માત્ર 2 દિવસમાં બેસી ગયેલો અવાજ, અનિદ્રા, હરસ માંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણાં શરીરમાં અમુક સમયે અલગ અલગ રોગ થયા કરતાં હોય છે. આ રોગ ઉમરની સાથે સાથે વધતાં જાય છે, અને આજકાલ ની જીવન શૈલીને કારણે નાના ઉમરના લોકોમાં પણ અનેક બીમારી આવી ગઈ છે. માટે અમે આજે આ બીમારીના ઘરેલુ ઉપચાર વિશે જણાવવાના છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

યાદશક્તિ વધારવા માટે સારી નવી તજ લાવીને ખાંડીને તે ચૂર્ણ બાટલીમાં ભરી રાખવું. દરરોજ સવારે પાવલીભાર દૂધ કે પાણી સાથે આ ચૂર્ણ લેવાથી યાદશક્તિ વધે છે. ઉનાળામાં ગરમી વધી જવાથી માથાનું દર્દ થાય ત્યારે કાગજી લીંબુનો રસનો ઉપયોગ કરવો. ઉપયોગમાં લેતી વખતે થોડો રસ ગરમ કરી ત્રણ-ચાર ટીપાં કાનમાં નાંખવાથી માથાનું દર્દ મટી જશે.

માથું દુઃખતું હોય તો બદામ, મગજતરી, કાળી દ્રાક્ષ, પીપર, સફેદ એલચી અને મધ સરખે ભાગે લઈ તેની ગોળી વાળવી. તેને બાટલીમાં ભરી દેવી. દરરોજ સૂતી વખતે બે ગોળી લેવાથી માથાનું દર્દ મટી જશે. આધાશીશી માં દોઢ તોલો નવસાર, કપૂર અને ગેરુ બે આની ભાર લઈ વાટી ચૂર્ણ કરવું અને બાટલીમાં ભરવું. આ પાઉડર સૂંઘવાથી આધાશીશી, દાંતનો દુખાવો અને આંખનો દુખાવો મટે છે.

બેસી ગયેલો કંઠ ખોલવાનો ઉપાય માટે પણ ઘરેલુ ઉપચાર અપનાવવા જોઈએ. ગળું બેસી ગયું હોય તો પા તોલો આમળાનો ભૂકો પા શેર દૂધમાં નાખીને પીવો. ચણોઠીનાં પાનનો રસ ચૂસવો આ ઉપરાંત જેઠીમધનું ચૂર્ણ ફાકવું અથવા જેઠીમધ ચૂસતા રહેવું. આનાથી બેઠેલું ગળું ઉધડશે.

કાનની બહેરાશનો ઉપાય કરવા માટે લવિંગનું તેલ અને લીંબુનો રસ મેળવી (કાનમાં નાંખતી વખતે સહેજ ગરમ કરવું) કાનમાં બે-ત્રણ ટીપાં દરરોજ નાખવાથી બહેરાશ મટે છે. અને કાનના દર્દ પણ મટે છે. મેલેરિયાની સારવાર માટે કડુ કરિયાતું અને કપૂર સરખા ભાગે લઈ વાટી ચૂર્ણ કરી બાટલીમાં પેક કરવું. ચાર રતીભાર આ ચૂર્ણ પાણી સાથે લેવાથી મેલેરિયાનો તાવ મટે છે. અને દર્દીને કળતર થી આરામ મળે છે.

હરસનો ઉપાય કરવા માટે ઇંદ્રયણનાં મૂળ છયામાં સૂક્વી, ખાંડી તેનો લેપ ગુદા ઉપર કરવાથી હરસ સુકાઈને ખરી પડે છે તથા ટનથી થતો દુખાવો પણ નરમ પડે છે. સળેખમની સારવાર માટે એક તોલો અજમો, ચાર તોલા ગોળ અડધો શેર પાણીમાં ઉકાળવું. ગરમ ગરમ આ પાણી પીવાથી જૂનામાં જૂનો સળેખમ મટે છે.

