ક્યારેક મોટાપાને કારણે આ બોલીવુડ અભિનેત્રીઓની લોકો ઉડાવતા હતા મજાક, હવે દેખાય છે સૌથી ખૂબસૂરત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી દરેક અભિનેત્રી આકર્ષક અને સુંદર હોય છે. ખાસ કરીને અભિનેત્રીઓને તેમના લુકને કારણે બોલીવુડમાં એન્ટ્રી કરવામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. જેમાં કોઈકને સુંદર દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે છે તો કોઈએ પોતાનું મનપસંદ ભોજન છોડી દેવું પડે છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જે હંમેશાં એટલી સુંદર અને ફીટ નહોતી, પણ ડેબ્યૂ કરતા પહેલા તેઓએ રાત દિવસ મહેનત કરીને પોતાને ફીટ કરી દીધા હતા. આવી સ્થિતિમાં આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જે લોકો તેમની મજાક ઉડાવતા હતા, હવે તે જ લોકો તેમની એક ઝલક જોવા માટે તલપાપડ થઈ જાય છે.

સારા અલી ખાન


બોલિવૂડના નવાબ ખાનની પુત્રી સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કેદારનાથ’ થી ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મથી, તેની શૈલી દરેકના દિલમાં ઘર કરી ગઈ હતી. પરંતુ સારા અલી ખાન આજે જે સુંદરતાની માલકીન છે, તેવી પહેલાથી નહોતી. ખરેખર એક સમયે તેનું વજન 96 કિલો હતું, પરંતુ બોલિવૂડમાં પગ મૂકતા પહેલા તેણે તેનું વજન ઘટાડીને 41 કિલો કરી દીધું હતું. જોકે આજે ચાહકો તેમના અભિનયથી ખુશ છે.

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાએ મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આજે લાખો લોકો તેની સુંદરતાના દિવાના છે પરંતુ પરિણીતીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્વીકાર્યું હતું કે તે ફિલ્મોમાં આવતા પહેલા 86 કિલો વજનનું વજન ધરાવતી હતી પરંતુ બાદમાં તેણે પોતાને ફીટ કરવા માટે 28 કિલો વજન ઘટાડ્યું હતું. હવે તે પહેલા કરતા સાવ જુદી લાગે છે.

ઝરીન ખાન


સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સુંદર અભિનેત્રી ઝરીન ખાનને કેટરીના કૈફ સમાન ગણાવે છે. ઝરીન ખાનનું ફિલ્મોમાં એન્ટ્રી લેતા પહેલા વજન 100 કિલો હતું. પરંતુ તેણે પોતાની જાત પર સખત મહેનત કરી અને વજન ઓછું કર્યું.

સોનાક્ષી સિંહા

શત્રુઘ્ન સિંહાની પ્રિય પુત્રી સોનાક્ષી સિંહાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેનું વજન 90 કિલો હતું. બાદમાં સલમાન ખાન સાથે કામ કરવાને કારણે તેણે તેનું વજન 30 કિલો ઘટાડ્યું હતું.

આલિયા ભટ્ટ


બહુ ઓછા લોકો જાણતા હશે કે આલિયા ભટ્ટ પહેલા જાડાપણાનો હતી. તેના શરીર અને ફિગર ને જોતા, કોઈ પણ એવું વિચારી શકશે નહીં કે તે પહેલા જાડી હતી. પરંતુ આલિયાએ તેની શરૂઆતના 3 મહિનાના સમયમાં 16 કિલો વજન ઘટાડ્યું હતું.

સોનમ કપૂર


અનિલ કપૂરની પ્રિય પુત્રી સોનમ કપૂરને ફેશન આઇકોન પણ માનવામાં આવે છે. તે એકદમ ફિટ છે પરંતુ તે ફિલ્મોમાં આવતા પહેલા આવી ફીટ નહોતી. તેનું વજન 86 કિલો જેટલું હતું. જોકે તેણે સાવરિયા ફિલ્મમાં કામ કરવા માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here