નપુંસકતા, શીઘ્રપતન અને મૂત્રરોગોને દૂર કરવા માટે જાણી લ્યો એકદમ સરળ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા પુરુષો શીઘ્રપતન અને નપુંસકતા જેવી બીમારીઓથી પીડાતા હોય છે અને તેને નાથવા માટે જાતજાતની દવાઓ અપનાવતા હોય છે. પરંતુ આપણા આયુર્વેદમાં આદું એક એવી વસ્તુ છે કે જેનો યોગ્ય માત્રમાં યોગ્ય પધ્ધતિથી ઉપયોગ કરવામાં આવે તો ઘણું સારું પરિણામ મળી શકે છે.

શીઘ્રપતન::

1. શીઘ્રપતન થતું અટકાવવા માટે એક ચમચી ડુંગળીનો રસ, એક ચમચી આદુનો રસ, એક ચમચી કપૂરી પાનનો રસ, 10 ટીપાં લસણનો રસ લઈ બધાનું મિશ્રણ કરી દૂધમાં મેળવી દૂધને ધીમા તાપે ગરમ કરો અને લો. તે લીધા પછી કોઈ વસ્તુ ન ખાવી. સાંજે સૂતા પહેલાં એક વાર આ મિશ્રણ પીવું.

2. આ ઉપરાંત અન્ય ઉપાય જોઈએ તો એક આદુનો ગાંઠિયો, 10 તુલસીનાં પાન, 10 ગ્રામ તુલસીનાં બી (માંજ૨) વાટીને ચૂર્ણ ક૨વું. દ૨૨ોજ નરણા કોઠે 3 ગ્રામ દવા મધમાં મેળવીને લેવી.

3. 10 ગ્રામ આદુ, કાળી મૂસલી, ધોળી મૂસલી, ગોખરું, કૌંચા બીજ વિદારી કંદ, ગળોસત્વ, સેમરમૂસલી, દરેક દ્રવ્યો 15 ગ્રામ સરખા પ્રમાણમાં લેવા અને વાટીને છાયામાં સૂકવવા. આ ચૂર્ણ દ૨૨ોજ પાંચ ગ્રામ દૂધ સાથે લેવું.

નપુંસકતા::

1. આદુની એક ગાંઠ અથવા સૂંઠ, મૂસળી, અષ્ટગંધ, શતાવરી, ગોખરું, કૌંચાબીજ, બધાને સરખી માત્રામાં લઈ ખાંડી-ચાળીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ દૂધ સાથે ૫ ગ્રામ સવા૨- સાંજ લેવું.

2. એક પતાસામાં અડધી ચમચી આદુનો રસ તથા સાત ટીપાં વડનું દૂધ નાખીને સવા૨- સાંજ ખાવું. એના ઉપર દૂધ પીવું. પૌષ્ટિક પદાર્થોનું સવિશેષ સેવન કરવું.

3. 10 ગ્રામ સૂંઠનું ચૂર્ણ, 2 ગ્રામ કાળા મરીનું ચૂર્ણ, 100 ગ્રામ મૂળાના વાટેલા બીજનું ચૂર્ણ – બધાનું મિશ્રણ કરી શીશીમાં ભરી રાખો. એમાંથી પાંચ ગ્રામ ચૂર્ણ દૂધ સાથે રોજ લેવું. નપુંસકતાના વિચારો મનમાંથી કાઢી નાખવા. ગુપ્તરોગ કે દર્દની માનસિકતા મનમાંથી કાઢી નાખવાથી પણ પરિણામ સારું દેખાશે.

મૂત્ર રોગ::

1. આદુની બે ગાંઠો, 50 ગ્રામ કાળા તલ, 25 ગ્રામ અજમો,25 ગ્રામ હળદર અને બે ગ્રામ સંચળનું ચૂર્ણ કરી 100 ગ્રામ જૂનો ગોળ મેળવવો. એની ચણા જેવી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ એક- એક ગોળી લેવાથી બહુમૂત્ર-અધિક પેશાબની આવવાની ફરિયાદ થશે.

2. એક ચમચી આદુનો રસ, એક ચમચી આંબળાનો રસ તથા ચપટી હળદર બધું મધમાં મેળવી સેવન કરવું. સફરજનના રસમાં આદુનો રસ મેળવી સવાર- સાંજ સેવન કરો. એક અઠવાડિયામાં પરિણામ મળશે.

3. બહુમૂત્રનો નાશ કરવા એક ગાંઠિયો આદુનો, પ કાળા મરી, ચાર મુન્નાકા દ્રાક્ષ, બે દાણા પિસ્તા અને થોડું સંચળ મેળવી ચટણી બનાવી લેવી અને સવા૨-સાંજ લેવી. પેશાબમાં બળતરા થતી હોય તો એક ગાંઠ હળદર એક ગાંઠ આદુ અને એક ચમચી કાળા તલ મેળવી ચટણી બનાવી લેવી આ ચટણી ભોજન સાથે સવાર- સાંજ લેવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top