મળી ગયો શીળસ અને ચામડીના રોગનો બેસ્ટ દેશી ઈલાજ, માત્ર કરી લ્યો આનું સેવન, જીવનભર નહિ આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શીળસ એકદમ વિચિત્ર રોગ છે. થોડીવાર પહેલાં કંઈ ના હોય અને અચાનક જ શરીરમાં એકદમ ઢીમચાં થઈ જાય છે. પુષ્કળ ખંજવાળ આવવાં લાગે છે. અને પાછા ચોક્કસ સમયે બેસી જાય છે. ફરી પાછું ગમે ત્યારે એનું રૂપ દેખાઈ છે. ખાટાં અને ઠંડા પદાર્થોના અતિ સેવનથી ઠંડા વાતાવરણમાં રહેવાથી આ રોગ એકદમ વધી જાય છે.

જે લોકોંને શીળસ નીકળતું હોય એને ઠંડા પાણીથી સ્નાન ન કરવું. શરીર ઉપર સીધી -ઠંડી હવાનો સ્પર્શ ના થાય તેનું ધ્યાન રાખવું. તડકામાં ના ફરવું. દહી-છાશ, આમલી, ખાટાં ફળો, કેળાં, હાંડવો, ઢોકળાં, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા. વિરૂદ્ધ આહાર વિહારનો ત્યાગ કરવો, ઇંડા માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહી, શ્રીખંડ મીઠાઈનો સદંતર ત્યાગ કરવો જોઈએ.

શરીરની પાચનશક્તિને ડિસ્ટર્બ કરતાં અને આમ જેવાં વિષાકત તત્વો પેદા કરતાં ખોરાકથી શીળસ જેવા એલર્જી ઉત્પન્ન થાય છે, જેમ કે ટામેટાના કોઈપણ સૂપમાં દૂધ ઉમરેવું, પાસ્તાના વ્હાઈટ સોસમાં દૂધ વપરાય તેમાં સોસ ઉમેરીને ખાવું.

હળદર અને કડુનું મિશ્રણ શીળસ તથા એલર્જી માટે ઉત્તમ છે. એક ગ્રામ કડુ અને બે ગ્રામ હળદરનું મિશ્રણ સવારે સાંજે પાણી સાથે લેવું. કુવાર પાઠાનો ગર્ભ એટલે જે એલોવીરા જૈલ ચામડીના દરેક પ્રકારના રોગો માટે ખુબ જ સારી ઔષધી છે. આ માટે કુવાર પાઠાના આ ગર્ભને શીળસ થઇ હોય એ ભાગ પર લગાવવો જોઈએ. જેને 30 મિનીટ સુધી લગાવી રાખવો અને સુકાઈ જાય ત્યારે ફરી વખત લગાવવો. આવું દિવસમાં ઘણી વખત કરવાથી શીળસનો રોગ બિલકુલ ઠીક થઈ જાય છે.

આયુર્વેદમાં શીળસના ઉપચાર માટે ગળો એક ખુબ જ ઉપયોગી ઔષધિ આપવામાં આવી છે. આ માટે ગળોનો પાવડર કરીને દરરોજ એક ચમચી પાવડર પાણી સાથે ખાલી પેટ લેવો જોઈએ.

જ્યારે શરીરમાં પિત્ત મંદ પડી જાય છે ત્યારે તમને આ બીમારી થઈ શકે છે, પિત્ત આપણા શરીરની અગ્નિ છે. પિત્ત શરીરમાં પાચન કરવાનું કાર્ય કરે છે. જયારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે જે પાચન થતું નથી અને અગ્નિઓ મંદ પડી જાય છે, ત્યારે તે ટોક્સીન બને છે.

કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાણી, તેમાં સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં બે વાર પીવાથી કોઈ દવાથી ના મટતું શીળસ માટે છે.૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.

૧ ડોલ નવસેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા નાખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસ માટે છે. પાવલીભાર અજમો લઇ વાટી તેમાં તેટલા જ ગોળ સાથે રોજ સવારે નરણે કોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે પણ આમ કરવું. આ પ્રયોગથી શીળસ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top