે છે. અને આ માટે તમારે સૌ પ્રથમ ગાયનું છાણ સૂકવી દેવાનું રહેશે ત્યાર પછી તેમના પાઉડર સ્વરૂપે તેમને જમીન માં મૂકી દેવાનું રહેશે. આ કુદરતી ખાતર નું કામ કરશે અને તે સરળતાથી ઘરના બગીચામાં તુલસી ના છોડ ના રોપ મળી જશે.
કૂંડામાં માટીને દબાવીને આખું ભરી દો, તેનાથી માટી સારી રીતે બેસી જશે અને છોડ પડી નહીં જાય. ઉપર સુધી માટી ભર્યા પછી તેની વચ્ચે એક ઊંડું કાણું પાડો અને તેમાં તુલસીનો છોડ લગાવી દો. માટીથી તેના મૂળીયાને ઢાંકીને સારી રીતે માટીનને નીચે દબાવી દો. રોજ છોડને પાણી આપો અને 2થી 3 મહિના સુધી તેને છાયડામાં રાખો. પછી સામાન્ય તડકામાં રાખી શકો છો.
હમેશા માટીનું જ કૂંડું રાખો, સીમેન્ટ વગેરેના કૂંડા પસંદ ન કરશો. માટીના કૂંડામાં છોડ જલદી ગ્રોથ કરે છે. આ સિવાય છોડ લગાવવા માટે સમાન્ય માટીનો ઉપયોગ કરો, પણ પીળી માટીનો ઉપયોગ ન કરશો. તે તરત ભીની થઈ જાય છે. તેનાથી છોડનો વિકાસ નથી થતો.
90 ટકા માટી અને 10 ટકા છાણીયું ખાતર લઈને તેને સારી રીતે મિશ્રિત કરી લો. જો પીણી કે ચીકણી માટી હોય તો 60 ટકા માટી અને 30 ટકા કાળી માટી અને 10 ટકા છાણીયું ખાતર લો. કમ્પોસ્ટ ખાતર પણ લઈ શકો છો, પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરશો. તુલસી એક આયુર્વેદિક ઔષધી છે માટે રાસાયણિક ખાતર તેના ગુણોને નષ્ટ કરી શકે છે.
અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ચપ્પુથી તુલસીના છોડની આસપાસ થોડું ખોદી કાઢવું. આમ કરવાથી તુલસીના છોડને આવશ્યક પોષણ મળશે અને લાંબા સમય સુધી હરિયાળો રહેશે. તુલસીના છોડને શીતલહેરથી બચાવવા માટે કારતક મહિનાની એકાદશીના દિવસે તુલસીને થોડી ભારે ચુંદડી ઓઢાડી દેવી. જેથી તુલસીનો છોડ વળી નહીં જાય.