સિંધવ મીઠું એક પથ્થર સ્વરૂપે મળી આવતું ખનીજ છે. તે સેંધા નમક, લાહોરી નમક તરીકે પણ ઓળખાય છે. રસાયણ શાસ્ત્રમાં તેને સોડિયમ ક્લોરાઈડ કહે છે. તેનો રંગ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતો હોય છે. તેમાં મુખ્યત્વે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ સાદા મીઠા કરતાં વધારે પ્રમાણમાં હોય છે.
ઉપરાંત લોહ, ઝિંક, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, આયરન સલ્ફાઈટ, હાઈડ્રોજન સલ્ફાઈટ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી છે. તો ચાલો આપણે જાણીએ સિંધવ મીઠાના ફાયદાઓ વિશે.
સિંધવ મીઠાવાળા ખોરાકના સેવનની સાથે પાચન સારી રીતે કાર્ય કરે છે. હકીકતમાં, મીઠામાં 65થી વધુ ખનીજ જોવા મળે છે, જે શરીરને અનેક રોગોથી સુરક્ષિત કરે છે. તેથી, જે લોકો સિંધવ મીઠાનું સેવન કરે છે તેમના શરીરમાં આ ખનિજોની ખોટ હોતી નથી. સિંધવમીઠું ખાવાથી પણ કબજિયાત થતી નથી અને ખોરાક સરળતાથી પચાવી લે છે.
સિંધવ મીઠામાં ડીંજેસ્ટન્ટ ગુણ હોય છે, જે ગળામાં ફસાયેલા બેક્ટેરિયાવાળા મ્યુકસને પાતળા કરવામાં અને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે. વળી, તે કફની સમસ્યાથી પણ રાહત આપી શકે છે. ગળાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે, સિંધવ મીઠાના હળવા ગરમ પાણીથી કોગળા કરવાથી દર્દીને રાહત મળે છે.
સિંધવ મીઠાના નિયમિત સેવનથી સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ સરળતાથી દૂર થાય છે. સાઇનસની સમસ્યામાં રાહત માટે સિંધવ મીઠું ખૂબ ફાયદાકારક છે. લીંબુ પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. અસ્થમા, સંધિવા, ડાયાબિટીઝ જેવા ગંભીર રોગની સમસ્યાઓ દૂર કરવામાં સિંધવ મીઠું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
પેઢામાંથી લોહી નીકળવું એ પેઢાના રોગની નિશાની છે. આની પાછળનું મુખ્ય કારણ દાંત પર પ્લાક જમા થવું છે. જો પેઢામાં સોજો, પ્લાક જેવી અન્ય કોઈ સામાન્ય કારણોસર રક્તસ્રાવ થઈ રહ્યો હોય, તો તમે આ સમસ્યાને દૂર કરવા માટે હળવા ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને નિયમિત કોગળા કરી આ સમસ્યા દૂર કરી શકો છો.
સિંધવ મીઠાના સફાઇ અને ડિટોક્સીફાઇ ગુણધર્મો મૃત ત્વચાના કોષોને બનતા અટકાવીને ત્વચાને સરળ અને નરમ બનાવી શકે છે. આ ઉપરાંત, તે ત્વચાની પેશીઓને મજબૂત બનાવે છે, જેથી ત્વચામાં તાજગી રહે. આ માટે, સિંધવ મીઠાને ત્વચા માટે સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે. આમ સિંધવ મીઠું ત્વચા માટે પણ લાભદાયી સાબિત થાય છે.
માંસપેશીઓની સમસ્યા હોય, તો તે પાણીના ટબમાં સિંધવ મીઠું ઉમેરીને થોડીવાર માટે તેમાં બેસી રહવું, આ ઉપરાંત, નવશેકું પાણીમાં થોડું સિંધવ મીઠું મેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. આમ માંસપેશીઓની સમસ્યા માં સિંધવ મીઠું લાભદાયી બને છે. હવામાનમાં બદલાવ અથવા ઠંડા અને ગરમ ખાવાથી શરદીની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા ગળું દુખવાનું કારણ બની શકે છે.
સિંધવ મીઠાનો ઉપયોગ ચામડીના રોગો અને દંત રોગોમાં પણ થાય છે. મેદસ્વીપણાને ઘટાડવા માટે સિંધવ મીઠાનો ઉપયોગ પણ એક સારો માર્ગ છે. અને આ મીઠું ખાવાથી સૂકી ખાંસીમાં પણ રાહત મળે છે. સિંધવ મીઠું અનિદ્રામાં અસરકારક સાબિત થાય છે. માન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. આ મીઠું ભૂખ ઘટાડવામાં અને થોડા સમય માટે ચરબી બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
સિંધવ મીઠાને ત્રિદોષનાશક પણ કહેવામાં આવે છે – તે વાત, પિત્ત અને કફ સબંધિત રોગોને દૂર કરે છે. લીંબુ અને સિંધવ મીઠાનો શરબત પીવાથી પેટનાં જીવાણુઓ નાશ પામે છે. તે એસીડીટી અને ગેસને ઘટાડવામાં મદદ કરે છે. સિંધવ મીઠું શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે. અને હાનિકારક તત્વોને બહાર કાઢે છે. ઉલ્ટીમાં લીંબુના રસ સાથે સિંધવ મીઠું લેવાથી રાહત મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.