99% લોકો નહીં જાણતા હોય ગેસ, ડિપ્રેશન અને કબજિયાતથી છુટકારો મેળવવના 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ધાર્મિક અને માંગલિક કાર્યોમાં તથા મુખવાસ તરીકે વપરાતી સોપારી અતિ પ્રસિદ્ધ છે. સોપારી વિશેષ કરી ભોજન કર્યા બાદ મુખશુદ્ધિ માટે ખવાય છે તેમજ મુખવાસરૂપે ઝીણી કાતરીને પાનમાં નખાય છે. શેકેલી સોપારી સ્વાદિષ્ટ લાગે છે. સોપારીને ભૂખરી, સહેલાઈથી ભૂકો થાય તેવી તેમજ જેમાંથી પાણી વહી શકે તેવી જમીન માફક આવે છે.

ફિલિપાઈન, શ્રીલંકા, બાંગલાદેશ વગેરે દેશોમાં સોપારીનું ઘણું ઉત્પાદન થાય છે. માડાગાસ્કર અને પૂર્વ આફ્રિકામાં પણ તેનું વાવેતર થાય છે. ભારતમાં તામિલનાડુ, દક્ષિણ મહારાષ્ટ્ર, બંગાળ અને અસમમાં સોપારીનાં ઝાડ થાય છે. સહ્યાદ્રિમા તેના ઝાડ સારાં થાય છે.

સોપારીનાં ઝાડ તાડ અને નાળિયેરીના ઝાડની માફક ડાળીઓ વગરનાં અને પચાસ સાઠ ફૂટ ઊંચાં થાય છે. તેનાં પાન ચારથી છ ફૂટ લાંબાં હોય છે. તેનાં ઝાડ ચીકણાં હોય છે. સોપારીનાં ફળ કાચાં હોય ત્યારે લીલા રંગનાં અને પાકે ત્યારે સંતરા જેવા રંગનાં કે લાલ હોય છે. તેનાં ઝાડ સામાન્યત: નાળિયેરીની સાથે વાવવામાં આવે છે.

સોપારીને પણ નાળિયેરી અને ખજૂરીની જેમ ઝુમખાંમાં ફળ બેસે છે. એક વર્ષમાં દરેક ઝાડને બે-ત્રણ ઝૂમખાં (ક્લગી) આવે છે એક ઝૂમખામાં બસોથી ત્રણસો ફળ હોય છે. એક મોસમમાં બે થી ત્રણ વાર સોપારીનાં ફળ ઉતારવામાં આવે છે. લીલી સોપારી ખાવાથી નશો ચડે છે. શેકેલી સોપારી ત્રણે દોષને મટાડનાર છે.

લોકો સોપારીને ઝીણી કાતરીને-ભૂકો કરીને ખાય છે, પરંતુ એ રીતે કાતરીને ભૂકો કરીને ખાવા કરતાં સોપારીનો કટકો મોંમાં રાખી, ચગળવાથી મુખશુદ્ધિ વધુ થાય છે, તેથી પેઢાં મજબૂત થાય છે અને લાળનો સ્રાવ વધુ થવાથી પાચનક્રિયાને પણ ફાયદો થાય છે. લીલી, નવી અથવા રસભરેલી સોપારી ભારે, કફ કરનાર અને જઠરાગ્નિનો અત્યંત નાશ કરનાર છે.

સોપારી સ્ત્રીઓનો માસિક અટકાવ સાફ લાવે છે. વળી સોપારી દુર્ગંધયુકત વ્રણ (જખમો) પર ગાયના મૂત્રમાં ઘસીને ચોપડાય છે. એ રીતે સોપારીનો લેપ કરવાથી વ્રણ (જખમ) જલદી રુઝાય છે અને સારો ફાયદો થાય છે. લીલી સોપારી ભારે, રસવાહી નાડીઓને રોકી શરીરને ભારે કરનાર અને અગ્નિને તથા નેત્રની શકિતને હરનાર છે.

સોપારી ખાવાથી કોઈ વાર નશો પણ ચડે છે અને ચક્કર આવે છે. નશો ચડે તો ઘી પીવું, સાકર મેળવેલું પાણી અથવા ગોળ ખાઈને ઉપર ઠંડુ પાણી પીવું જોઈએ. કૃમિરોગમાં થોડી વધારે માત્રા અપાય છે. સોપારી ભારે, શીતલ, રુક્ષ અને તૂરી હોય છે. એ કફ તથા પિત્તને મટાડનાર, મોહ ઉત્પન્ન કરનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, રુચિ ઉપજાવનાર અને મોઢાના વિરસ પણાને મટાડનાર છે.

પાકી સોપારી ખાવાથી મોં સાફ થાય છે. તે કફને મટાડે છે. અન્નનું પાચન કરે છે અને દસ્ત સાફ લાવે છે. સોપારી લઈ, તેનો ભૂકો કરી, તેમાંથી બે આની ભાર જેટલો ભૂકો સવારે લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે. એક સારી સોપારીનો ભૂકો કરી, થોડા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કૃમિ, કરમિયા મટે છે.

એક સારી શેકેલી સોપારી લઈ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગળી જવાથી અને ઉપરા ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે. શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો કરી પાણી સાથે આપવાથી શીતળાનું વિષ સહેલાઈથી શરીરમાંથી બહાર નીકળી જાય છે.

ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી વિસર્ષ(રતવા)નાં ચાઠાં પર ચોપડવાથી રતવા મટે છે. સોપારી, આમલીના ઠળિયા અને ગૂગળ એ ત્રણેને ગરમ પાણીમાં ઘસી, દિવસમાં બે-ત્રણ વાર લેપ કરવાથી લાપોટિયું મટે છે. એક સારી સોપારી લઈ, તેનો બારીક ભૂકો કરી, તેલમાં ઉકાળી, તે તેલની માલિશ કરવાથી કટિવાત( કમરમાં આવેલા વા)નો ચસકો મટે છે.

ગાયના મૂત્રમાં સોપારી ઘસીને લેપ કરવાથી દુષ્ટ વ્રણ (વારંવાર ભરાતો અને દુર્ગંધ મારતો ભયંકર ઘા) રુઝાઈ જાય છે. ગર્ભાશયની શિથિલતાને કારણે શ્વેતપ્રદરનો સ્ત્રાવ થતો હોય તો સોપારીના બારીક ભૂકાની પોટલી બનાવી યોનિમાં ધારણ કરવાથી ફાયદો થાય છે. વળી સોપારી પરુનો નાશ કરે છે.

સોપારીમાં એરકોલાઈન નામનું પ્રબળ વિષમય ક્ષારીય દ્રાવ્ય હોવાથી વધુ પ્રમાણમાં સોપારી ખાવાથી તેની કેન્દ્રીય વાતનાડી તંત્ર પર અસર થઈ લકવો થવાનું પણ કહેવાય છે. યુનાની મત પ્રમાણે સોપારી શીતલ, રુક્ષ, પાચન, ગ્રાહી, મૂત્રલ, શોથહર, હૃદય પૌષ્ટિક અને ઋતુસ્ત્રાવક છે એ નેત્રાભિષ્મદ, ચક્કર અને પરમિયા પર ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top