સફેદ કોડીને બાળવી. બાદ તેને વાટીને તે ભસ્મ ધૂપેલમાં ભેળવીને લગાડવાથી ન રૂઝતાં ગૂમડાં પણ સારા થાય છે. કમળા માટેનો અકસીર ઉપાય ટંકણખારને ખૂબ ઝીણો વાટી બાટલીમાં ભરી રાખવો. અને જ્યારે કમળો થાય ત્યારે પાવલીભાર સવારમાં માખણ સાથે લેવાથી કમળો મટે છે. જલંદરના અસરકારક ઉપાય માટે ઊંટનું મૂત્ર ૧ તોલો અને ચાર આની ભાર હરડે તેમા મેળવી દિવસમાં ચાર વાર આ મિશ્રણનું સેવન કરવાથી જલંદરનો રોગ મટે છે.

મોઢાના ખીલના ઉપાય કેવા માટે જીરાંને પાણી સાથે ખૂબ વાટીને ખીલ ઉપર લેપ કરવો. આ ઉપરાંત સમુદ્રફીણ પાણીમાં વાટી ચોપડવું. લવિંગને પાણીમાં ધસી ખીલ પર લગાડવું, નાળિયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી ખીલ પર લગાડવું, અથવા ગેરુચંદન અને મરીનો લેપ કરવો અથવા ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોઢાના ખીલ મટે છે.

કસુવાવડ અટકાવનારી દવામાં પાંચ તોલા દાડમના તાજા ફળ પાણીની અંદર વાટીને સહેજ મીઠું નાંખી એક અઠવાડિયું પિવડાવવાથી કસુવાવડ અટકે છે. પેશાબના રોગ મટાડવા માટે જાંબુના ઠળિયાનો પાઉડર રોજ ચાર આની ભાર જેટલો પાણીમાં મિક્સ કરીને પીવાથી પેશાબનો રોગ મટે છે. આ પ્રયોગ ૯૦ દિવસ સુધી કરવાથી સારો લાભ મળે છે.

અનિદ્રાનો ઉપાય કરવા માટે હરડે, બહેડા અને આમળાંનું ચૂર્ણ પા તોલો લેવું અને ફાકવું એનાથી લાભ થાય છે. આ ઉપરાંત કપાળે ચોખ્ખું ઘી ઘસવું અથવા ભેંસના દૂધમાં જાયફળનું ચૂર્ણ નાંખી પીવાથી અનિંદ્રાનો રોગ મટે છે. અનિદ્રા, હોય, આંખો નબળી હોય તો દરરોજ રાત્રે-બપોરે-સવારે પગનાં તળિયાં, વેઢામાં દિવેલ ઘસવું, જે થકી સારી નિદ્રા આવશે અને પગના વાઢિયા મટશે. નબળી આંખ માટે આ અસરકારક ઉપચર તરીકે સાબિત થાય છે.

લક્વાના ઉપચાર માટે કારેલાંનું શાક, ઘી ની અંદર રાંધીને જુવારના રોટલાનું સેવન 30 દિવસ કરવાથી લક્વો તેમ જ કંપન દૂર થાય છે. મોઢામાં ચાંદા પડ્યા હોય તો ફુલાવેલા ટંકણખાર મધ સાથે મેળવી ચાંદાં પર ચોપડવાથી લાભ થાય છે.ફુલાવેલા ટંકણખાર અને કાથો સરખે ભાગે લઈ બાવળના કૂણાં પાંદાડા તેમાં નાખીને અને ઠંડા પાણીમાં પલાળી રાખીને તે પાણી થી કોગળા કરવાથી મોઢાંનાં ચાંદા મટે છે.

ટંકણખાર ૪ વાલ ૧૦ તોલા પાણીમાં ઓગાળી એ પાણી થી કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top