સ્વાદ પ્રમાણે જોવા જઈએ તો સીતાફળ બધા જ ફળોમાં અગ્રેસર ક્રમ ધરાવે છે. આ સીતાફળના સેવનથી તમને સ્વાસ્થ્યને લગતાં અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થઈ શકે. પરંતુ સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ ગુણતત્વો તથા વિટામીન સી શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી ને પ્રવેશવા દેતા નથી.
સીતાફળના બીજના શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખે છે. આ સીતાફળ ના બીજમાં સમાવિષ્ટ વિટામીન બી શરીરમાં રકતની ઉણપ સર્જાવા દેતું નથી તથા રકત ની ઉણપ દ્વારા થતાં રોગો સામે રક્ષણ આપે છે. તો ચાલો આજે આપણે જાણીએ સીતાફળના બીજના ફાયદાઓ વિશે.
સીતાફળના બીજના સેવન થી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે છે. સુગર ની માત્રા પણ નિયંત્રણ માં રહે છે જેથી તમે ડાયાબીટીસ જેવી બીમારી થી દુર રહો. સીતાફળ બીજ મા સમાવિષ્ટ મેગ્નેશિયમ નામ નું પોષકતત્વ તમારા શરીરમાં પાણીની માત્રા ને સંતુલિત રાખે છે. સીતાફળ ના બીજ નો પાવડર બનાવીને અનેકવિધ રોગો માંથી મુક્તિ મેળવી શકીએ. આ અંગે હજુ વિદેશ માં અનેક શોધખોળો થઈ રહી છે.
સીતાફળ ના બીજ ના સેવન થી તમારું શરીર ઉર્જામયી બને છે તથા તણાવ માંથી મુક્તિ મળે છે. વાળની તકલીફ હોય તો માથામા નાખવામા આવતા તેલમા સીતાફળના બી નો ભૂક્કો નાખી ઉકાળી લો. આ તેલ ટાઢુ પડે એટલે એક બોટલ મા ગાળીને ભરી દો. હવે આ તેલ ને રાત્રી ના સમયે સુવા પહેલા માથામાં લગાવી રૂમાલ બાંધી ને સુઈ જાવ.
સીતાફળના બીજની અંદર વિટામિન બી પણ રહેલું છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને એનેમિયાથી પણ બચાવે છે. સીતાફળના બીજ પણ તમારા થાકને દૂર કરવામાં મદદગાર બને છે. તેના બીજથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને થાક તેમજ માનસિક તાણ પણ દૂર થાય છે.
સીતાફળના બીજમાં વિટામિન સી અને વિટામિન એ પણ રહેલા છે જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. જે આંખોનું તેજ વધારવામાં ખુબજ મદદગાર બને છે. સીતાફળના બીજમાં તાંબુ અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલું છે જે પાચન ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. ફાયબર તમારા મળને નરમ કરે છે જેના કારણે કબ્જની સમસ્યમાં પણ રાહત મળે છે.
સીતાફળના બીજ ડાયાબિટીસ ટાઇપ-૨ની સમસ્યા ઓછી કરે છે તેમજ તેની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. તે આપણા શરીરની અંદર મીઠાશને દૂર કરવાનું કામ કરે છે માટે આ સીતાફળના બીજ ડાયાબિટીસ ટાઇપ 2 થવાની સંભાવનાઓ ઘટાડે છે
સીતાફળના બીજની અંદર વિટામીન સી સારા પ્રમાણમાં હોય છે અને વિટામિન સી એ આપણા શરીરની ચામડીને બીમારીઓ અને અન્ય સમસ્યાઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે તેમજ તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ આપણા સ્કીનને સ્વસ્થ અને ફ્રેશ રાખવામાં મદદરૂપ થાય છે.
સીતાફળના બીજની અંદર કેળાની તુલનામાં પણ વધારે પોટેશિયમ હોય છે આ પોટેશિયમ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને જો આપણું હૃદય સ્વસ્થ હોય તો આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે જેથી હાઈ બીપીની સમસ્યા કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
તમારા દાંતો અને પેઢાના દર્દમાં પણ સીતાફળના બીજ ઉપયોગી હોય છે. સીતાફળના બીજમાં મેગ્નેશિયમ સારી માત્રામાં મળે છે જે શરીર માં પાણી ને સંતુલિત રાખે છે. સાંધાઓમાં એસીડ ના કારણે દર્દ થાય છે અને એસીડ જ ગઠીયા નું મુખ્ય કારણ છે એવામાં તેનો ઉપયોગ ગઠીયામાં પણ આરામ અપાવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.